લાત ખાવાનું પુણ્ય ગધેડાનું કામ ગાયે કર્યું એ દેખાડવું કઈ રીતે?
Chitralekha Gujarati|October 10, 2022
બે-બે ગાયની લાતનું પુણ્ય? વાહ! તમે તો ધન્ય થઈ ગયા..
રાજુ પટેલ
લાત ખાવાનું પુણ્ય ગધેડાનું કામ ગાયે કર્યું એ દેખાડવું કઈ રીતે?

'તમે શું કરશો એ મને નથી ખબર, પણ કોઈ પણ હિસાબે તમારે આ બદનક્ષી રોકવાની છે.' મોતીવાલા મક્કમ અવાજમાં બોલ્યા.

દવે અને મેં મૂંઝાઈને એકબીજા સામે જોયું.

‘પણ સર, આ કામ અસંભવ છે, ગધેડાએ લાત મારી છે એ કોઈએ મોબાઈલમાં શૂટ કરી લીધું છે અને આવી ક્લિપ જંગલમાં આગની જેમ સોશિયલ મિડિયામાં ફેલાઈ જાય એમાં કોઈ કંઈ ન કરી શકે.’

‘કોઈ ન કરી શકે, પણ તમારે કરવાનું છે. સુધાકર તમને જે મદદ જોઈએ એ કરશે. ખેતશી મારો ખાસ દોસ્ત છે, વાત પૂરી. હવે જાઓ અને કોઈ ઉપાય શોધો.’

અમે બન્ને એકબીજાને જોઈ રહ્યા.

ખેતશી એટલે ખેતશીભાઈ દેઢિયા રાજકારણી અને ચર્ચામાં રહેતું નામ તો સુધાકર એન્જિનિયરમાંથી ખેડૂત બનેલો અભ્યાસુ.

મોતીવાલા, ખેતશીભાઈ અને સુધાકર ત્રણે કૉલેજકાળના પાકા મિત્રો. સુધાકરે એન્જિનિયરિંગ છોડી થોડાં વર્ષોથી મુંબઈ નજીક વસઈમાં જમીન ખરીદી ખેતી શરૂ કરી હતી અને ગાય-ભેંસ પણ પાળ્યાં હતાં. ત્રણે મિત્રો ઘણા સમયથી મળ્યા નહોતા. આજે સમયનો યોગ થયો એટલે ત્રણેય સુધાકરના વસઈ ખાતેના ફાર્મ હાઉસ પર મળ્યા. ત્યાં એક વિચિત્ર અકસ્માત થયો. સુધાકર પોતાની કેટલીક ખાસ ગાય ખેતશીભાઈ અને મોતીવાલાને બતાવી રહ્યા હતા. ગાયો બાંધી હતી એની નજીકમાં એક ગધેડો ઊભો હતો. અચાનક એ ગધેડાએ ખેતશીભાઈને લાત મારી. પહેલાં તો સુપરમૅનની જેમ ખેતશીભાઈ હવામાં ઊડ્યા, પણ પછી પોતાની મર્યાદાનું ભાન થતાં ભોંય પર પટકાયા. એમને પીઠમાં સખત માર વાગ્યો. તરત એમને હૉસ્પિટલમાં દાખલ કર્યા, પણ કાળનું કરવું તે ગર્દભે ખેતશીભાઈને લાત ફટકારી એનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મિડિયામાં ફરતો મૂકી દીધો.

આ મોબાઈલ-વિડિયો ઉતારનારી પ્રજાતિ પણ અજીબ હોય છે. જાણે ભગવાને એમને આ જ કામ માટે પૃથ્વી પર મોકલ્યા છે એવું એ માનતી હોય છે. આ પ્રજાતિના પેલા માનવપ્રાણીને તો ખેતશીભાઈ અને ગધેડાવાળો સીન ઝડપીને ટીવીના કોઈ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી ગયા જેટલો આનંદ થયો.

કોઈ રાજકારણીને ગધેડો લાત મારીને ઉછાળે એવો વિડિયો હોય તો વિરોધ પક્ષવાળા તો ઠીક, સામાન્ય જનતા પણ ગેલમાં આવી જાય. રોજબરોજના જીવનમાં સતત લાત ખાતી જનતા રાજકારણીઓને લાત મારવા ઉત્સુક હોય છે, પણ મારી નથી શકતી એટલે બીજું કોઈ મારે તો હરખાય જ.

Denne historien er fra October 10, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 10, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
Chitralekha Gujarati

ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...

સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.

time-read
1 min  |
December 23, 2024
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
Chitralekha Gujarati

આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!

કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?

time-read
3 mins  |
December 23, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.

time-read
1 min  |
December 23, 2024
લૂંટવા માટે બધા તૈયાર છે
Chitralekha Gujarati

લૂંટવા માટે બધા તૈયાર છે

લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.

time-read
2 mins  |
December 23, 2024
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
Chitralekha Gujarati

કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?

વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.

time-read
3 mins  |
December 16, 2024
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
Chitralekha Gujarati

બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...

પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.

time-read
5 mins  |
December 16, 2024
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
Chitralekha Gujarati

સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?

સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...

time-read
3 mins  |
December 16, 2024
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
Chitralekha Gujarati

રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા

પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.

time-read
3 mins  |
December 16, 2024
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
Chitralekha Gujarati

શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા

ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.

time-read
2 mins  |
December 16, 2024
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
Chitralekha Gujarati

આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ

ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.

time-read
3 mins  |
December 16, 2024