મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં વિલન સાબિત થયેલી આ જંગલી વનસ્પતિ કાગળ અને પૈસા ઉગાડશે!
Chitralekha Gujarati|November 21, 2022
એક પૌરાણિક માન્યતા મુજબ નદી-તળાવમાં આડેધડ ઊગતી, પ્રકૃતિ માટે જોખમી એવી જળકુંભી વનસ્પતિનાં પાન ઘરમાં લક્ષ્મી સાથે જ સુખ-શાંતિ લાવે છે. હવે તાજા સંશોધન મુજબ ધનપ્રાપ્તિ માટે અસરદાર, પણ અનેક રીતે જોખમી ને બદબોદાર આ વનસ્પતિ ખરેખર સંપત્તિ સર્જી શકે છે.
નિતુલ ગજ્જર (વડોદરા)
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં વિલન સાબિત થયેલી આ જંગલી વનસ્પતિ કાગળ અને પૈસા ઉગાડશે!

શહેર વચ્ચેથી ખળખળ વહેતી નદી હોય કે તળાવ, એ લોકો માટે આશીર્વાદરૂપ પણ ખરાં અને શાપરૂપ પણ. તળાવનું પાણી વહેતું ન હોય એટલે એમાં કેટલાય જીવ આશરો લે. સાથે જ તળાવમાં વનસ્પતિની પણ ભરમાર જોવા મળે. આ વનસ્પતિને સમયે સમયે તળાવમાંથી કાઢવી જરૂરી છે. એમ ન થાય તો પ્રાણવાયુનો ખૂબ મોટો જથ્થો એ જંગલી વનસ્પતિ પાછળ વેડફાઈ જાય. પરિણામે પ્રાણવાયુના અભાવે ઘણા જળચરોનું મૃત્યુ થાય. સાથે સાથે બહાર એ વનસ્પતિની તીવ્ર દુર્ગંધ ફેલાય, જે આસપાસના રહેવાસીઓને ત્રાહિમામ્ પોકારાવે, જેમ કે જળકુંભી.

મચ્છુ નદીનાં પાણીમાં જામી પડેલી જળકુંભીમાં લોકો એવી રીતે ફસાયા કે એમને શોધતાં પણ નાકે દમ આવી ગયો.

તળાવમાં મોટા પાયે થતી અને નાગરિક તેમ જ પ્રશાસન માટે શિરદર્દ સાબિત થતી જળકુંભી (Water Hyacinth)ને ઘણા શેવાળ તરીકે પણ ઓળખે છે. અનેક શહેરોમાં એના નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. તળાવ, નદી અને સમુદ્રકિનારે (નદી જ્યાં સમુદ્રમાં મળતી હોય ત્યાં) આડેધડ ઊગી નીકળતી જળકુંભી જહાજો માટે પણ મુસીબત સાબિત થાય છે. પાણી પર આ વનસ્પતિ ચાદરની જેમ ફેલાઈ જાય છે. એમાં તો હોડકું સુદ્ધાં ચાલી ન શકે.

આ વનસ્પતિના વેલા તળાવમાં ગંદકી ફેલાવવાનું અને મચ્છર પેદા કરવાનું કામ કરે છે. આ ઉપરાંત, એ તળાવની સપાટી પર અઢળક માત્રામાં ઊગે છે અને પરિણામે સૂર્યપ્રકાશ પાણીમાં નીચે સુધી જતો રોકાય છે. આ કારણે તળાવનું પાણી કુદરતી રીતે સાફ થઈ શકતું નથી. જળકુંભી એ અતિ ઝડપથી ફેલાતી વનસ્પતિ છે. એ ફેલાય પણ એ રીતે જાણે કરોળિયાનું જાળું જોઈ લો. એમાં ફસાઈ જતા સમુદ્રી જીવો ઝટ એની ચુંગાલમાંથી બહાર નીકળી ન શકે એટલી એનાં મૂળિયાંની મજબૂત પકડ હોય છે.

Denne historien er fra November 21, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 21, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
Chitralekha Gujarati

ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...

સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.

time-read
1 min  |
December 23, 2024
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
Chitralekha Gujarati

આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!

કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?

time-read
3 mins  |
December 23, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.

time-read
1 min  |
December 23, 2024
લૂંટવા માટે બધા તૈયાર છે
Chitralekha Gujarati

લૂંટવા માટે બધા તૈયાર છે

લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.

time-read
2 mins  |
December 23, 2024
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
Chitralekha Gujarati

કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?

વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.

time-read
3 mins  |
December 16, 2024
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
Chitralekha Gujarati

બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...

પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.

time-read
5 mins  |
December 16, 2024
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
Chitralekha Gujarati

સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?

સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...

time-read
3 mins  |
December 16, 2024
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
Chitralekha Gujarati

રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા

પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.

time-read
3 mins  |
December 16, 2024
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
Chitralekha Gujarati

શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા

ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.

time-read
2 mins  |
December 16, 2024
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
Chitralekha Gujarati

આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ

ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.

time-read
3 mins  |
December 16, 2024