દેશ આઝાદ થયો એના થોડા મહિનામાં સૌરાષ્ટ્રમાં ભારતીય ઋષિ સંસ્કૃતિ અને સંસ્કારના વારસાને જાળવવાની નેમ સાથે સ્વામિનારાયણ ગુરુકુળનો ઉદય થયો. ૭૫ વર્ષ પહેલાં રોપાયેલું એ બીજ આજે વટવૃક્ષ બન્યું છે અને એની શાખા રૂપી ડાળીઓ દેશ-વિદેશમાં ૫૧ સ્થળ સુધી વિસ્તરી છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન હવે અમૃત મહોત્સવને ઊજવવાની તૈયારીમાં છે ત્યારે દુનિયાભરમાં ફેલાયેલા હરિભક્તો-લાખો વિદ્યાર્થીઓમાં હરખની હેલી ઊઠી છે. રાજકોટના આંગણે આ મહિને આ મહોત્સવ યોજાવાનો છે.
સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનનો અમૃત મહોત્સવ બાવીસથી ૨૬ ડિસેમ્બર એમ પાંચ દિવસ લાખો લોકોની હાજરીમાં ઊજવાશે. આ વિરાટ ઉત્સવ માટે રાજકોટમાં મવડી-કણકોટ રોડ પર આશરે ૪૫૦ વીઘાં જમીનમાં ખાસ સહજાનંદ નગર ઊભું કરવામાં આવ્યું છે. આ અમૃત મહોત્સવ વિશે જાણીએ એ પહેલાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના ઈતિહાસમાં ડોકિયું કરીએ..
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના કેન્દ્રનો આરંભ થયો જૂન, ૧૯૪૮માં અને એના સ્થાપક હતા સ્વામિનારાયણ સંપ્રદાયને એક નવી દિશા આપનારા શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસસ્વામી. અમરેલી જિલ્લાના તરવડા ગામે ૧૮ જૂન, ૧૯૦૧ના રોજ એમનો જન્મ. બાળપણનું નામ અરજણ. માતા વીરુબાઈ તો પિતાનું નામ હતું ભૂરાભાઈ લાખાણી. નાનપણથી જ તેજસ્વી એવા અરજણનું પ્રાથમિક શિક્ષણ તરવડામાં થયું. જો કે ધર્મમાં રુચિ ધરાવતા આ બાળકે ૧૪ વર્ષની વયે ઘર છોડી વૈરાગ્ય લીધો. જૂનાગઢમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાર્ષદની દીક્ષા લીધી. પછી ૧૯૧૭માં સારંગપુરમાં સંત દીક્ષા લઈને એ બન્યા ધર્મજીવનદાસસ્વામી.
Denne historien er fra December 12, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 12, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.