મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati|October 02, 2023
ક્રોધના ઘોડાની લગામ સારથિના હાથમાં હોય છે. જે સારથિ લગામ હાથમાં રાખીને નિષ્ક્રિય બેસી રહે છે એ સાચો સારથિ નથી, પરંતુ લગામ વડે ક્રોધ રૂપી ઘોડાને જે વશમાં રાખે છે એ સાચો સારથિ ગણાય.
દીપક સોલિયા
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

ભૂલથી વસ્ત્રોની અદલાબદલી થવા જેવી નાની વાતે શર્મિષ્ઠા અને દેવયાની વચ્ચે થયેલા મોટા ઝઘડામાં શર્મિષ્ઠાના ધક્કાથી દેવયાની કૂવામાં પડી ગઈ. એ વખતે વનમાં શિકારે નીકળેલો રાજા યયાતિ કૂવામાંની દેવયાનીનો અવાજ સાંભળીને કૂવા પાસે આવ્યો. થયાતિએ દેવયાનીના કહ્યા મુજબ જમણો હાથ પકડીને કૂવામાંથી એને બહાર કાઢી. પછી રાજા તો ઝાઝી વાત કર્યા વિના તરત પોતાની નગરીમાં પાછો ફર્યો, પરંતુ દેવયાની ઘરે પાછી ન ફરતાં જંગલમાં જ અડિંગો જમાવીને બેસી રહી. પિતા શુક્રાચાર્યએ જંગલમાં દોડાદોડી કરીને એને શોધી કાઢી.

એમણે આખી ઘટના વિશે જાણ્યા બાદ પુત્રી દેવયાનીને ઉપદેશ આપ્યો: ‘સૌકોઈ પોતાના ગુણ-દોષો પ્રમાણે સુખી-દુઃખી થાય છે. તે કોઈ ખરાબ કામ કર્યું હોવાને લીધે તારા પર દુઃખ આવ્યું. હવે ક્રોધ છોડી દે. ક્રોધના ઘોડાની લગામ સારથિના હાથમાં હોય છે. જે સાથિ લગામ હાથમાં રાખીને નિષ્ક્રિય બેસી રહે છે એ સાચો સારથિ નથી, પરંતુ લગામ વડે ક્રોધ રૂપી ઘોડાને જે વશમાં રાખે છે એ સાચો સાથિ ગણાય. જે માણસ મનમાં જાગેલા ક્રોધને ક્ષમા વડે વશમાં કરી લે છે એ વાસ્તવમાં આખા જગતને વશમાં કરી શકે છે. બીજા પીડા આપે તેમ છતાં જે માણસ દુ:ખી થતો નથી એ ચારેય પુરુષાર્થો માટે યોગ્ય પાત્ર બની રહે છે. બે જણ લડી પડે અને વેર રાખે ત્યારે એમને જોઈને ડાહ્યા મનુષ્યો એમને અનુસરતા નથી, કારણ કે લડનાર અને વેર રાખનાર તો બાલક-બાલિકા ગણાય.’

દેવયાની પણ ગાંજી જાય એવી નહોતી. એણે વળતી દલીલો કરી: ‘હું સ્વીકારું છું કે હું બાલિકા છું, છતાં મારામાં પણ સમજ તો છે જ. શર્મિષ્ઠાએ મને જે કહ્યું એનો સાર એ હતો કે તમે, શુક્રાચાર્ય ભિખારી છો. શર્મિષ્ઠાના પિતા એવા દાનવરાજ વૃષપર્વાની ભીખ પર નભો છો. તમે રાજાનાં વખાણ કરીને ભીખ મેળવો છો. રાજા વૃષપર્વા અને એમની દીકરી શર્મિષ્ઠાની આવી રીતે બીજાનાં કુળ અને ચારિત્ર્યની ટીકા કરતાં હોય તો એ પાપી ગણાય. આવા પાપી બુદ્ધિવાળા લોકો સાથે સમજદાર અને બુદ્ધિશાળી લોકોએ ન રહેવું જોઈએ. એના કરતાં ત્યાં જઈને રહેવું જોઈએ જ્યાં ગુણોનો સાચો આદર થતો હોય. આ કારણે હું વૃષપર્વાની નગરીમાં નથી રહેવા માગતી. આપણે એમની નગરી છોડી દેવી જોઈએ.’

Denne historien er fra October 02, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 02, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
Chitralekha Gujarati

ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...

સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.

time-read
1 min  |
December 23, 2024
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
Chitralekha Gujarati

આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!

કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?

time-read
3 mins  |
December 23, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.

time-read
1 min  |
December 23, 2024
લૂંટવા માટે બધા તૈયાર છે
Chitralekha Gujarati

લૂંટવા માટે બધા તૈયાર છે

લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.

time-read
2 mins  |
December 23, 2024
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
Chitralekha Gujarati

કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?

વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.

time-read
3 mins  |
December 16, 2024
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
Chitralekha Gujarati

બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...

પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.

time-read
5 mins  |
December 16, 2024
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
Chitralekha Gujarati

સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?

સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...

time-read
3 mins  |
December 16, 2024
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
Chitralekha Gujarati

રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા

પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.

time-read
3 mins  |
December 16, 2024
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
Chitralekha Gujarati

શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા

ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.

time-read
2 mins  |
December 16, 2024
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
Chitralekha Gujarati

આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ

ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.

time-read
3 mins  |
December 16, 2024