સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં હિંગોળગઢ અભયારણ્ય નજીક છે લાલાવદર ગામ. અહીંની પ્રાથમિક શાળામાં એક સરકારી પરિપત્ર આવે છે. આમ તો શાળામાં આવા સરકારી પત્રો આવવા એ રૂટિન બાબત છે, પરંતુ આ પરિપત્રમાં શાળાના આચાર્યને ઊંડો રસ પડ્યો. વાત હતી ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ થવાની અને એમાં દરેક શાળાનાં બાળકોને ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ખેલ મહાકુંભમાં ૧૬ જેટલી રમતોનો સમાવેશ હતો. આ યાદીમાં એક નામ હતુંઃ ચેસ. આચાર્ય સાહેબે વિચાર્યું કે ગામડાંનાં બાળકો ચેસ રમશે તો એમની બુદ્ધિમત્તા વિકસશે. વિચારને આગળ વધારવા એમણે બાળકોને ચેસ રમતાં શીખવવા માટે શાળાના એક શિક્ષકને પૂછી જોયું. શિક્ષકે તૈયારી દેખાડી અને લો, આશરે એક દાયકામાં માત્ર આ શાળા જ નહીં, આખા લાલાવદર ગામની સિકલ બદલાઈ ગઈ. આજે આ ખોબા જેવડું ગામ ગુજરાતના ચેસ વિલેજ તરીકે વિખ્યાત બન્યું છે.
આ ગામની વાત કરતાં પહેલાં ભૂતકાળમાં ડોકિયું કરીએ. વર્ષ ૨૦૧૦માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ્યસ્તરે પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. પ્રારંભિક વર્ષોમાં ખેલ મહાકુંભમાં ૧૬ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પછી તો એમાં ઉમેરો થતો ગયો. આજે ૩૦થી વધુ ગેમનું આયોજન થાય છે અને છેલ્લે ગયા વર્ષે ખેલ મહાકુંભ રમાયો ત્યારે આખા ગુજરાતમાંથી પંચાવન લાખથી વધુ સ્પર્ધકોએ એમાં ભાગ લીધો હતો!
સરકારી સ્તરે આવું કોઈ આયોજન થતું હોય તો સામાન્ય રીતે એના ફાયદા કરતાં ટીકા વધુ થતી હોય છે, પરંતુ ક્યારેક આવી કોઈ ઈવેન્ટ આખા ગામની ઓળખ બદલી નાખે છે. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાનું લાલાવદર ગામ એનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
અત્ર તંત્ર સર્વત્ર... સ્કૂલની વિદ્યાર્થિનીઓ તો ખરી જ, ગામના ઘણા યુવાનો અને મોટી ઉંમરના લોકોનેય શતરંજનો છંદ લાગ્યો છે. લાલાવદરની બજારમાં સુદ્ધાં ફાજલ સમયે એક જ પ્રવૃત્તિ થતી જોવા મળે: શતરંજના ખેલ!
Denne historien er fra October 02, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 02, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.