તા થૈય્યા થૈય્યા થૈચ્છા થઈ.
Chitralekha Gujarati|November 20-27, 2023 - Diwali
જુઓ જુઓ મારા ભઈ, આ ભવની ભવાઈ.. એક સમયે જેનો બ્લૉકબસ્ટર ફિલ્મ જેવો દબદબો હતો એ છ00 વર્ષ જૂની લોકકળા ભવાઈ આજેય અનેક ગામડાં અને શહેરમાં વિવિધ સ્વરૂપે જીવંત છે. જો કે ભૂંગળના સૂટ, દોડનો અવાજ ક્યાં સુધી સંભળાતો રહેશે એ કહેવું મુશ્કેલ છે, પણ એક વાત જે કદીય નહીં ભુલાય એ છે આ કળાનું યોગદાન અને કલાકારોઅે જીવંત કરેલાં પાત્રો.
જયેશ દવે
તા થૈય્યા થૈય્યા થૈચ્છા થઈ.

ખુલ્લા અવાજે વાગતાં દોકડ (તબલાં), કાસીજોડાં (ઝાંઝ), પેટીવાજું (હાર્મોનિયમ) અને ભૂંગળના સથવારે ચાર-પાંચ પુરુષો સ્તુતિ કરેઃ

પાય પડું પરમેશ્વરી મા પ્રેમે લાગું પાય, હાથ જોડું હરખે કરી મા શંખલપુરની રાય...

સ્તુતિ પૂરી થતાં જ કલાકારો, દર્શકો સૌ ભાવભેર શીશ નમાવે અને ગુંજવા માંડે ગીતોઃ લંકર શંકર ભોલરિયા આવે મહારાજ રે, હાથમાં રે ફૂલછાબડી ને મારાં ફૂલ વેરાતાં જાય..., કાબો મારો કોણે માર્યો, માણિગરના વીરાને કોણે માર્યો, ભામણ ભાગી જાજે રે વાંહે કાબો આવે છે...

દર્શકો ખુશ થઈ જાય. ત્રણેક દાયકા પહેલાં આવાં દશ્યો ઠેર ઠેર જોવા મળતાં. નવરાત્રિમાં જેટલો ઉત્સાહ ગરબાનો રહેતો એટલો જ આ ભવાઈ–વેશ, દેશી નાટકોનો પણ રહેતો. આજે આ લોકકળા મરવાના વાંકે જીવી રહી છે. કહી શકાય કે મા જગદંબા જ હજી જિવાડી રહી છે.

કથાકાર અસાઈત ઠારે 350થી વધુ ભવાઈવેશ લખ્યા. એમાંથી કેટલાક મૂળ સ્વરૂપે તો અમુક છુદાં જ રૂપ-રંગ સાથે ભવાઈ રહ્યા છે.

૧૯૯૦ પછી જન્મેલી પેઢી માટે તો આ ભવાઈ-વેશ એટલે રંગલા-રંગલીનાં પાત્ર અને બોલચાલમાં ભવાઈ શબ્દનો થતો સાચોખોટો ઉપયોગ એટલો જ પરિચય હોઈ શકે, પરંતુ ત્રણ દશક પૂર્વે આ ભવાઈ અને દેશી નાટકોનો હાલની સાઉથની બ્લૉકબસ્ટર ફિલ્મ જેવો જ દબદબો ગામના પાદર, ચોરે કે શહેરના ચોકમાં રહેતો અને એ પણ સાર્વજનિક અને વિનામૂલ્યે તે કેમ ભૂલી શકાય?

ગુજરાતની આ લોકનાટ્યકળા ૭૦ વર્ષ જૂની છે. ભવાઈ-વેશ એ લોકકળા સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં પ્રસરી, પરંતુ એનું ઉદ્ભવસ્થાન ઊંઝા છે. આ નાટ્યકળા ભવાઈની શરૂઆત અસાઈત ઠાકર નામના કવિ-કથાકાર બ્રાહ્મણે કરી હતી. જ્ઞાતિ દ્વારા સામાજિક બહિષ્કાર બાદ એ પૂર્ણપણે સર્જન તરફ વળ્યા. ૩૬૦થી વધુ ભવાઈ–વેશ એમણે લખ્યા અને પોતાના ત્રણ પુત્રો સાથે ભજવ્યા. આ પૈકીના મોટા ભાગના હવે અપ્રાપ્ય છે તો કેટલાક મૂળ સ્વરૂપે તો કેટલાક વેશ કંઈક જુદા જ સ્વરૂપે, નવાં રૂપ-રંગ સાથે ભજવાઈ રહ્યા છે.

Denne historien er fra November 20-27, 2023 - Diwali-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 20-27, 2023 - Diwali-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
Chitralekha Gujarati

નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર

ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.

time-read
2 mins  |
October 28, 2024
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
Chitralekha Gujarati

બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!

પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.

time-read
4 mins  |
October 28, 2024
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?

‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.

time-read
3 mins  |
October 28, 2024
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
Chitralekha Gujarati

દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન

બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?

time-read
3 mins  |
October 28, 2024
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
Chitralekha Gujarati

એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?

બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...

time-read
3 mins  |
October 28, 2024
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
Chitralekha Gujarati

લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...

નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.

time-read
4 mins  |
October 28, 2024
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
Chitralekha Gujarati

ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન

મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?

time-read
1 min  |
October 28, 2024
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
Chitralekha Gujarati

ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...

નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.

time-read
4 mins  |
October 28, 2024
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
Chitralekha Gujarati

એક ફોન કૉલ ને માણસ કંગાળ..

સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?

time-read
7 mins  |
October 28, 2024
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati

પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.

time-read
4 mins  |
October 28, 2024