સ્વાદિષ્ટ સુહાની સફર...પાપડ-મઠિચાં-ચોળાફળીના ગામની!
Chitralekha Gujarati|November 20-27, 2023 - Diwali
કોઈ એક સમયે તણસોલ-વણસોલ તરીકે ઓળખાતું ખેડા જિલ્લાનું ઉત્તરસંડા આજે તો સ્માર્ટ વિલેમાંનું એક બન્યું છે, પરંતુ આ ગામ ઓળખાય છે અહીંના ઑટોમેટિક પ્લાન્ટમાં બનતાં પાપડ, મઠિયાં, ચોળાફળી થડી, જેની સોડમ દેશના સીમાડા વટાવીને ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી છે.
હેતલ રાવ
સ્વાદિષ્ટ સુહાની સફર...પાપડ-મઠિચાં-ચોળાફળીના ગામની!


ખાણી-પીણી માટે ગુજરાતનાં અનેક ગામ અને શહેર જાણીતાં છે. પછી એ ગાંઠિયા હોય કે ગોટા, ગોટી સોડા અને પેંડા હોય કે લીલો ચેવડો. જો કે વાત પાપડ, મઠિયાં કે ચોળાફળીની આવે ત્યારે ખેડા જિલ્લાનું ઉત્તરસંડા ગામ મોખરે રહે. ખેડા જિલ્લામાં નડિયાદ-આણંદ દાંડીમાર્ગ પર આવ્યું છે આ ગામ. ઉત્તરસંડામાં પ્રવેશતાં જ કતારબંધ દુકાનોમાં પાપડ, મઠિયાં, ચોળાફળીનું વેચાણ થતું જોવા મળે છે અને લગભગ દરેક દુકાન પાસે ગ્રાહકોની ભીડ જોવા મળે છે. કહી શકાય કે અહીં પાપડ, મઠિયાં અને ચોળાફળીની એક આખી ઈન્ડસ્ટ્રી ધમધમે છે. અહીં બનતી ફૂડ આઈટેમ્સ દેશના જ નહીં, દુનિયાના ગુજરાતીઓ, ભારતીયો હોંશે હોંશે આરોગે છે, અનેક દેશમાં એ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે.

અહીં સવાલ એ થાય કે લ્યા, ઉદ્યોગનો પાયો ઉત્તરસંડામાં જ ચ્યમનો નખાયો?

જવાબ આપતાં ઉત્તરસંડા ગામના દિનેશભાઈ પટેલ ચિત્રલેખાને કહે છેઃ ‘અમારું ગામ એટલે આમ તો પટેલોનું જ ગામ, પણ અહીં દરેક સમાજના લોકો ભાઈચારા સાથે રહે છે. ગામ નાનું, પરંતુ એનું નામ વિશ્વફલક પર છે, જેનું મુખ્ય કારણ અમારો પાપડ ઉદ્યોગ. આ ઉદ્યોગ પહેલાં માતર તાલુકાના સંધાણા ગામે ચાલતો, પરંતુ ત્યાં પાપડ બનાવવા માટે પાણી ઉત્તરસંડાથી લઈ જવામાં આવતું. કહેવાય છે કે ઉત્તરસંડાનું પાણી પાપડ, મઠિયાં માટે ઉત્તમ છે. ઉત્તરસંડાથી સંધાણા પાણી લઈ જવામાં વધારાનો ખર્ચ ઉત્પાદકે ભોગવવો પડતો ને પાપડ, મઠિયાંના ભાવ પણ વધી જતા. ૧૯૮૭માં આ પ્રશ્નનું નિરાકરણ ઉદ્યોગને ઉત્તરસંડામાં શિફ્ટ કરીને લાવવામાં આવ્યું. પાપડની મોટા પાયે પ્રથમ ફૅક્ટરી ઉત્તરસંડામાં શરૂ થઈ. ત્યાર પછી તો અહીં એક પછી એક પાપડ, મઠિયાંનાં કારખાનાં, ગૃહ ઉદ્યોગ, નાની-મોટી દુકાનો શરૂ થઈ. આજે આ બિઝનેસ વૈશ્વિક સ્તરે પોતાનો સ્વાદ અને સોડમ પહોંચાડી રહ્યો છે.’ ઉત્તરસંડાની જાણીતી મઠિયાં, પાપડ, ચોળાફળીની ફૅક્ટરીના સંચાલક ઋષિલ પટેલ ચિત્રલેખાને કહે છે: ‘મારા પિતા દેવેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલે ૧૯૯૭માં પાપડની ફૅક્ટરી શરૂ કરી હતી. આજે વિશ્વમાં જાણીતા બન્યા છે. અમારે ત્યાં બનતાં મઠિયાં, પાપડના ૬૦થી ૭૦ ટકા એક્સપોર્ટ થાય છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, કેનેડા અને અખાતી દેશોમાં વસતા ગુજરાતીઓને અમારાં પાપડ, મઠિયાં, ચોળાફળીનો સ્વાદ ફાવી ગયો છે.’


 

Denne historien er fra November 20-27, 2023 - Diwali-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 20-27, 2023 - Diwali-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024