ફૅશનનો પહેલો સાક્ષાત્કાર થયો મુંબઈના સાયન વિસ્તારમાં. બાલ્યાવસ્થામાં જ્યારે સિનેમાનો સ અને ફૅશનનો ફ્ની પણ ખબર નહોતી ત્યારે પરિવાર સાથે એક સગાને ત્યાં ગયેલો. એ સગાના હે યુવાન દીકરાએ મને બિલ્ડિંગ નીચે ઊભો રાખીને કહેલું: ‘સાંભળ, મેં લેટેસ્ટ ફૅશનનું ગુરુ શર્ટ ખરીદ્યું છે. કાલે કૉલેજમાં એ પહેરીને જવાનો છું.’ એ વખતે તો કંઈ સમજાયું નહીં, પણ પછી થોડી સમજણ આવી ને કટી પતંગ જોઈ ત્યારે ખબર પડી કે પેલા રિલેટિવ-પુત્ર શું કહેવા માગતા હતા. સુપરસ્ટાર રાજેશ ખન્નાએ કૉલરવાળો ઝભ્ભો પહેરેલો એ ગુરુ શર્ટ અથવા ગુરુ કુરતા. ઓણ સાલ, દિવાળીની જસ્ટ પહેલાં દિલ્હી-મુંબઈમાં ફૅશન વીક યોજાઈ ગયાં, જેમાં અનેક મોડેલોથી લઈને જાણીતાં અભિનેતા-અભિનેત્રીએ ફૅશન ડિઝાઈનરનાં વસ્ત્રો પહેરી એનું પ્રદર્શન કર્યું. એ બે ફૅશન સપ્તાહે આપ્યો જન્મ દિવાળી અંકના વિષયનેઃ સિનેમા અને ફૅશનનો દાયકાઓથી અકબંધ રહેલો અતૂટ સંબંધ.
પાંચ દાયકાથી ટેક્સ્ટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા તથા હિંદી સિનેમાના ઊંડા અભ્યાસુ રમેશ જૈન ચિત્રલેખાને કહે છેઃ ‘એક જમાનો હતો, જ્યારે સિનેમામાં વસ્ત્રસજ્જાને લગતા અમુક વણલખ્યા નિયમ હતા. હીરો ભણેલોગણેલો હોય તો એ સૂટ-પૅન્ટ-શૂઝ પહેરે. નોકરી કરવા કે પ્રેમિકાને મળવા જાય તો પણ સૂટ પહેરીને જ જાય. આનું કારણ બ્રિટિશરાજની અસર. અભણ, ગરીબ હીરો હોય તો ધોતિયું-કુરતું અથવા લેંઘો-ઝભ્ભો. હીરોઈન સાડીમાં હોય. એ પછી રાજ કપૂર જેવા કલાકારદિગ્દર્શક પોતાની ફિલ્મના પ્રચાર માટે તેમ જ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં હાજરી આપતા થયા ને ત્યાંની ફૅશન લાવ્યા.’
રમેશજી ઉમેરે છેઃ ‘એ સમયે ફૅશનપરસ્ત ભારતીયો માટે નવી ઢબછબનો એકમાત્ર સ્રોત હતોઃ સિનેમા અને ફિલ્મગીતો. અભિનેત્રી સાધનાએ ફ્રિન્જ હેરકટ (આગળ ધસી આવતી લટો) રાખવાની શરૂઆત કરી ને શરૂ થઈ ગઈ સાધના-કટ. હકીકત એ હતી કે સાધનાનું કપાળ વિશાળ હતું, જે અજીબ લાગતું. ડિરેક્ટર રામકૃષ્ણ નૈય્યરે (જે પાછળથી સાધનાના પતિ બન્યા) આ ઊણપ ઢાંકવા ફ્રિન્જ હેરકટનું સૂચન કર્યું, જે ફૅશન બની ગઈ!
એની પહેલી ફિલ્મ લવ ઈન શિમલાથી લઈને દેવ આનંદ સાથેની હમ દોનો, વક્ત જેવી ફિલ્મોમાં સાધના-કટે ધૂમ મચાવી.’
Denne historien er fra November 20-27, 2023 - Diwali-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 20-27, 2023 - Diwali-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.