છ એક મહિના અગાઉ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથે મળેલા પરાજયનું સાટું ભાજપે વાળી લીધું છે. કોઈ એક રાજ્યની તુલના બીજા સાથે ન થાય તો પણ કહેવું પડે કે ભાજપે કર્ણાટકના બદલામાં કોંગ્રેસ પાસેથી રાજસ્થાન અને છત્તીસગઢ આંચકી લીધાં છે. જો કે ભાજપને સૌથી વધુ આનંદ મધ્ય પ્રદેશ જેવું મોટું રાજ્ય લાગલગાટ જાળવી રાખવાનો હશે.
આગવું મહત્વ હમણાં પૂરા થયેલા ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી ઘણાએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લોકસભા અગાઉની સેમિ-ફાઈનલ ગણાવી છે.
આમ તો દરેક વિધાનસભા ચૂંટણીનું આગવું મહત્ત્વ હોય એટલે એવી સરખામણી ન થવી જોઈએ, કારણ કે મતદારો વિધાનસભા અને લોકસભામાં જુદા જુદા મુદ્દાના આધારે એમનો અભિપ્રાય આપે છે, પણ રાજકીય ધ્રુવીકરણ અત્યારે એ સ્તરે પહોંચ્યું છે કે લોકો આવાં જાતજાત નાં સમીકરણ બાંધતાં થઈ ગયા છે. એટલું નિશ્ચિત છે કે આ પરિણામ પછી ભાજપ લોકસભા ચૂંટણીમાં વધુ આત્મવિશ્વાસ સાથે ઝંપલાવશે તો વિરોધ પક્ષો માટે નેતૃત્વશક્તિ માટે કોંગ્રેસ પર ભરોસો રાખવો કે કેમ એ સવાલ હવે વધુ પેચીદો બનશે.
પાછલા દાયકાથી ભાજપના જમા ખાતે સૌથી મોટી પૂંજી છે એની સબળ-સક્ષમ નેતાગીરી. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતથી નરેન્દ્ર મોદી માત્ર ગુજરાત નહીં, પણ આખા દેશના રાજકીય નકશામાં છવાઈ ગયા અને એ સાથે ભાજપને નેતૃત્વના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. પરિણામની કોઈ પૂર્વધારણા ન બાંધીએ તો પણ લોકસભા ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ નરેન્દ્ર મોદી જ કરવાના છે એ પાડ્યું છે. આમ પણ મોદી વડા પ્રધાન બન્યા એ પછી ભાજપે નાનામાં નાની ચૂંટણી સુદ્ધાં એમના નામે જ લડી છે. એમાં ક્યારેક મોદીના માથે અપજશ પણ આવ્યો છે. ચૂંટણીવિજયનાં વધામણાં એમણે લીધાં છે તો પરાજયને કારણે અળખામણા થવાનું જોખમ પણ મોદીએ સ્વીકાર્યું છે.
રાષ્ટ્રીય સ્તરે મોદીના ઉદય સાથે યોગાનુયોગ કોંગ્રેસના પતનના દિવસો પણ શરૂ થઈ ગયા હોય એમ દેશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારો આ પક્ષ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં તદ્દન સંકોચાઈ ગયો છે અને ડૂબતી નાવડીનું સુકાન સંભાળવા કોઈ આગળ ન આવે એવી એની હાલત થઈ છે. સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત અને રાહુલ ગાંધીની નાદાનિયતના અરસા પછી પ્રમુખ બનેલા મલ્લિકાર્જુન ખરગેનું પક્ષમાં કેટલું ઊપજે છે એ વિશે કશું બોલવા જેવું નથી.
Denne historien er fra December 18, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 18, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.