પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન
Chitralekha Gujarati|July 15, 2024
ગયા વર્ષે ઘરઆંગણે, અમદાવાદમાં એક લાખ કરતાં વધુ દર્શકોની હાજરીમાં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ધોવાઈ ગયેલી ટીમની આબરૂ પુનઃ સ્થાપિત કરવાનું કામ લગીરે સહેલું નહોતું. જો કે રાહુલ દ્રવિડ જેનું નામ. ભૂતકાળના સારા-નરસા અનુભવોનો ભાર રાખ્યા વગર, ગમે એવી પરિસ્થિતિમાં મગજ પરનો કાબૂ ગુમાવ્યા વગર અને વિશેષ તો જરાય ગાજવીજ કર્યા વગર કોચ તરીકે એણે ટીમને ફરી બેઠી કરી અને લાંબા સમયથી ભારત જેનાથી વંચિત હતું એ ટી-૨૦ વર્લ્ડ કપ જિતાડી આપ્યો. એણે મેદાનમાં રમવા ઊતરવાનું નહોતું, ચાલ ચાલવાની રણનીતિ અજમાવવાની હતી.
હીરેન મહેતા
પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન

વર્ષ ૨૦૦૪...

પંદર વર્ષનાં વહાણાં પછી ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાન રમવા ગઈ હતી. પાંચ વન-ડે અને ત્રણ ટેસ્ટનો પ્રવાસ હતો. પહેલી વન-ડે મૅચ હાર્યા પછી પણ ભારતે એ સિરીઝ જીતી લીધી હતી. સ્વાભાવિક છે કે ભારતીય ખેલાડીઓ સાતમા આસમાનમાં વિહરતા હતા. ટીમનો કૅપ્ટન હતો સૌરવ ગાંગુલી. એનું હુલામણું નામઃ દાદા. ગાંગુલી આમ પણ એના આક્રમક સ્વભાવ અને તડ-ફડ જબાન માટે જાણીતો હતોઃ ખરા અર્થમાં દાદા!

ચિત્રલેખા વતી ભારતીય ટીમના એ પાકિસ્તાનપ્રવાસમાં જવાનો મોકો મને મળ્યો હતો. વન-ડે શ્રેણી જીત્યા પછી ભારતીય ટીમના મૅનેજર ડૉ. રત્નાકર શેટ્ટી થોડા પત્રકારો સાથે બેઠા હતા. વાતવાતમાં એમણે એક મજેદાર કિસ્સો કહ્યો...

ભારતીય ટીમ પાકિસ્તાન રવાના થઈ એ પહેલાં બધા ખેલાડીઓએ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવાસસ્થાને જવાનું હતું. વાજપેયીજી થોડા ઋજુ હૃદયના. એમણે ટીમના કૅપ્ટન તરીકે ગાંગુલીને કહ્યું: ‘મૅચ જીતો ન જીતો, પાકિસ્તાનીઓનાં દિલ જીતીને આવજો.'

દાદાથી બોલ્યા વગર ન રહેવાયું: ‘દિલ જીતશું... પણ મૅચ તો જીતશું જ!' ગાંગુલીએ જે રીતે જવાબ વાળ્યો હતો એનાથી બધા સ્તબ્ધ થઈ ગયા. એક સાથી ખેલાડીએ તરત વાત વાળી લીધીઃ ‘સર, અમે ખેલાડીના જુસ્સા સાથે જ રમીશું અને અમારી રમતથી પાકિસ્તાની પ્રજાનાં દિલ જીતીને આવીશું. આખરે તો બે દેશના સંબંધ સાચવવાની અમારી પણ જવાબદારી છે!’

વાજપેયીજી આ ઠાવકો જવાબ સાંભળી ખુશ થઈ ગયા. સૌરવ ગાંગુલીનો એ સાથી ખેલાડી હતોઃ રાહુલ દ્રવિડ. બન્ને સમાન ઉંમરના, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બન્નેનો પ્રવેશ એકસાથે, એક જ મૅચમાં. જો કે બન્નેના વાણી-વ્યવહારમાં જમીન-આસમાનનો ફરક. ગાંગુલી એકદમ આક્રમક, તડ ને ફડ કરનારો, દ્રવિડ શાંત, મરતાંને મર ન કહે એવો. આપણી ભાષામાં એને ટાઢું માટલું કહી શકીએ એવો.

ફાઈનલના ત્રણ એક્કા વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત

Denne historien er fra July 15, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 15, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
રોગની ચિંતા કે ચિંતાનો રોગ?
Chitralekha Gujarati

રોગની ચિંતા કે ચિંતાનો રોગ?

ત્યાગ વિના પ્રેમ શક્ય છે એવું માનનારા પ્રેમ કરવાની ક્ષમતાનો જ ત્યાગ કરે છે...

time-read
2 mins  |
September 02, 2024
શૅરબજારમાં ઝટ રોકડી કરી લેવાની લાયમાં લૂંટાવું છે?
Chitralekha Gujarati

શૅરબજારમાં ઝટ રોકડી કરી લેવાની લાયમાં લૂંટાવું છે?

...તો, સોશિયલ મિડિયાના માર્ગે લૂંટતા લોકોની જાળમાં ફસાતા જાવ. આકર્ષક-ઊંચા વળતરની વાત અને વાયદામાં ફસાતાં જવાના કિસ્સા સતત વધતા જાય છે, જેના ઉકેલની જવાબદારી કોઈ લઈ શકે એમ નથી. તમે ભૂલ કરો અને તમે જ ભોગવો એવી આ સીધી વાત છે...

time-read
3 mins  |
September 02, 2024
મન્કીપોક્સના વાનરવેડાથી સાવધાન
Chitralekha Gujarati

મન્કીપોક્સના વાનરવેડાથી સાવધાન

જેનો ઉદ્ભવ વાંદરાઓમાંથી જ થયો હશે કે કેમ એની ખાતરી નથી એ મન્કીપોક્સ અથવા એમપોક્સ એક ચેપી રોગ છે. ઝડપથી સંક્રમિત થતા આ રોગનાં લક્ષણો તો સામાન્ય બીમારી જેવાં છે અને એમાંથી સાજા થવું પણ બહુ અઘરું નથી, છતાં આ રોગનો ચેપ કોવિડની જેમ આખી દુનિયામાં ન ફેલાય એના માટે પૂરતી સાવચેતી રાખવી આવશ્યક છે.

time-read
4 mins  |
September 02, 2024
હોસ્પિટલ પણ મહિલા તબીબ માટે સલામત ન હોય ત્યારે...
Chitralekha Gujarati

હોસ્પિટલ પણ મહિલા તબીબ માટે સલામત ન હોય ત્યારે...

સમાન તક-સમાન હક માગવા માટે સ્ત્રીની મજાક ઉડાડતાં પહેલાં એને સુરક્ષિત માહોલ તો આપો.

time-read
3 mins  |
September 02, 2024
માણો, હાળી પૂરણપોળીની લહેજત
Chitralekha Gujarati

માણો, હાળી પૂરણપોળીની લહેજત

પોષક તત્ત્વોથી ભરપૂર છે શક્કરિયાં-શિંગોડાં-રાજગરાની વેડમી.

time-read
1 min  |
September 02, 2024
ગર્ભાશયની બહાર વિક્સતો ગર્ભ સ્રી માટે જીવલેણ બની શકે
Chitralekha Gujarati

ગર્ભાશયની બહાર વિક્સતો ગર્ભ સ્રી માટે જીવલેણ બની શકે

એક્ટોપિક પ્રેગ્નન્સીઃ ફળેલું સ્ત્રીબીજ યુટરસ તરફ જવાને બદલે ફેલોપિયન ટ્યૂબમાં જ મોટું થવા લાગે તો?

time-read
3 mins  |
September 02, 2024
ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર
Chitralekha Gujarati

ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર

શિક્ષણનું હાલ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પણ બાળકોના અભ્યાસના ખર્ચા પોસાતા નથી ત્યારે રાજકોટનાં એક શિક્ષિકા ઝૂંપડામાં જઈને ગરીબ બાળકોને નિઃસ્વાર્થભાવે ભણાવે છે અને છોકરીઓને નિઃશુલ્ક સેનેટરી પૅડ ઉપલબ્ધ કરાવી એમને મેન્સ્ટ્રુઅલ સાઈકલની અને એકંદર આરોગ્ય જાળવણીની સમજ પણ આપે છે.

time-read
4 mins  |
September 02, 2024
ગુતાલ ગામની સિકલ બદલી સરકારી શાળાએ
Chitralekha Gujarati

ગુતાલ ગામની સિકલ બદલી સરકારી શાળાએ

સર્જક સાથે સંવાદ: પુસ્તકમાં ભણાવાતી કૃતિના લેખક સાથે વિદ્યાર્થીઓની વાતચીત.

time-read
2 mins  |
September 02, 2024
નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?
Chitralekha Gujarati

નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?

‘બંદૂક કે લાઈસન્સ કે લિયે આવેદન દીજિયે ઔર કારણ લિખિયેઃ ઘર મેં બેટિયાં હૈ ઔર શહર મેં હૈ જાનવર...' કોલકાતામાં એક મહિલા તબીબ પર હૉસ્પિટલમાં જ બળાત્કાર થયો અને પછી એને કાયમ માટે ખામોશ કરી દેવામાં આવી એ ઘટનાનો કાન ફાડી નાખે એવો વિરોધ થઈ રહ્યો છે. બાર વર્ષ પછી ફરી રેપ ઍન્ડ મર્ડરની એક ઘટનાએ આખા દેશને સુષુપ્ત જ્વાળામુખીની જેમ ઢંઢોળ્યો છે. આ આગ ઠરે એ પહેલાં જરૂરી છે કે પુરુષોની એક બીમારીનો ઈલાજ શોધવાની.

time-read
7 mins  |
September 02, 2024
પ્રેમદીવાની મીરાંએ કેમ છોડ્યા હતા ગિરધર ગોપાલ?
Chitralekha Gujarati

પ્રેમદીવાની મીરાંએ કેમ છોડ્યા હતા ગિરધર ગોપાલ?

દેશભરમાં જન્માષ્ટમીનો ભક્તિસભર માહોલ જામ્યો છે ત્યારે વાત કરવી છે મીરાં અને એના પ્રાણધન સમી કૃષ્ણની શ્યામવર્ણી અનુપમ પ્રતિમા સાથે જોડાયેલા રસપ્રદ ઈતિહાસની, જેનું મુખ્ય પાનું સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ખૂલે છે.

time-read
2 mins  |
September 02, 2024