કુછંદે ચડી ગયેલા, શરાબ કે બીજી કોઈ ચીજના નશામાં યુવાનો દ્વારા અકસ્માતના પ્રમાણમાં હમણાં હમણાં બહુ વધારો થઈ રહ્યો છે. મૂળ તો અમુક લોકોની આવકમાં ધરખમ વૃદ્ધિ થઈ છે. આપણે ત્યાં એને ઘણા આંધળી કમાણી તરીકે ઓળખે છે. માણસ સીધી રીતે વધારે કમાય એમાં કોઈને વાંધો ન હોઈ શકે. એમ તો માણસ આડે રસ્તે કમાણી કરે તોય કોઈ કંઈ કરી શકતું નથી. સવાલ એ કમાણી પચાવવાનો છે. એ કમાણી પચાવવા જેટલું પેટ અને એ પચાવવા જેવું ગજું ન હોય તો એવો પૈસો એની સાથે અનેક અનિષ્ટ નોતરે. એવા પરિવારના છોકરા અપાર સંપત્તિને કારણે છકી જાય એવું બને. પૈસો મહેનતનો ન હોય એટલે છોકરાઓને મન એ પૈસાનું મૂલ્ય પણ ન હોય. એ નબીરા પછી પૈસાના ઘમંડમાં કંઈ પણ કરે અને ઘણાખરા કિસ્સામાં જોવા મળે છે એમ, સાવ સામાન્ય માણસ એનો ભોગ બને.
છેલ્લા એક-દોઢ મહિના દરમિયાન મહારાષ્ટ્રમાં દારૂના નશામાં કોઈ જુવાનિયાએ અકસ્માત કર્યો હોય એવા ત્રણ-ચાર કેસ બહુ ગાજ્યા. દેશમાં આમ તો બધે જ આવા કિસ્સા બનતા રહે છે. પૈસા અને જુવાનીના તોરમાં દારૂનો નશો ભળે, એમાં બેફામ ડ્રાઈવિંગથી કોઈનો જાન જાય. વર્ષોનાં વર્ષ કેસ ચાલે રાખે અને પછી બધું ભુલાઈ જાય. મૃતકના પરિવાર ન્યાયની વાંઝણી આશા રાખીને બેસી રહે. એમને મળે તો બસ, સરકાર તરફથી એક-બે લાખ રૂપિયાની મદદ.
આવી વૈભવી કાર ચલાવતા નબીરાથી અકસ્માત થાય તો વળતરની રકમ એની પાસેથી જ કેમ વસૂલ ન થાય?
સરકારી ભાષામાં આવી ચુકવણીને એક્સ-ગ્રેશિયા તરીકે ઓળખવામાં આવે છે. અકસ્માત કરે કોઈ, પણ મૃતકના પરિવારને વળતરના નામે મદદ આપે સરકાર. રાજકોટના કોઈ મેળામાં આગ લાગે ને એકસોથી વધુ લોકો જીવતા ભૂંજાઈ જાય એમાં આર્થિક સહાય આપે સરકાર. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક બાબાના આશ્રમમાં ભીડભાડને કારણે સો-એકસો વીસ જણ ચગદાઈને ઈશ્વરશરણ થાય તો મૃતકોના કુટુંબીજનોને એક-બે લાખનું વળતર સરકાર આપે. ક્યાંક કોઈક ઠેકાણે લઠ્ઠો કે વિખારી બની ગયેલો દારૂ પીને પચ્ચીસ-પચાસ જણ ખપી જાય તો પણ માનવતાના ધોરણે સરકારશ્રી એ દરેકના પરિવારને આર્થિક મદદ પહોંચતી કરે.
Denne historien er fra July 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.