અમદાવાદમાં એક પરિવારના આઠ-દસ સભ્યો મોજથી રવિવારે બેઠા છે. એમાં વળી કોઈ પ્રસ્તાવ મૂકે છે કે આજે તો પિઝા પાર્ટી થઈ જાય. પછી ચાલે પૂછપરછઃ ક્યાં જઈશું? અથવા ક્યાંથી મગાવીશું? ક્યાંના પિઝા બેસ્ટ? કોઈ મમરો મૂકે છેઃ ‘ગૂગલ’ પર જોઈ લઈએ? ત્રણ મિનિટમાં નિર્ણય લેવાઈ જાય છેઃ આંબાવાડી વિસ્તારમાં સેલ ઍન્ડ પેપ સ્વાદિષ્ટ પિઝા પીરસે છે...
હવે જરા આ જુઓ, બકુભાઈ મુંબઈથી અમદાવાદ જવા બોરીવલીથી વંદે ભારત પકડે છે. સીટ પર ગોઠવાતાં જ એ પહેલું કામ મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકવાનું કરે છે. એમના કમ્પાર્ટમેન્ટમાં કોઈ ફોન તો કોઈ લૅપટૉપ ચાર્જિંગમાં લગાવીને બેઠા છે. ટ્રેન અમદાવાદ પહોંચશે ત્યાં સુધીમાં આ મુસાફરોએ ગણી શકાય નહીં એટલો ડેટા એમના ડિજિટલ ડિવાઈસથી જનરેટ કરી લીધો હશે.
અભ્યાસુઓનું કહેવું છે કે અત્યારે એક ઈન્ટરનેટ વપરાશકાર સરેરાશ દર સેકન્ડે ૧.૭ એમબી જેટલો ડેટા જનરેટ કરી રહ્યો છે (અને જગતમાં અત્યારે આશરે ૫.૪૫ અબજ-આશરે સાડા પાંચસો કરોડ જેટલા ઈન્ટરનેટ વપરાશકારો છે) એટલે કે જગતમાં દરરોજ ૪૦૦ ટ્રિલિયન એમબી (આશરે ૦.૪ ઝેટા બાઈટ્સ)થી વધુ ડેટા જનરેટ થઈ રહ્યો છે. ૨૦૧૮ના આખા વર્ષમાં બે ઝેટા બાઈટ્સ ડેટા સર્જાયો હતો, એ ૨૦૨૩માં ૧૨૦ ઝેટા બાઈટ્સ થઈ ગયો છે.
એમાં મોટી સમસ્યા છે ડાર્ક ડેટાની અર્થાત્ એટલે એવો ડેટા જે ટેક્નોલૉજીની વિરાટ સંસ્થાઓ ભેગો કરીને એમનાં મસમોટાં ડેટા સેન્ટર્સમાં સ્ટોર કરે છે, પણ એનો કશો વપરાશ થતો નથી. આમાં સૌથી મોટું પ્રમાણ મશીન ડેટા, સર્વર લોગ ફાઈલ્સ, સોશિયલ મિડિયા ડેટા, ડાઉનલોડ્સ, સ્પામ ઈ-મેલ્સ, કૉલ રેકૉર્ડ્સ, ગૂગલદેવની ડ્રાઈવ પર અપલોડ રહેતા આપણા ફોટા, એક્સેલ ફાઈલ્સ, ભૂલથી બનીને પડી રહેતી ફાઈલ્સ, વગેરે દરેક પ્રકારના ડેટા ભરચક જથ્થામાં સર્વરોમાં ભાર બનીને જમા થઈ રહ્યા છે.
Denne historien er fra September 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જલસાઘર
...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?
સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?
શૅરબજારમાં રિટેલ પાવરનું જોર વધી રહ્યું હોવાનાં કારણો જાણવાં-સમજવાં મહત્ત્વનાં છે. કેમ રિટેલ ઈન્વેસ્ટર્સ વર્ગ વધુ સક્રિય થયો છે? ફોરેન ઈન્વેસ્ટર્સની સામે આપણા ભારતીય રોકાણકારોની શક્તિ વધે એમાં કોનું હિત છે? આમાં સમજવા અને ભળવા જેવું ખરું...
રોક્યા એ રોયા...
‘લાલચ બહોત બૂરી બલા હૈ...’ એ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. તેમ છતાં ‘એકના બે’ કે ‘એકના ચાર’ કરી આપવાની ઑફર કાને પડતાં જ આપણે એ માટે લલચાઈએ તો છીએ જ. હમણાં ગુજરાતમાં બહુ ગાજતું ‘બીઝેડ’નું છેતરપિંડી પ્રકરણ આપણી આવી વૃત્તિનું પરિણામ છે. આવું અગાઉ પણ થયું છે અને હજીય અટકવાનું તો નથી જ.
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.