આનોખી-અનોખી, લાગણીનીતરતી સત્ય કથાનાં મૂળિયાં છે અમરેલી જિલ્લામાં. કવિ કલાપીના લાઠી નજીકનું પાડરશિંગા ગામ. અહીં રહેતા હરજીભાઈ પરમાર પરિવારનું પોષણ કરવા સાઈકલનું પંક્ચર રિપેર કરતા. રોજનું કમાવાનું ને રોજનું ખાવાનું. પત્ની દિવાળીબહેન જેમ-તેમ કુટુંબનો ગુજારો કરે. પરમારપરિવારમાં ચાર દીકરી. એમાંની એક, નીલમના બન્ને પગ વળીને શરીર સાથે ચોંટેલા, પોલિયોગ્રસ્ત સ્થિતિમાં હતા. બાળપણથી આવી સ્થિતિ ધરાવતી નીલમને લઈને પિતા અનેક હૉસ્પિટલમાં ફર્યા, પણ પરિણામ શૂન્ય... કુટુંબની સૌથી નાની દીકરી રેખાથી પિતાની વેદના, સ્થિતિ સહન થતી નહોતી. એણે મોટી બહેન નીલમને ચાલતી કરવાની પ્રતિજ્ઞા લીધી.
એક દિવસ રેખાને ખબર પડી કે રાજસ્થાનના ઉદયપુરમાં બહેન નીલમ જેવા દિવ્યાંગોને સાજા કરવા એક સંસ્થા કાર્યરત છે. તરત એ ૧૫૦૦ રૂપિયા અને બહેનને લઈને નીકળી પડી ઉદયપુરની વાટે... પછી? પછી શું થયું?
જવાબ આપતાં રેખા પરમાર પ્રિયદર્શિનીને કહે છેઃ એક તો અમે બન્ને બહેનો પહેલી વાર ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરતાં હતાં. જૂનાગઢથી અમદાવાદ અને ત્યાંથી ઉદયપુર જતી ટ્રેન લેવા કાળુપુર સ્ટેશને રાતે કલાકો સુધી બેસી રહેવું પડે. નીલમબહેનને વૉશરૂમ સુધી લઈ જવી, એને ખવડાવવાનું, બે હાથે ઊંચકીને એને ટ્રેનમાં ચડાવવાની, એ માટે હાથ જોડી લોકો પાસે મદદ માગવાની... ટ્રેનમાં બેસી જવાય પછી ગાડી ચાલે ત્યારે હાશકારો થાય. જેમ-તેમ આખી રાતની મુસાફરી કરી અમે ઉદયપુર પહોંચ્યાં તો પહેલાં તો નારાયણ સેવા સંસ્થાના દરવાને અંદર પ્રવેશવાની જ ના પાડી દીધી. જો કે ખૂબ લાંબેથી આવ્યાં છીએ એવી ખબર પડતાં એણે પ્રવેશ આપ્યો અને અમારો વારો જલદી આવ્યો. ત્યારે ખબર નહોતી કે પ્રક્રિયા ખૂબ લાંબી ચાલશે.’
નીલમનું ઑપરેશન તો થયું, પણ દર ૧૫થી ૩૦ દિવસે તબક્કાવાર ત્યાં ફોલોઅપ માટે જવું પડતું. એક વર્ષ સુધી આ કપરો ક્રમ ચાલુ રહ્યોઃ અમરેલીથી જૂનાગઢ, ત્યાંથી અમદાવાદ, અમદાવાદથી ઉદયપુર જવાનું. કાળુપુર સ્ટેશને પ્લૅટફૉર્મ બદલવાનાં, ટ્રેન બદલવાની, એ પણ સામાન અને પ્લાસ્ટરવાળા પગે ચાલી ન શકે એવી સ્થિતિમાં બહેન સાથે. આ પરિસ્થિતિમાં જતાં-આવતાં અનેક વાર બન્ને બહેનોને રડવું આવી જતું, પણ આત્મવિશ્વાસ અને હિંમત વધતાં જતાં હતાં.
Denne historien er fra September 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.