ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...
Chitralekha Gujarati|October 21, 2024
આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ અને ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાનું માનીએ છીએ, પણ તો પછી સેંકડો-હજારો ગૌમાતા સડક પર રઝળે કેમ છે? આ મૂકજીવની અવદશા બદલવાનો શું છે રસ્તો?
કૌશિક મહેતા
ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...

ડિયર નૅચર,

વેદોમાં કહેવાયું છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ ગાય આખા વિશ્વની માતા છે.

બીજો એક શ્લોક છે માતર: સર્વભૂતાનાં પાવ: સર્વસુખ: એટલે કે ગાય બધાં પ્રાણીઓની માતા ગણાય છે અને એ બધાંને સુખ આપે છે.

પણ સવાલ એ છે કે બધાંની માતા અને બધાંને સુખ આપતી એવી આ ગાય રસ્તે કેમ રઝળે છે? એક આંકડા મુજબ ભારતમાં રોજ રસ્તે રઝળતાં ૫૦ પશુની હત્યા થાય છે. એક બાજુ આપણે ગાયને પૂજીએ છીએ અને એમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે એવું માનીએ છીએ. તો પછી આ ગૌમાતાની હાલત દયનીય કેમ છે? રસ્તાઓ પર વચ્ચોવચ બેસતી ગાય આપણા માટે નડતર બની છે. આવું કેમ?

હિંદુ સંસ્કૃતિમાં ગાયનું આટલું બધું મહત્ત્વ દર્શાવાયા છતાં ગાય રઝળે છે. આ એક સમસ્યા છે અને એનો એક સીધોસાદો જવાબ છે, ગોપ્રવાસન એટલે કે કાઉ ટૂરિઝમ. આ શબ્દ જરા અજાણ્યો લાગશે. એ આપણા કાને બહુ ઓછો પડ્યો છે, પણ આ શબ્દ કાને વધુ ને વધુ પડે એ જરૂરી છે અને એ શબ્દની વિભાવના સાકાર થાય તો એક પણ ગાય રસ્તે રઝળશે નહીં.

આ શબ્દને સાકાર કરવા રાજકોટના ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભ કથીરિયાએ બહુ મહેનત કરી છે. એ ગુજરાત ગૌસેવા આયોગના ચૅરમૅન હતા ત્યારે (૨૦૧૮માં) એમણે ગૌપ્રવાસનનો વિચાર વહેતો કર્યો હતો. પછી એ રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચૅરમૅન બન્યા ત્યારે દેશભરમાં ગૌપ્રવાસન વિકસે એ માટે એમણે એક યોજનાની જાહેરાત પણ કરી હતી. જો કે કમનસીબે કામધેનુ આયોગને તાળાં લાગી ગયાં અને ગુજરાત ગૌસેવા આયોગની હાલત પણ સારી નથી.

ગોપ્રવાસન માટે દેશનાં કેટલાંક રાજ્યોની પસંદગી પણ થઈ હતી. યોજના એવી હતી કે દેશભરમાં ૪૦૦ જેટલાં ગોપ્રવાસન કેન્દ્રો સ્થપાય અને એ ખાનગી ભાગીદારીથી થાય. સરકાર આવા એક કેન્દ્ર માટે બે કરોડ રૂપિયાની સબસિડી આપે. ધાર્મિક સ્થાનો કે જ્યાં ગોશાળા છે એ અથવા તો કોઈ સેવાભાવી સંસ્થા આ યોજનામાં જોડાઈ શકે. ડૉ. કથીરિયાનું કહેવું હતું કે આપણે ધાર્મિક, મનોરંજક અને સાહસિક પ્રવાસન વિકસાવીએ છીએ એ જ રીતે ગૌપ્રવાસન વિકસાવી શકાય એમ છે.

Denne historien er fra October 21, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 21, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

બચ્ચન@૮૨

time-read
2 mins  |
October 21, 2024
છોડા-છોડી પૈણું પૈણું કેમ કરતાં નથી?
Chitralekha Gujarati

છોડા-છોડી પૈણું પૈણું કેમ કરતાં નથી?

આજના યુવાવર્ગનો લગ્નસંસ્થામાં રસ ઘટી રહ્યો છે એટલે જતેદહાડે આ વ્યવસ્થા જ નીકળી જશે.

time-read
3 mins  |
October 21, 2024
તન કી શક્તિ... મન કી શક્તિ
Chitralekha Gujarati

તન કી શક્તિ... મન કી શક્તિ

કસરત એ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે.

time-read
2 mins  |
October 21, 2024
આ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા જાણો છો?
Chitralekha Gujarati

આ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા જાણો છો?

ઘડિયાળના કાંટે જ ખાવાનું અને બાકીનો સમય પેટમાં કશું નહીં પધરાવવાનું... આ પ્રયોગ કરવા જેવો છે.

time-read
2 mins  |
October 21, 2024
ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?
Chitralekha Gujarati

ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?

ઉંમર સૌની વધવાની છે, વૃદ્ધાવસ્થા સૌની આવવાની છે, પણ એ આવશે અથવા આવી ગઈ એવા ભયના ઓથાર હેઠળ શું કામ જીવવું, ભલા?

time-read
6 mins  |
October 21, 2024
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...
Chitralekha Gujarati

બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...

ઉત્તર ગુજરાતના આ જિલ્લાને વ્યસનમુક્ત અને બાળકોને સંસ્કારયુક્ત બનાવવાની અનેરી ઝુંબેશ બે જૈન મુનિએ અઢી વર્ષથી આદરી છે. સ્થળનાં નામ બદલવાના શોખ સામે જિલ્લાની ઓળખ બદલવાનો કેવો છે આ પરમાર્થભર્યો પરિશ્રમ?

time-read
4 mins  |
October 21, 2024
શતાયુ ‘કુમાર’ને અનોખી-ચિરંજીવ ખેત
Chitralekha Gujarati

શતાયુ ‘કુમાર’ને અનોખી-ચિરંજીવ ખેત

એક સામયિક એકસો વર્ષ પૂરાં કરે અને એ સામયિકની શતાબ્દી-સફર દરમિયાનના વિશેષ લેખો અલગ રીતે ગ્રંથસ્થ થાય એ તો ‘સોને પે સુહાગા’ જેવું થયું કહેવાય. સુરતના ‘લાતીર્થ’ ટ્રસ્ટે ‘કુમાર’ સામયિકના શિલ્પ-સ્થાપત્ય-કળા-કસબ વિષયક અંકોનાં પાંચ પુસ્તક તૈયાર કર્યાં છે. કોઈ સામયિક પર આવા દળદાર ગ્રંથ પ્રકાશિત થાય એ ગુજરાતી પ્રજા ગર્વ લઈ શકે એવી વિરલ સાંસ્કૃતિક ઘટના છે.

time-read
2 mins  |
October 21, 2024
કુમારઃ સદીને આંબતું સામયિક
Chitralekha Gujarati

કુમારઃ સદીને આંબતું સામયિક

એકસો વર્ષ પહેલાં ‘ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાવાક્ય સાથે શરૂ થયેલા ‘કુમાર’નું મુદ્રાચિત્ર હતું (અને છે)-એક હાથમાં લગામ, બીજા હાથમાં ભાલો ધારીને યુવાઊર્જાના પ્રતીક સમો થનગનતો ઘોડેસવાર. પ્રવેશાંકમાં આહવાન હતું કે ‘કુમાર-કુમારીમાંથી, જેઓ ઊછરતા લેખકો હશે એમને અમે યોગ્યતા પ્રમાણે સ્થાન આપીશું, કારણ કે અમારી ઈચ્છા છે કે આ માસિક વાંચનારાનાં હૃદયનું પ્રતિબિંબ બની રહે.’ યુવાવર્ગમાં સંસ્કારસિંચનના ઉદ્દેશથી શરૂ થયેલું આ માસિક કાળની થપાટ ખમતું, ત્રણેક વરસના અંતરાલને બાદ કરતાં અવિરત પ્રકાશિત થતું રહ્યું. રવિશંકર રાવળથી પ્રફુલ્લ રાવલના તંત્રીપદ હેઠળ ગુણવત્તાયુક્ત, વૈવિધ્યસભર વાંચનસામગ્રીથી ત્રણ-ચાર પેઢીને વિચારસમૃદ્ધ કરતું રહ્યું. કિશોર-કિશોરીનાં સંસ્કારસંવર્ધન અને ઘડતરમાં અનન્ય પ્રદાન ધરાવતા ‘કુમાર’ના જન્મની, ક્રમબદ્ધ વિકાસની તથા અનેક વિપરીતતા વચ્ચે લક્ષ્ય ટકાવી રાખવાના સંઘર્ષની કથા બડી રસપ્રદ છે.

time-read
6 mins  |
October 21, 2024
ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...
Chitralekha Gujarati

ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...

આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ અને ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાનું માનીએ છીએ, પણ તો પછી સેંકડો-હજારો ગૌમાતા સડક પર રઝળે કેમ છે? આ મૂકજીવની અવદશા બદલવાનો શું છે રસ્તો?

time-read
4 mins  |
October 21, 2024
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...
Chitralekha Gujarati

જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...

લુડો ગેમ જીવનના પાસા ભલે આપણા હાથમાં હોય, પણ એ આપણને શું બતાવશે એ આપણા હાથમાં નથી. નસીબનું બીજું કોઈ નામ આપવું હોય તો પાસા આપી શકાય. ગમે ત્યારે ગમે તે પાસા પડે અને આપણે એ પ્રમાણે રમવું પડે છે.

time-read
5 mins  |
October 21, 2024