મહાનગર મુંબઈમાં વસતા અને ઉચ્ચ સરકારી હોદ્દા પર બિરાજતા અનિકેતભાઈ અને એમનાં પત્ની સાધનાબહેને લગ્નનાં ૩૫ વર્ષ બાદ છૂટાં પડવાનું નક્કી કર્યું. છૂટાં પડવાનો નિર્ણય, જો કે સાધનાબહેનનો છે. સ્વ માટે, સમાજ માટે, સંતાનો માટે આ અઘરો નિર્ણય છે, પરંતુ બીજો ઉપાય નહોતો.
સરકારી નોકરી હોવાને કારણે અનિકેતભાઈની વારંવાર બદલી થયા કરે. છેલ્લા સાડા ત્રણેક દાયકાથી વિવિધ શહેરોમાં સાધનાબહેન બે સંતાનો સાથે ઍડ્જસ્ટ કરતાં રહ્યાં. પતિનો જિદ્દી, ગુસ્સાવાળો અને રંગીલો સ્વભાવ પણ સહન કર્યો. વારંવાર થતી બદલીની અકળામણનો ભોગ સાધનાબહેનને જ બનવું પડતું. આમ છતાં બાળકો માટે એ મુશ્કેલી વેઠીને અનિકેતભાઈ સાથે રહ્યાં, પરંતુ એક દિવસ તો અનિકેતભાઈએ બધી જ મર્યાદા વટાવી... અને સાધનાબહેન પાસે ડિવોર્સ સિવાય બીજો કોઈ ઉકેલ ન રહ્યો.
દાંપત્યજીવનમાં ક્યારેક નાની નાની વાતે થતા ઝઘડા મોટી ઉંમરે થયેલાં પતિ-પત્ની એ સમયે છૂટાં થવાનું વિચારે છે. ખરેખર તો
એવું તે શું બન્યું કે સાધનાબહેને ઢળતી ઉંમરે ડિવોર્સ જેવો નિર્ણય લેવો પડ્યો? આ સવાલનો જવાબ મેળવીએ એ પહેલાં થોડાં સપ્તાહ પહેલાં ગાજેલા એક કિસ્સાની વાત. આ કિસ્સો એટલે દિલીપ કુમાર-સાયરા બાનુના છૂટાછેડા. ચોંકવાની જરૂર નથી. વાત ટ્રેજેડી કિંગ અભિનેતા દિલીપ કુમારની નહીં, પણ પ્રખ્યાત સંગીતકાર એ.આર. રેહમાનની છે. વર્ષો અગાઉ ધર્મપરિવર્તન કરનારા અલ્લા રખા (એ.આર.) રેહમાનનું મૂળ નામ દિલીપ હતું. ગયા મહિને રેહમાન–સાયરા બાનુએ પરસ્પર સંમતિથી ૨૯ વર્ષ જૂના સંબંધનો અંત આણ્યો. તે વખતે સમાચાર આવ્યા કે રેહમાન-સાયરા બાનુના ગ્રે ડિવોર્સ.
ઘણાને થાય કે ડિવોર્સ એટલે ડિવોર્સ. એમાં વળી રંગ (ગ્રે) ક્યાંથી ભળી ગયો?
અમેરિકન સંસ્કૃતિમાંથી આવેલા આ શબ્દનો અર્થ છેઃ મોટી ઉંમરે પતિપત્ની છૂટાં પડે એ ગ્રે ડિવોર્સ. મૂળ ગ્રે શબ્દ સફેદ વાળમાંથી આવેલો છે, જે સૂચવે છે કે વાળમાં સફેદી આવી ગયા બાદ, પંચાવન કે એથી મોટી ઉંમરે લીધેલા છૂટાછેડા. ત્યારથી ચોમેર ગ્રે ડિવોર્સ... ગ્રે ડિવોર્સ ગાજવા માંડ્યું.
અનિકેતભાઈ-સાધનાબહેનના પણ ગ્રે ડિવોર્સ છે. થોડા સમય પહેલાં અનિકેતભાઈની બદલી પુણેમાં થઈ. આ દરમિયાન એમણે ઉંમરમાં પોતાનાથી ૨૦ વર્ષ નાની યુવતી સાથે સંબંધ બાંધ્યો. સાધનાબહેન માટે આ આઘાત જીરવવો કપરો હતો. બન્ને સંતાનો લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયાં હતાં.
Denne historien er fra December 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.