કમાતી સાસુ વહુ ઘરેલુ કેવી રીતે નિભાવશો
Grihshobha - Gujarati|April 2023
જ્યારે સાસુ કમાતા હોય અને વહુ ઘરેલુ હોય તો મોટાભાગે બંનેના અહમ્ વચ્ચે ટકરાવ થાય છે. આ સ્થિતિમાં કેટલીક વાતનું ધ્યાન રાખીને ઘરની શાંતિ જાળવી શકાય છે..
કમાતી સાસુ વહુ ઘરેલુ કેવી રીતે નિભાવશો

કુમકુમ ભટનાગર ૫૫ વર્ષના છે, પરંતુ દેખાવે ૪૫થી વધારેના નથી લાગતા. તેઓ સરકારી કર્મચારી હોવાની સાથે ખૂબ ફિટ છે. તેઓ સ્ટાઈલિશ કપડાં પહેરે છે અને પૂરા આત્મવિશ્વાસ સાથે જીવે છે.

લગભગ ૨૫ વર્ષ પહેલાં પતિના કહેવા પર તેમણે સરકારી સ્કૂલના ટીચરના પદ માટે અરજી કરી હતી. તેઓ ગ્રેજ્યુએટ હતા અને તેમણે કમ્પ્યૂટર કોર્સ કર્યો હતો, આ કારણસર તેમને જલદી નોકરી મળી ગઈ. પછી કુમકુમ પૂરા ઉત્સાહ સાથે કામમાં લાગી ગયા હતા.

તે સમયે દીકરો નાનો હતો, પરંતુ સાસુ અને પતિના સહયોગથી બધા કામ સરળ થઈ ગયા હતા. સમયની સાથે તેમની નોકરીમાં પ્રગતિ થતી ગઈ.

આજે કુમકુમ પોતે એક સાસુ છે. તેમની વહુ પ્રિયાંશી ભણેલીગણેલી અને સમજદાર છોકરી છે. જોકે કુમકુમ પણ આવી જ વહુ ઈચ્છતા હતા. તેમણે જાણીજોઈને નોકરિયાત નહીં, પરંતુ ઘરેલુ છોકરીને પોતાની વહુ બનાવી હતી, કારણ કે તેમને ડર હતો કે જો સાસુવહુ બંને ઓફિસ જશે તો પછી ઘર કોણ સંભાળશે?

પ્રિયાંશી પણ ખૂબ મિલનસાર અને સુઘડ વહુ સાબિત થઈ હતી. તે ઘરના કામકાજ ખૂબ વ્યવસ્થિત રીતે કરતી હતી, પરંતુ પ્રિયાંશીના દિલમાં ક્યાંક ને ક્યાંક એક સણકો રહેતો હતો કે તેની સાસુ રોજ સજીધજીને ઓફિસ ચાલ્યા જાય છે અને તે ઘરની ચાર દીવાલ વચ્ચે કેદ રહે છે.

જોકે જોબ ન કરવાનો ઈરાદો તેનો શરૂથી રહ્યો હતો, પરંતુ હવે સાસુને જોઈને તેને હીનભાવના થઈ રહી હતી. કુમકુમ પોતાના રૂપિયા દિલ ખોલીને પોતાની પર ખર્ચ કરતા હતા. ક્યારેકક્યારેક વહુદીકરા માટે પણ થોડીક ભેટ લાવતા હતા. તેમ છતાં વહુને હંમેશાં પૈસા માટે પતિ સામે હાથ ફેલાવવો પડતો હતો. આ અસંતોષ ધીરેધીરે પ્રિયાંશીના મગજ પર હાવી થવા લાગ્યો. તેની સાહેલીઓ પણ તેને આ બાબતે ઉશ્કેરવા લાગી હતી.

પરિણામ એ આવ્યું કે પ્રિયાંશી ચીડિયલ થતી ગઈ. પછી સાસુની કોઈ પણ વાત પર તે ચિડાવા લાગી અને ઘરમાં ઝઘડા થવા લાગ્યા. એક હેપી ફેમિલી થોડા જ સમયમાં ફરિયાદી ફેમિલીમાં ફેરવાઈ ગયું.

Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024