જરૂરી છે ટુવાલ હાઈજીન
Grihshobha - Gujarati|April 2023
સ્વચ્છ ટુવાલ આપણા શરીર માટે કેટલો જરૂરી છે તે વિશે એક વાર જરૂર જાણો..
જરૂરી છે ટુવાલ હાઈજીન

આપણે દરરોજ નહાતી વખતે પોતાની સ્કિનની સાફસફાઈનું પૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ, બોડીને સ્ક્રબ કરીએ છીએ, સાબુ ઘસીએ છીએ, જેથી શરીરમાંથી દુર્ગંધ ન આવે અને શરીર સ્વચ્છ રહે, પરંતુ શું તમે ક્યારેય પોતાના ટુવાલ પર ધ્યાન આપ્યું છે? તેને તમે છેલ્લી વાર ક્યારેય ધોયો હતો? ૧ અઠવાડિયા પહેલાં કે પછી ૧૫ દિવસ પહેલાં?

આશ્ચર્યમાં પડી ગયાને કે બોડીની સાફસફાઈનું ધ્યાન દ૨૨ોજ રાખીએ છીએ, પરંતુ જેનાથી બોડીને લૂછીએ છીએ તેનું શું? પરંતુ તમારા માટે એ વાત જાણવી ખૂબ જરૂરી છે કે જે રીતે બોડીને સ્વચ્છ રાખવી જરૂરી છે, તે જ રીતે ટુવાલને સ્વચ્છ રાખવો ખૂબ જરૂરી છે.

આવો અહીં જાણીએ કે કેમ જરૂરી છે ટુવાલની સફાઈ અને તેને સાફ કેવી રીતે કરશો?

ટુવાલને જરૂર સૂકવો

સૌથી જરૂરી વાત તમારે સમજવી પડશે, તે એ છે કે જો તમે રોજ તમારા બાથ ટુવાલને નથી ધોઈ શકતા તો તેમાં બેક્ટેરિયાને ઊછરતા રોકવા માટે જરૂરી છે કે તમે તેનો યૂઝ કર્યા પછી તેને ડ્રાય થવા માટે સૂર્યપ્રકાશમાં જરૂર સૂકવો, જેથી બેક્ટેરિયાને ઊછરવા માટે તેમાં મોઈશ્ચર ન રહે. તેનાથી તમે મહ્દઅંશે સંક્રમિત થવાથી બચી શકો છો, પરંતુ તેનો એ અર્થ નથી કે તમારે ટુવાલને ધોવાની જરૂર નથી.

દર ૨-૩ વોશ પછી ટુવાલની સફાઈ જરૂરી

ભલે ને વાત હોય બાથ ટુવાલની, ફેસ ટુવાલની કે પછી હેન્ડ ટુવાલની તેને થોડાંથોડાં સમયના અંતરે ક્લીન કરવા જરૂરી છે, નહીં તો તમે સ્વયંને સંક્રમિત થતા નહીં બચાવી શકો, કારણ કે ટુવાલ સ્કિન પરથી ડ્રાય ડેડ સ્કિન તથા પરસેવાને સ્વયંમાં સમેટવાનું કામ કરે છે. તેથી જરૂર છે કે ટુવાલને દ૨ ૨-૩ વોશ પછી ધોવાની અને સારી રીતે સૂકવવાની.

કેવી રીતે ક્લીન કરશો: બાથ ટુવાલને સારી રીતે સાફ કરવા માટે પાણીમાં ડિટર્જન્ટ નાખીને તેમાં થોડો વિનેગર પણ એડ કરો. આ દ્રાવણમાં ટુવાલ પરના બધા બેક્ટેરિયા સરળતાથી નષ્ટ થશે અને તમારો ટુવાલ જર્મ ફ્રી બનશે અને તેમાં ભીનાશના લીધે આવેલી દુર્ગંધ પણ દૂર થાય છે. આ જ રીતે તમે બેકિંગ સોડાથી પણ ટુવાલને જર્મ ફ્રી બનાવી શકો છો. તેને ધોયા પછી તાપમાં જરૂર સૂકવો, જેથી તેમાં રહેલો ભેજ સંપૂર્ણ રીતે દૂર થાય.

Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024