સરેરાશ વયસ્ક વ્યક્તિના માથામાં લગભગ ૧ લાખથી દોઢ લાખ વાળ હોય છે, ‘અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજિસ્ટ’ ના જણાવ્યા અનુસાર પ્રતિદિન ૫૦ થી ૧૦૦ વાળનું ખરવું સામાન્ય છે, પરંતુ જો તમારા વાળ વધારે ખરતા હોય અને ગુચ્છામાં નીકળતા હોય તો સમજી જાઓ કે તમારા વાળ ખરવા લાગ્યા છે. જો સમયસર આ સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો પરિણામ સ્વરૂપ તમને ટાલ પડવાની ભેટ મળી શકે છે.
મહિલાઓમાં ટાલ પડવાની સમસ્યા ખૂબ ઓછી જોવા મળે છે, પરંતુ વધારે સમય સુધી વાળ ખરવાની સમસ્યા જળવાઈ રહેવાથી પીડિતના વાળ પાતળા અને નાના થઈ જાય છે, તેથી સમય રહેતા પોતાની ચિંતા કરો, તેની કાળજી લો અને જો વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો તેના કારણ સમજવાના પ્રયાસ કરો.
હકીકતમાં, વાળ ખરવાની સમસ્યા મોટાભાગે અયોગ્ય હે૨કેર રૂટિન, યોગ્ય ડાયટ ન લેવા અને સ્કેલ્પ સાથે જોડાયેલી બીમારીના લીધે થાય છે. જો મનમાં કોઈ પણ પ્રકારની તાણ હોય તો વાળ ઓછા થઈ જાય છે.
વાળ ખરવાની પેટર્ન
માથા પરથી ધીરેધીરે વાળ ખરવા : આ વાળ ખરવાનો સૌથી સામાન્ય પ્રકાર છે. વાળ ખરવાની આ સમસ્યા વધતી ઉંમરની સાથે લોકોને પ્રભાવિત કરે છે. પુરુષોમાં મોટાભાગે માથા પર હેરલાઈન પરથી વાળ ખરવા લાગે છે, પરંતુ મહિલાઓ સાથે આવું નથી થતું. તેમના પૂરા વાળ ઓછા થવા લાગે છે.
ગોળાકારમાં વાળ ખરવા : કેટલાક લોકોમાં ગોળાકારમાં વાળ ખરવાની સમસ્યા થાય છે. આ સમસ્યામાં કેટલાક લોકોને માથા પર સિક્કાના આકારમાં ગોળાકારમાં વાળ ખરે છે.
સામાન્ય સ્પર્શ કરવાથી પણ ગુચ્છામાં વાળ ખરવા : કેટલાક લોકોને એકસાથે અનેક વાળ તૂટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં વાળ ગુચ્છામાં તૂટતા હોય છે, જેથી ટાલ ઝડપથી પડવા લાગે છે. જોકે આ સમસ્યા ખૂબ જલદી ઠીક થઈ જાય છે. વાળ સાથે જોડાયેલ આ સમસ્યા કોઈ વ્યક્તિ કોઈ ગંભીર અને લાંબા સમય સુધી શારીરિક સમસ્યાનો સામનો કરતો હોય ત્યારે થતી હોય છે.
પૂરા શરીર પરથી વાળ ખરવા : કેટલાક લોકોને પૂરા શરીર પરથી વાળ ખરવાની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં આકસ્મિક શરીર પરથી વાળ ખરવા શરૂ થાય છે. કેટલાક ચિકિત્સીય ઉપચાર જેમ કે કેન્સર માટે કીમોથેરપિથી પણ પૂરા શરીર પરથી વાળ ખરવા લાગે છે. પછી સામાન્ય રીતે વાળ ફરીથી ઊગવા લાગે છે.
Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો