આજે વહેલી સવારે મોર્નીગ વોકપર |જતી વખતે સામે રહેતા ભાભી સાથે લિફ્ટમાં મુલાકાત થઈ ગઈ.
સામાન્ય રીતે ૯ વાગ્યા સુધી નિંદ્રાધીન રહેતા સાસુવહુને આટલી વહેલી સવારે સજીધજીને જતા જોઈ હું ચોંકીને બોલી, “અરે, આજે આટલી વહેલી સવારે ક્યાં જાઓ છો?’’
“આજે શીતળા સાતમ છે. પૂજા કરવા નજીકના મંદિરે જઈ રહ્યા છીએ.'' હાથમાં પૂજાની થાળી તરફ ઈશારો કરતા તે બોલી અને પછી બંને કારમાં બેસીને પૂજા કરવા ગયા, હું વિચારમાં પડી કે આજના સમયમાં પણ આ શિક્ષિત મહિલાઓ શીતળા જેવી બીમારીના કોપથી બચવા શીતળા સાતમની પૂજા કરીને ૧ દિવસ પહેલાં બનેલું ખાવાનું ખાય છે.
આ જ રીતે બીજું એક વ્રત છે વટ સાવિત્રી, જેમાં મહિલાઓ યમદૂત સામે લડીને પણ પોતાના પતિને પરત લાવનાર સાવિત્રી દેવીની પૂજા વડ નીચે બેસીને કરે છે. આ દિવસે પણ તમામ યુવા મોડર્ન મહિલાઓ જે ક્યારેક લો-ટીશર્ટ અને જીન્સટોપ ઉપરાંત બીજા કોઈ વસ્ત્રોમાં દેખાતી નથી, પરંતુ આ બધી સિંદૂરથી લાંબીલાંબી માંગ ભરીને, હાથમાં બંગડીઓ અને સાડી પહેરીને સોળ શણગાર સજેલી દેખાય છે.
ઘરેલુ અંધશ્રદ્ધા
આગ્રા શહેરના જાણીતા સર્જનની ૩૫ વર્ષની પત્ની સુમેધા એક પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. હરતાલિકા વ્રતમાં પોતાના ઘરની પૂજાના સુખદ સંભારણા વ્યક્ત કરતા કહે છે, “એપાર્ટમેન્ટની બધી મહિલાઓ અમારા ઘરે એકસાથે પૂજા કરે છે. નિર્જળ વ્રત કરવાથી શરીર રાત સુધીમાં જવાબ આપી દે છે. જોકે રાત્રિ જાગરણ કરવું આ પૂજામાં જરૂરી હોય છે, તેથી અમે બધા મળીને ભજન કરીએ છીએ, જેનાથી જાગરણ ખૂબ સરળ થઈ જાય છે.’’
આ વ્રતને એક તરફ મહિલાઓ પોતાના સુખદ દાંપત્ય માટે જ્યારે કુંવારી છોકરીઓ સારો પતિ એટલે કે તેમણે પણ શંકર જેવો વર પ્રાપ્ત થાય.
આ મુખ્ય વ્રત ઉપરાંત બિહારની છઠ પૂજા, કરવા ચોથ, સોળ સોમવાર, મકર સંક્રાંતિ, અનંત ચતુર્દશી, નવરાત્રિ સંતાન સપ્તમી, હળછઠ્ઠ અને મહાશિવરાત્રિ જેવી અનેક પૂજાઓ છે, જેમાં મોટાભાગની મહિલાઓ ક્યારેક વડનું ઝાડ, ક્યારેક ચંદ્રમા, ક્યારેક સૂર્ય, ક્યારેક બીલીપત્ર તો ક્યારેક શિવપાર્વતીની પૂજા કરીને તેમની પાસેથી પોતાના સુખદ દાંપત્ય, પતિના દીર્ઘાયુષ્ય, સંતાનોના ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવારના કલ્યાણ વગેરેના વરદાન માંગતી દેખાય છે.
Denne historien er fra July 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો