તાજેતરમાં દેશની એક હાઈકોર્ટે એક દુઃખી પતિના ડાઈવોર્સના કેસમાં ચુકાદો આપતા કહ્યું કે જે પત્ની પતિને સેક્સ સુખ આપવાની ના પાડે તો તે હિંદુ લગ્ન કાનૂન ૧૯૫૫ અંતર્ગત કુઅલ્ટી માનવામાં આવશે. પતિપત્નીનો સંબંધ સેક્સ સુખ પર ટકેલો છે. આ ચુકાદો વિચિત્ર લાગે છે. જોકે દરેક સ્ત્રીને સેક્સ સુખ આપવા અને મેળવવાનો હક તો લગ્ન બહાર પણ છે જેમ કે દરેક પુરુષને.
સેક્સ અને બાળકો પેદા કરવાને લગ્નનો એક પર્પઝ માનવાની ભૂલ હકીકતમાં આપણી પર આપણા ધર્મ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ અને સંસ્કારની દેન છે. દરેક ધર્મ મહિલાઓને જ આદેશ આપ્યો છે કે તે લગ્ન કરે અને પછી પતિની ગુલામી કરીને તેને સેક્સ સુખ અને બાળકોની ગેરન્ટી આપે અને આ જ વાત આ હાઈકોર્ટે કહી છે.
લગ્નના કાનૂની બંધનનો મૂળ પર્પઝ ભલે ને જે પણ રહ્યો હોય, આજે કાયદાની ભરમાર એ પ્રકારની છે કે પતિપત્ની સંબંધ એક વ્યક્તિ અને તેની પોતાના દેશની નાગરિકતાના અધિકાર જેવો થઈ ગયો છે. જેમ કે દેશની એકમાત્ર ફરજ નાગરિકને વસવાની મંજૂરી આપવાથી વધારે તેની સલામતી,
તેની નોકરીની ગેરન્ટી, તેના શિક્ષણની તકો, તેની હેલ્થ કેર, તેના આવ-જા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું થઈ ગઈ છે, તે જ રીતે લગ્ન પતિ જ અને પત્નીને એકબીજાને સંબંધિત જ નહીં સમાજ સંબંધિત પણ અનેક અધિકાર આપે છે.
આ ધાર્મિક કોન્ટ્રાક્ટ નથી રહી ગયો, આ અત્યાર સુધીમાં કાયદાકીય કોન્ટ્રાક્ટ બની ગયો છે જેને હવે દુનિયામાં કદાચ ક્યાંય પણ તે ધર્મવાળા તોડી નથી શકતા જેણે લગ્ન કરાવ્યા. ઈસ્લામિક દેશોમાં પણ છૂટાછેડાની ડિક્રી માટે કોઈ કોર્ટના દરવાજે જવું પડે છે.
લગ્ન સેક્સ કરવાનું લાઈસન્સ નથી. આ સાથે રહેવા અને એકબીજાને રિપ્રેજન્ટ કરવાનો રાઈટ પણ આપે છે. એક સાથીના મૃત્યુ કે કોઈ કારણ અપંગ થવા પર તેના બધા અધિકાર તેના વિવાહિત સાથીને આપમેળે મળી જાય છે. લગ્નને સેક્સનું મૂળ માનવું એ દૃષ્ટિએ ખોટું જ નહીં ભયંકર ભૂલ પણ છે અને કરોડો મહિલાઓ એ ભૂલમાં રહે છે કે તેમણે સેક્સ સુખ તો આપવું જ પડશે.
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...