ઝઘડાળુ મહિલાઓ કેવી હોય છે? શું તેઓ બીજી મહિલાઓથી અલગ હોય છે? શું તેમને લડવાઝઘડવામાં મજા આવે છે? શું તેઓ પોતાના ઘરમાં પણ આ જ રીતે લડતીઝઘડતી રહે છે? તેમના ઘરમાં સુખશાંતિ હોય છે કે નહીં? ઝઘડાળુ મહિલાઓનો સ્વભાવ કેવો હોય છે? આ બધું સમજવા માટે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયો પર એક નજર નાખીએ.
માર્ચ, ૨૦૨૩ માં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો દિલ્લી મેટ્રોના લેડીઝ કોચનો હતો. વીડિયોમાં તમામ લેડીઝ પોતપોતાની સીટ પર બેઠેલી હતી. એટલામાં બ્લેક જીન્સ અને રેડ ટોપ પહેરેલી મહિલા પોતાની સીટ પરથી ઊભી થાય છે અને સામેની સીટ પર બેઠેલી મહિલાને ખૂબ ખરાબ રીતે ગુસ્સામાં બોલવા લાગે છે. થોડી વારમાં રેડ ટોપ પહેરેલી મહિલાએ પોતાના ચંપલ ઉતાર્યા અને બીજી મહિલા સાથે લડવા તૈયાર થઈ ગઈ. પછી બીજી મહિલાએ પણ પોતાની પાણીની બોટલ ઉઠાવી લીધી.
જોકે તે સમયે આસપાસની મહિલાઓએ તેમને ચુપ રહેવા અને લડાઈ ન કરવાની સલાહ આપી.
તે પછી શું થયું તે કોઈ નથી જાણતું, કારણ કે આ વીડિયો અપલોડ કરનારે માત્ર એટલો જ વીડિયો બનાવ્યો હતો. તેણે જોનાર પર છોડી દીધું હતું કે વિચારો આગળ કે થયું શું હશે.
ઉગ્ર બોલચાલનો વીડિયો વાયરલ
આવો જ એક વીડિયો મુંબઈની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેનનો આવ્યો હતો. થોડા સમય પહેલાં મુંબઈની લોકલ ટ્રેનના લેડીઝ કોચની ૩ મહિલા વચ્ચે થયેલી ઉગ્ર બોલચાલનો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં પેસેન્જરથી ભરેલા એક ડબ્બામાં ૩ મહિલાઓ એકબીજા સાથે લડતી જોવા મળી હતી અને વીડિયોમાં તેઓ એકબીજાના વાળ ખેંચી રહી હતી.
અવારનવાર સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં મહિલાઓને એકબીજા સાથે લડતીઝઘડતી દર્શાવવામાં આવે છે. જોકે આ વીડિયોમાં અંતે શું થયું તેની જાણકારી જોનારને નથી મળતી.
પછી જોનાર એ જ વિચારોમાં રહે છે કે આ લડાઈઝઘડાનો અંત કેવો થશે? શું પોલીસ તેમને પકડીને લઈ ગઈ કોઈ શું કોઈએ આ ઝઘડામાં મધ્યસ્થી કરીને તેમને શાંત પાડ્યા હશે? આવા અનેક પ્રશ્નો જોનારના મનમાં ઊઠતા હોય છે.
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...