પોતાની પર્સનાલિટી બાબતે તે ખૂબ કોંશિયસ છે. તે પોતાના આઉટફિટથી લઈને સ્કિન સુધ્ધાંનું ખૂબ ધ્યાન રાખે છે. આ જ કારણસર ૩૫ વર્ષ પૂરાં થયા પછી પણ તેની સ્કિન બિલકુલ યુવા છે, જાણે કોઈ કોલેજમાં ભણતી ૨૧-૨૨ વર્ષની છોકરી ન હોય. કોવિડ-૧૯ ના સમયે જ્યારે તે પોતાની આસપાસના લોકોને કંઈક નવું શીખતા જોઈ રહી હતી, ત્યારે તેણે પણ પોતાની પર્સનાલિટીમાં બદલાવ લાવવાનું નક્કી કરી લીધું. સૌપ્રથમ તેણે પોતાના બેડોળ શરીરને શેપ આપ્યો. ત્યાર પછી પોતાનું મેકઓવર કર્યું તેમજ સૌથી જરૂરી પોતાની સ્કિન કેર કરી.
પરંતુ તેની સ્કિન કેરની આજર્ની સરળ ન રહી. ઘણી વાર એવા પ્રસંગો પણ આવ્યા જ્યારે તેનો પતિ નવીન તેને જાતજાતની ક્રીમ, સીરમ અને અલગઅલગ પ્રકારના ફેસવોશ યૂઝ કરતા જોતો ત્યારે ચિડાઈ જતો. તેને ઘણી વાર તે સમયે ટોકતો હતો અને કહેતો કે કેમ આ બધા પાછળ વ્યર્થ પૈસા બરબાદ કરી રહી છે. પૈસા ઝાડ પર ઊગતા નથી કે તું આ બધી નકામી વસ્તુમાં ખર્ચી રહી છે. તેમ છતાં સુંદરતાની એટલી ચિંતા હોય તો પછી ઘરેલુ નુસખા કેમ અપનાવતી નથી. હું કંટાળી ગયો છું તારા આ ખર્ચાથી.
રાત્રે ઊંઘતી વખતે કહેતા, રાત પડી નથી કે શરૂ થઈ જાય છે શૃંગાર સજવા. શાંતિથી ઊંઘવા પણ નથી દેતી. કલાકો સુધી લાઈટ ચાલુ રાખીને તારી સ્કિન કેરમાં ખોવાઈ જાય છે. શું તને આ બધામાં થાક નથી લાગતો. એક જ તો રવિવાર મળે છે એન્જોય કરવા, તેમાં પણ તારાં નખરાં ઓછાં નથી થતાં. ક્યારેક તો કહે કે ચાલો, ક્યાંક બહાર ફરવા જઈએ તો કહે છે, બહાર ખૂબ તડકો છે, મારી સ્કિન ખરાબ થઈ જશે, જાણે અમારે તો સ્કિન હોય જ નહીં. અમે પથ્થરના બનેલા છીએ. તારાં આવાં નાટક કોઈ કેટલું સહન કરશે.
સેલ્ફ કેર કરવી નાટક કેમ
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો