CATEGORIES
Categories
રિયલ એસ્ટેટમાં મેટાવર્સના પ્રવેશનો માસ્ટરસ્ટ્રોક
છેલ્લા કેટલાક સમયથી મૅટાવર્સ ટૅક્નોલૉજીના આગમન અને તેના કારણે વિવિધ ક્ષેત્રોમાં આવનારા સંભવિત પરિવર્તનોને લઈને મોઢા એટલી વાતો થયા કરે છે. જોકે ભારતમાં તે નજીકના ભવિષ્યમાં મુખ્યધારાનાં જુદાં જુદાં ક્ષેત્રોનો ભાગ બને તેવા કોઈ એંધાણ દૂર દૂર સુધી વર્તાતા નથી, એવામાં અમદાવાદની એક કંપનીએ આ ટૅક્નોલૉજીનો રિયલ એસ્ટેટની દુનિયામાં પ્રવેશ કરાવીને ખરા અર્થમાં માસ્ટરસ્ટ્રોક ફટકારી દીધો છે.
અલ જવાહિરીના અંત બાદ જેહાદીઓનો બેલી કોણ?
અમેરિકાના મૉસ્ટ વૉન્ટેડ ટૅરરિસ્ટોની યાદીમાં જવાહિરીને જગ્યા મળી. બિન લાદેન વગેરે અફઘાનિસ્તાનના નાગરિકો બન્યા. આખરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ૯/૧૧ના હુમલાની યોજના ઘડી તેને અંજામ આપ્યો અને જગતને હચમચાવી દીધું
માત્ર રેપો રેટ વધારવાથી મોંઘવારી અંકુશમાં નહીં આવે
માગ ઘટે અને પુરવઠો વધે એટલે કિંમતોમાં ઘટાડો થાય છે, વર્તમાન મોંઘવારી માટે આંતરરાષ્ટ્રીય કારણો અને પરિબળો જવાબદાર છે
બિહારમાં નીતિશકુમારે ખેલ પાડ્યો, ભાજપનો ખેલ બાકી છે
બિહારમાં ગઠબંધનો તોડતા રહીને અને નવાં ગઠબંધનો કરતા રહીને મુખ્યપ્રધાનપદ જાળવી રાખવામાં નીતિશકુમારે આગવો વિક્રમ સર્જ્યો છે
પત્નીની અંતિમ યાત્રામાં પતિએ બેન્ડવાજાં વગડાવ્યા
મોનિકાબહેનની આંખોનું દાન પણ કરાયું. રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું
એ જ વિધાર્થીઓ એ જ શિક્ષકો, ૩૨ વર્ષ બાદ ઘંટડી વાગી!
શાળામાંથી વિખૂટા પડેલા મિત્રો ૩૨ વર્ષ બાદ મળ્યા ત્યારે ફરી એ જ બાળપણ યાદ કર્યું હતું: ફિરોઝ પઠાણ
બેકારીથી કંટાળેલા યુવાને બંધ શૌચાલયમાં સલૂન ખોલ્યું
બે લાખના ખર્ચે નાનીઝડુલી ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ છેલ્લાં બે વર્ષથી આ શૌચાલયો બિનઉપયોગી પડ્યાં હતાં
છુકછુક ગાડી વિશે વાંચીને યુવા હૈયાંઓ ગીરની સફરે
જૂનાગઢ રેલવે સ્ટેશન મેનેજમેન્ટે પણ આ લેખ ‘અભિયાન’માં પ્રસિદ્ધ થયા પછી જૂનાગઢવાસીઓ આ છુકછુક ગાડીમાં બેસી ગીરની સફર કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું
વડોદરાના રેલવે સ્ટેશને કિંગ ખાનના ખર્ચે મૂકાશે આરઓ પ્લાન્ટ
શાહરુખ ખાને ભીડ તરફ બોલ અને ટીશર્ટ ફેંકતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે લાઠચાર્જ પણ કરવો પડ્યો હતો. આ ભાગદોડમાં એક યુવકનું મૃત્યુ થયું હતું
ખેડૂતપુત્રીએ પાણીના તળ ઊંચા લાવવા હાથ ધરી ઝુંબેશ
ખેડૂતપુત્રી હિરલ ચૌધરીએ ખેડૂતોની વેદના જોઈને મનોમન નક્કી કર્યું કે ગામડાંમાં ખેડૂતોની સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવા કંઈક કરવું જોઈએ
પીએમ મોદીના હસ્તે સાબર ડેરીના રૂ.૧,૦૩૦ કરોડના વિવિધ પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કરાયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦મેટ્રિક ટનપ્રતિદિનની કેપેસિટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું
સમયનો સદુપયોગ કરો
તમારા ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂમાં કેવા સવાલો પૂછવામાં આવે છે? એના કેવા જવાબોની અપેક્ષા રખાય છે? કયા કયા દસ્તાવેજો માગવામાં આવે છે? આ બધું જાણી લો
‘સુડલઃ ધ વોર્ટેક્સ' સિરીઝ કેમ જોવી જોઈએ?
મૂળ તમિળમાં બનેલી અને અઢળક ભાષામાં ડબ્ડ થયેલી આ સિરીઝ બિન્જ વૉચ થઈ રહી છે અને આખી એકીસાથે જોયા પછી ઘણા લોકોને તે એવરેજથી થોડી સારી (અબોવ એવરેજ) લાગી રહી છે. તેનું કારણ અહીં રજૂ કર્યું છે. ‘સુડલઃ ધ વૉર્ટેક્સ’માં ઉઠાવાયેલા સામાજિક મુદ્દા વિશે અહીં સ્પૉઇલરયુક્ત વાતો કરી છે.
પ્રેમ, પઝેશન કે પ્રપંચ?
ઘણા કિસ્સાઓ આપણે એવા જોતા–સાંભળતા હોઈએ છીએ કે જ્યાં પ્રેમસંબંધમાં બંધાયા પછી કે લગ્ન થયાં પછી એક પાત્ર બીજા પાત્ર પર સખત બંધનો લાદતું હોય, પ્રેમથી કે ધાકથી. બીજું પાત્ર મોટા ભાગે શરણાગતિ સ્વીકારી પણ લેતું હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની પોતાની અસુરક્ષાની ભાવનાના કારણે અન્ય પાત્રએ મર્યાદિત થઈ જવું પડે એ બિલકુલ વાજબી બાબત ન ગણાય.
વિશ ઓલ ઓફ યુ-હેપ્પી ફ્રેન્ડશિપ ડે!
આટલું પૂછીને બબિતા ટેન્શનમાં આવી ગઈ કે મેં તો છેલ્લા ઘણા સમયથી આમને હેરાન કરવાનું બંધ કર્યું છે, તો એમના જીવનમાં બીજું કોણ આવ્યું હશે?
હિન્દી ફિલ્મસંગીતના અનન્ય ઇતિહાસકારની વિદાય
અંગ્રેજી ‘મિડ-ડે'માં એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના તેમના લેખ ખૂબ લોકપ્રિય થયા. સામાન્ય વાચકો ઉપરાંત ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકો તેમનાં લખાણોના ચાહક બની રહેલા
કાઠિયાવાડમાં સાતમ-આઠમ એટલે જુગારીઓની દિવાળી
શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં કહ્યું છે કે, ‘જ્યારે-જ્યારે અધર્મ વધશે ત્યારે હું જન્મ લઈશ.’ એ જ ઈશ્વરનું અવતરણ થતું હોય ત્યારે માનવીઓ દ્વારા જુગારની બાજી ખેલાતી હોય, કેટલાક લોકો જન્માષ્ટમીને જુગારાષ્ટમી કહે એ કેવું કહેવાય? જુગારરૂપી અનિષ્ટ કાઠિયાવાડમાં તહેવાર સાથે કઈ રીતે સંકળાઈ ગયું તેની માંડીને વાત કરીએ.
‘અમારા લગ્નને માન્યતા મળશે તો ભારતમાં સ્થાયી થઈશું!'
ભારતમાં સમલૈંગિક સંબંધ ગુનો નથી, પણ સમલૈંગિકોનાં લગ્નને હજી સુધી કાયદાકીય માન્યતા આપવામાં આવી નથી. એ કારણે આવા યુગલોને નાછૂટકે અન્ય દેશમાં વસવાટ કરવો પડે છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ આવા જ એક પીડિત છે. વતનમાં સ્વજનો વચ્ચે પોતાના જીવનસાથી સાથે સ્વમાનભેર જીવવાના તેમને પણ કોડ છે, પણ કાયદામાં ક્યારે સુધાર આવશે એની તેઓ વાટ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ
રાજકોટમાં કોલન વોટરનું એ સમયે ખૂબ વેચાણ થતું હતું પરંતુ એમાં રસાયણ ભેળવી કેફી દ્રવ્ય વેચવામાં આવતું હતું
દારૂ લઠ્ઠો કેવી રીતે બને છે?
વધુ મિથાઇલ આલ્કોહોલ શરીરમાં જવાથી શરીરમાં કેમિકલ રિએકશન તેજ થઈ જાય છે અને તેનાથી શરીરનાં અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું તરત મોત પણ થઈ શકે છે
ગાયો માટે ‘ કોરોના’ સાબિત થયો લમ્પી વાઇરસ
કોરોના વાઇરસની મહામારીએ જે રીતે માનવીઓને ઝપટમાં લીધા હતા એ રીતે હવે એક એવા રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેના લીધે હજારો ગાયો મોતના મુખમાં ધકેલાઈ રહી છે. લમ્પી વાઇરસથી ઓળખાતી આ બીમારી કચ્છ સહિત ગુજરાતભરની ગાયોને પીડી રહી છે. અનેક જગ્યાએ પશુઓના મૃતદેહોના નિકાલના પ્રશ્નો પણ ખડા થયા છે.
પાણીને પાણીના ભાવે ગણવું હવે ભારે પડશે
છેલ્લા બે દાયકામાં ઠંડા પીણાં કરતાંય બોટલ્ડ મિનરલ વૉટરનો બિઝનેસ સૌથી વધુ ઝડપે વધ્યો છે. તેનું કારણ સ્વાસ્થ્ય માટેની કાળજી અને ભારતમાં શુદ્ધ પીવાનું પાણી ના મળે ત્યારે બોટલ્ડ મિનરલ વૉટર પર જ આધાર રાખવો પડે
અખિલેશ યાદવ આટલી હદે બેદરકાર કેમ?
મુલાયમસિંહ યાદવના નિકટના એક નિવૃત્ત અમલદારે કાકા શિવપાલ યાદવ સાથે અખિલેશનું સમાધાન કરાવવા માટેનો પ્રયાસ તાજેતરમાં કર્યો હતો. તેમણે બંનેની ચા-નાસ્તા માટેની બેઠકની વ્યવસ્થા પોતાના નોઇડાના નિવાસસ્થાને કરી હતી. શિવપાલ યાદવ ત્યાં ત્રણ કલાક રાહ જોતા રહ્યા, પરંતુ અખિલેશ યાદવના દર્શન ન થયા
વિપક્ષી ઉમેદવારનાં નામો નક્કી કરવામાં કોની ભૂમિકા મહત્ત્વની છે?
માત્ર આલ્વાની ઉમેદવારી સામે જ નહીં, યશવંત સિંહાના નામની જાહેરાત કરવા સામે પણ મમતાનો વિરોધ હતો
ભાવ વધારાની જવાબદારીમાંથી કેન્દ્ર સરકાર છટકી શકે નહીં
અનાજ, કઠોળ, લોટ, દહીં જેવી વસ્તુઓના પેકિંગમાં વેચાણ પર પાંચ ટકા જીએસટી અમલમાં મુકીને સરકારે મધ્યમ અને ગરીબ વર્ગ પર આકરો પ્રહાર કર્યો છે
પ્રશ્ન ન ઉકેલાયો તો વિધાર્થીઓ બન્યા સુરદાસ!
જ્યાં સુધી આ બ્રિજ નહીં બને ત્યાં સુધી હું આંખો પર કાળી પટ્ટી પહેરીને જ અભ્યાસ કરવા આવીશ
તેલથી થઈ તગડી કમાણી, નાનાજી બની ગયા કરોડપતિ!
તેમની ઘરની લાઇબ્રેરીમાં આયુર્વેદ સંબંધિત ૨૫૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે
શિવાલયોમાં અર્પણ થતું દૂધ જરૂરિયાતમંદ સુધી પહોંચે છે
ઓન્લી ઇન્ડિયન રોજનું ૨૫થી ૩૦ લિટર દૂધ ભેગું કરે છે. મહિને અંદાજે એક હજાર લિટર જેટલું દૂધ એકઠું થાય છે
જૈફવયે યુવાનોને પણ શરમાવે એવી ખેતી કરી બતાવી!
ચંદન પરોપજીવી વૃક્ષ છે એટલે કે તમે જેટલાં ચંદનનાં વૃક્ષ ઉછેરો એટલા જ બીજા ઝાડ એની પાસે ચંદનના ખોરાક માટે રોપવા પડે
આ દુકાનેથી ભિખારીઓ હકથી મનપસંદ મીઠાઈ મેળવે છે
૭૫ વર્ષ જૂની આ દુકાનના પહેલા માલિક અને હાલના માલિકના સસરા જયંતીલાલ જોશી રોજ રાતે વધેલી વસ્તુઓ ગરીબોને આપી દેતા હતા, પરંતુ અત્યારે રોજ સવારે તાજી અને ગરમ વસ્તુઓ અપાય છે.