CATEGORIES
Categories
ઇડી દ્વારા રાહુલ - સોનિયાની પૂછપરછ મુદ્દે ઊહાપોહ શા માટે?
નેશનલ હેરાલ્ડને દેવામાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસે તેને આર્થિક મદદ કરી હતી, પરંતુ સોનિયા - રાહુલ સામે જે કેસ છે એ નેશનલ હેરાલ્ડને મદદ માટેનો નથી બલ્કે મદદના નામે નેશનલ હેરાલ્ડની કરોડોની સંપત્તિ પર કબજો જમાવવા અંગેનો છે
સક્ષમ સ્ત્રીઓનું પણ શારીરિક શોષણ થાય છે
સ્ત્રી આજે ભલે ખૂબ ઊંચા લેવલે પહોંચી હોય, બહારથી આપણને સક્ષમ દેખાય, હોશિયાર દેખાય પણ અનેક કિસ્સાઓમાં તેનું શારીરિક હેરેસમેન્ટ થતું હોય છે
મેરિટલ રેપ કોર્ટમાં સાબિત કરવો અઘરો
ગ્રામીણ વિસ્તારો કે જ્યાં લગ્ન માટે સ્ત્રીની સંમતિ પણ નથી લેવાતી તો લગ્ન પછીના શારીરિક સંબંધોમાં તો એની સંમતિ લેવાની વાત એ બહુ દૂરની વાત છે
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિપક્ષો દિશાહીન સ્થિતિમાં
કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી સ્વાસ્થ્યના કારણોસર હૉસ્પિટલમાં છે, પરંતુ તેમણે રાષ્ટ્રપતિપદની ચૂંટણીના સંદર્ભમાં એનસીપીના વડા શરદ પવારને મળવા માટે મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યા હતા
નાના-મોટા મળીને ૧૫૦ જેટલા દેશોમાં મેરિટલ રેપ ગુનો
૨૦૧૧માં એક પતિને ત્યાંની કોર્ટે દસ હજાર યુરોનો દંડ કરેલો, કારણ કે તે પત્ની સાથે અપૂરતી માત્રામાં શારીરિક સંબંધ રાખતો હતો
૭૦૭ જિલ્લાઓમાં થયેલો સરવે શું કહે છે?
બત્રીસ ટકા સ્ત્રીઓએ ક્યારેક ને ક્યારેક પતિ તરફથી ફિઝિકલ, મેન્ટલ કે ઇમોશનલ અત્યાચાર સહ્યો હોય છે
બાળમાનસમાં રોપાતાં પર્યાવરણ બચાવવાનાં બીજ
એક બાળકીએ હઠ પકડી, શાની? ના ના, તમે વિચારો છો એમાંની એકેય બાબતની નહીં. તો? આંગણે ઊભેલા, તેણે રોપેલા ને હવે શેડ બનાવવામાં નડતા આંબાના વૃક્ષને ન કાપવા દેવાની હઠ. પર્યાવરણ પ્રત્યે આવો પ્રેમ તેનામાં કોણે જગાડ્યો? ચાલો કરીએ વડોદરામાં રહેતા એક એવા પર્યાવરણપ્રેમીની વાત જેણે કંડારેલી કેડી ઉપર આ બાળકી ઉપરાંત ચારથી પાંચ હજાર બાળકો પગરણ માંડી ચૂક્યા છે.
કેન્સરના ઇલાજમાં જગતને પ્રથમ વખત સારા સમાચાર મળ્યા
અમુક કૅન્સર લાગુ પડવાનાં અમુક કારણો વિજ્ઞાનીઓ નક્કી કરી શક્યા છે, પણ તમામ બાબતમાં હજી સંપૂર્ણ શોધ થઈ શકી નથી. નવી જીવનશૈલીએ દર્દીઓની સંખ્યા વધારી છે. વસ્તી વિસ્ફોટને કારણે પણ એવું લાગે કે કૅન્સરના પેશન્ટો વધી ગયા છે. બંને પરિબળો જવાબદાર છે. જ્યાં સરકારી કે ખાનગી ટ્રસ્ટોની કૅન્સરની હૉસ્પિટલો છે તે લાખો અને કરોડો વીતકકથાઓથી ભરેલી છે. એ વીતકકથાઓ સગાંઓ, મિત્રો સુધી વિસ્તરે છે. આજુબાજુની ફૂટપાથો, મેદાનોમાં કણસતા ગરીબ દર્દીઓ અને સગાં રઝળતા જોવા મળે. ભારત જેવા વિશાળ ગરીબ વસ્તી ધરાવતાં દેશના લોકો માટે કૅન્સર વધુ અભિશાપરૂપ છે
સાવધાની હટી, દુર્ઘટના ઘટી
ગુજરાતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધવાની સાથે સાયબર ગુનાખોરી પણ વધી છે. ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈને છેતરવું, ધમકી આપવી, નાણાકીય ઉચાપત કરવી, અપમાનજનક કે અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવો, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી વગેરે જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ. સામાન્ય લોકોને ગુનેગારો અવનવા કીમિયા અજમાવીને નિશાન બનાવે છે.
સોમનાથ મંદિરની લૂંટાયેલી સંપત્તિ પરત લાવવા મુસ્લિમ યુવકની મુહિમ
મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું અને કરોડોની સંપત્તિ લૂંટીને લઈ ગયો હતો. આ ઘટનાને એક હજાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આજે આ ઘટનાને કોઈ યાદ પણ ન કરતું હોય, પરંતુ એક પરિવાર એવો છે જેમણે સોમનાથમાંથી લૂંટાયેલી સંપત્તિને અફઘાનિસ્તાનથી પરત લાવવાની મુહિમ શરૂ કરી છે.
સોમનાથ મંદિરની કરોડોની સંપત્તિ અફઘાનિસ્તાનમાં છે
ઇતિહાસ પ્રમાણે વર્ષ ૧૦૨૪ની આસપાસ સોમનાથ મંદિર પર ગઝનવીએ ચઢાઈ કરી હતી અને મંદિરને તોડીને કરોડોની સંપત્તિ અને દુર્લભ શિવલિંગ પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયો હતો
યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતીઓ કેમ પાછા પડે છે?
યુપીએસસી દ્વારા લેવામાં આવતી સિવિલ સેવા પરીક્ષાનું વર્ષ ૨૦૨૧નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ચારેય તરફથી દેશની આ સૌથી અઘરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. દર વર્ષે આ પરિણામ થકી આપણને અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ જાણવા મળે છે. વર્ષોથી લેવાતી આ પરીક્ષામાં એક પ્રશ્ન ઊડીને આંખે વળગે છે કે ગુજરાતના ઉમેદવારો કેમ ખૂબ ઓછા પ્રમાણમાં આ પરીક્ષામાં સફળ થાય છે? આ વર્ષે પણ ગુજરાતના માત્ર છ વિદ્યાર્થીઓએ જ આ પરીક્ષામાં સફળતા મેળવી છે. એવા કયાં પરિબળો છે જે ગુજરાતી ઉમેદવારો માટે વિઘ્ન સમાન નીવડે છે? જોઈએ વિગતવાર..
પતિ સાથે સંઘર્ષમાં કોણ સાસરિયું પત્નીનો પક્ષ સાચવે?
તમારા અનુભવમાં તમે કેટલા એવા પરિવાર જોયા જ્યાં પતિ-પત્નીની માથાકૂટમાં સાસરી પક્ષના કોઈ એક કે વધુ વ્યક્તિઓએ ઘરની વહુનો પોતાના જ દીકરા/ભાઈની ભૂલ સામે પક્ષ લીધો હોય? મેં કદાચ એક કે બે વ્યક્તિ જોયા છે. કેટલી વિચિત્ર વાત ન કહેવાય કે આખા પરિવારની સેવા કરવાની જવાબદારી ઉઠાવતી સ્ત્રીના પક્ષે એ જ પરિવારમાંનું કોઈ ન હોય?
પર્યાવરણનું મેનેજમેન્ટ અને મેનેજમેન્ટનું પર્યાવરણ!
“ઘરે જઈ વાઇફની સલાહ પણ લઈ જો. છેવટે તો પ્રત્યેક ગુરુઓમાં શ્રેષ્ઠ ગુરુ એ જ છે! રામ પણ સીતાજીની આજ્ઞાનું પાલન કરતા'તા 'ને રાવણ પણ મંદોદરીનું કહ્યું કરતો'તો”
છોટે સરદારઃ ડો. ચંદુલાલ દેસાઈ
ચંદુલાલ દેસાઈએ દંતવિજ્ઞાનના અભ્યાસ પછી મુંબઈમાં દવાખાનું શરૂ કર્યું, તેમાં ધીકતી કમાણી હોવા છતાં દેશભક્તિથી પ્રેરાઈ તેમણે રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું હતું ડો. ચંદુલાલ દેસાઈએ થાયમોસિન નામની દાંતની દવા બનાવી હતી. જેની રૉયલ્ટીના વર્ષે પાંચ હજાર રૂપિયા આવતાં તે પણ સેવાશ્રમ સંસ્થામાં દાન આપી દેતા હતા
એવોર્ડ વિજેતા છો? ‘ઓ-૧' વિઝાને લાયક ઠરી શકો છો
આપણા અનેક વિધાર્થીઓ જેઓ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા ગયા હોય છે તેઓ એમની અસાધારણ આવડતના કારણે એમનો અભ્યાસ પૂરો થયા પછી ઓ-૧ વિઝા મેળવીને અમેરિકામાં રહ્યા છે
TVFની 'પંચાયત'!
ઍમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી સિરીઝ ‘પંચાયત'ની ખાસ વાત ગ્રામ્ય પરિવેશમાં ઝબોળેલી તેની સાદગી અને સરળતા છે. તે જોતી વખતે તમે એકદમ નહીં, પણ મરક-મરક હસ્યા કરો છો. તમને દરેક પાત્ર તમારી આસપાસનાં, પોતીકા લાગે છે. TVFના ટૂંકા નામે જાણીતું ‘ધ વાયરલ ફિવર' આ પ્રકારના શોઝ માટે જાણીતું છે.
ભૂપતભાઈના પત્રકારત્વની સ્મૃતિને ચિરંજીવ બનાવવા સૌરાષ્ટ્ર યુનિ. તત્પર
ભૂપતભાઈ, જયમલભાઈ, હરસુખ સંઘાણી અને ઝવેરચંદ મેઘાણી અસલી, ખમીરવંતું પત્રકારત્વ કરતા હતા. ભૂપતભાઈ સૌરાષ્ટ્ર કુળના પત્રકાર હતા. પત્રકાર તરીકેનું ઘડતર ‘ફૂલછાબ’માં થયું
કચ્છના આ ખેડૂતો ખેતીને જીવન પ્રણાલી બનાવવા માંગે છે!
કચ્છના સાહસિક ખેડૂતો અવનવા પ્રયોગો કરતા જ રહે છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને અમુક ખેડૂતોએ ખેતીને જ કંપની બનાવીને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કર્યું છે. સાથે-સાથે સામાન્ય લોકો ખેતીથી વાકેફ થાય, નવા પ્રકારના ટૂરિઝમ થકી મનોરંજન અને ફાર્મ સ્કૂલમાંથી ખેતીનું શિક્ષણ મેળવે તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે.
ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતનાં મક્કમ પગલાં
ગુજરાતના રોડમૅપ અને રણનીતિ અંગે ડૉ. હસમુખ અઢિયાના નેતૃત્વવાળી ટાસ્કફોર્સનો રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરાયો સરકારના તમામ વિભાગોનાં સૂચનો અને ૧૫ જેટલા સ્ટેક હોલ્ડર્સ સેમિનાર દ્વારા અભિપ્રાયો મેળવવામાં આવ્યા
સિવિલ સેવા પરીક્ષા વિશે કેટલીક રસપ્રદ માહિતીઓ
અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે દિલ્હીમાંથી સૌથી વધુ ઉમેદવારો IPS બન્યા
સિવિલ સેવા પરીક્ષા જ ખૂબ અનપ્રેડિક્ટેબલ છે
રાજસ્થાન, હરિયાણા કે મહારાષ્ટ્ર જેવાં રાજ્યો સાથે સરખામણી કરીએ તો તેના દસમા ભાગના લોકો જ ગુજરાતમાં આ પરીક્ષા આપે છે
લાઈટ, કેમેરા, એક્શન..ફિલ્મ શૂટિંગનું હબ બનતું મધ્યપ્રદેશ
-તેના સુંદર લોકેશન્સ, ફિલ્મ ફ્રેન્ડલી પોલિસી, સરકારી સ્તરે સહકાર અને પારદર્શક સિસ્ટમ સાથે તેણે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોનો વિશ્વાસ જીત્યો છે. -મધ્યપ્રદેશ ફિલ્મ પ્રવાસન નીતિ-2020થી અત્યાર સુધીમાં 120 ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. -ભોપાલ, મહેશ્વર, માંડુ, સાંચી, સિહોર, ગ્વાલિયર, નર્મદાપુરમ (હોશંગાબાદ), જબલપુર શૂટિંગ માટે પ્રથમ પસંદગી છે.
યોગ્ય માર્ગદર્શન, હેલ્ધી મટીરિયલ્સનો અભાવ
ગુજરાતી ભાષામાં આ પ્રકારની ગુણવત્તાસભર સામગ્રી મળતી નથી
સમાન, અર્થ અને સમાનતા
ઘણાં બ્રેઇન માટે માઇન્ડ શબ્દ વાપરે છે. સામે ડઝન બ્રેઇન સાંભળે છે તોય માઇન્ડ હાજી હા કરાવે છે. મારા માઇન્ડમાંથી નીકળી ગયું એમ બોલશે. અલ્યા, ડેટા મનમાં નહીં, બ્રેઇન ઉર્ફે દિમાગમાં હોય છે પ્રોસેસ કરવામાં શબ્દખોર મનને વાર થાય, મગજને નહીં. મગજ માટે ચિત્ર નેચરલ પડે. કહેવાય છે કે એવા ઇઅર-પીસ આવશે કે કોઈ પણ ભાષાનું તમારી ભાષામાં સાચું 'ને પૂરું ભાષાંતર કરી આપે
વિધાર્થીઓ તૈયારી બહુ મોડી શરૂ કરે છે
યુપી, બિહાર, રાજસ્થાનમાં લોકો પ્રાથમિક શાળામાં હોય ત્યાં જ એવું નક્કી કરી લેતા હોય છે કે મારે આ પરીક્ષા આપવી છે
નર્મદાના ખોળે એકસો પાંચ દિવસ
યંગ જનરેશનની ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ મોબાઇલ દર્શનથી જ થતી હોય, સોશિયલ મીડિયાનો વિરહ એક મિનિટ પણ વેઠાતો ન હોય, સગવડો વિના જરાય ચાલતું ન હોય ત્યારે એક નવયુવક એ બધું જ સ્વેચ્છાએ ત્યાગી ૧૦૫ દિવસની પદયાત્રા કરી ૨૭૦૦ કિલોમીટરનું ભ્રમણ કરી આવે, એ ઓછી નવાઈની વાત નથી! ચાલો સાંભળીએ એના જ મોઢે આ પરકમ્માની દિલચસ્પ દાસ્તાન..
પહેલા ધોરણથી અંગ્રેજી શિક્ષણ તાલીમી શિક્ષકો વિશે પણ વિચારો
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે અંગ્રેજી ભાષા બાબતે ગુજરાતી વિદ્યાર્થીઓની નબળાઈની અસર સ્પર્ધાત્મક પરીક્ષાઓ સુધી અને એ પછી વહીવટના સ્તર સુધી જોઈ હતી. એથી જ તેમણે ચોથા-પાંચમા ધોરણથી અંગ્રેજી શિક્ષણનો આરંભ કરવાની નીતિ અપનાવી હતી
ગોલ્ડ સ્ટાન્ડર્ડથી ક્રિપ્ટો સુધી રંગ બદલતો રૂપિયો
ક્રિપ્ટોકરન્સી કોઈ સરકાર કે સંસ્થાના નિયંત્રણથી મુક્ત રહીને સાચા અર્થમાં એક ગ્લોબલ કરન્સી તરીકે વર્તી શકે છે. અલબત્ત, એ એક નવો જ વિચાર હોવાથી હાલ વધારે સ્ટેબલ નથી
આ ટ્રેન્ડને કાયમી માની લેવો યોગ્ય નથી
ભાષાને કારણે પણ વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડે એવું હું માનતો નથી, કારણ કે યુપીએસસી માટે એ જ અગત્યનું છે કે તમારી સમજણશક્તિ કેવી છે અને કેટલું સારી રીતે તમે તેને વ્યક્ત કરી શકો છો