CATEGORIES
પૈસાથી ખેંચો પૈસાને.. રોકાણના ફંડા શીખવવાનો કસદાર ધંધો
આર્થિક પત્રકારત્વનો અનુભવ લીધા પછી એક યુવાને ઈન્વેસ્ટર એજ્યુકેશન માટે કંપની શરૂ કરી. વખત જતાં એની પત્નીએ કંપનીનો ઘણો બોજ પોતાના ખભા પર લઈ લીધો. મહારાષ્ટ્રીયન દંપતીના આ સાહસને રાજ્ય સરકારનો પણ સપોર્ટ મળ્યો અને લો, નાગપુરની આ કંપની ‘મની બી ઈન્સ્ટિટયૂટ પ્રાઈવેટ લિમિટેડ’ આ ક્ષેત્રની દેશની આગળ પડતી કંપની બની ગઈ. ભારતીયોની બચત કરવાની ટેવને પ્રગતિશીલ અને લાભદાયી રોકાણ તરફ દોરી જવાની શિવાની દાણી વખરેની મથામણ વિશે જાણવા જેવું છે.
બિઝનેસ, પોલિટિક્સ અને બાઈકિંગનું ત્રેખડ
'હાર્લી ડેવિડસન’ બાઈક ધરાવતી શિવાનીએ કશ્મીર-કારગિલમાં પણ બાઈકસવારીનો આનંદ લીધો છે. એ કહે છે કે પરિવારજનોના સહકાર વિના આવા શોખ પોષવા શક્ય નથી.
બચત, રોકાણ અને પ્રગતિ..
મ્યુચ્યુઅલ ફંડને મળતાં રોકાણોનું વર્ગીકરણ ટૉપ-૩૦ (ટી૩૦-મોટાં શહેરો) અને બિયોન્ડ-૩૦ (બી૩૦-નાનાં શહેરો) સ્થળના આધારે થાય છે
કરોડપતિ કપાતરનાં કારનામાં
અમદાવાદમાં ધનિક પરિવારના નબીરાનાં બેફામ અને જોખમી કારડ્રાઈવિંગ લોકો માટે ઘાતક બન્યાં છે. એમની ઝડપની મજા નિર્દોષ નાગરિકો માટે મોતની સજા બની છે.
સીમાએ ઓળંગેલી સીમાના ભેદ-ભરમ
પબ્જી રમતા હિંદુસ્તાની યુવાન સાથે પ્રેમ થયો એટલે એક પાકિસ્તાની સુંદરી વાયા નેપાળ થઈને સીધી ભારત આવી ગઈ. સાથે ચાર બાળકો લાવી. આ યુવતી સીમા હૈદર આજકાલ ટીવીચૅનલોમાં એક હીરોઈનની માફક છવાયેલી હોવા છતાં પોલીસ માટે તો મોટો કોયડો જ છે.
સથવારો છૂટ્યા પછીનો સંઘર્ષ
ગૃહિણીકર્મ નિભાવનાર સ્ત્રીએ એકલા પડ્યા પછી આર્થિક ઉપાર્જનની જવાબદારી પણ વહન કરવાની રહે. ખર્ચાનું મીટર તો ચાલુ જ રહેવાનું. બૅન્કિંગ, ઈન્સ્યોરન્સ, રોકાણ, વગેરે બાબતો પતિ સંભાળતો હોય ત્યારે આ બધામાં ચાંચ ડુબાડતાં શીખવું પડે
જસ્ટ, એક મિનિટ..
જે સિદ્ધિ મેળવીએ એમાંથી બીજાની ભલાઈ કરવી અને સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સાર્થક જિંદગી જીવવાની ગુરુચાવી છે
સ્ત્રી સામે સ્ત્રીને ઊભી કરી વધુ ઈજ્જત ન કાઢો..
મણિપુરમાં ચાલી રહેલી હિંસા રોકવા પગલાં લેવાને બદલે ભાજપ સરકારે એને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સ્ત્રીદમનના કિસ્સા સાથે સરખાવી સંતોષ ભલે મેળવ્યો હોય, પણ હિસાબ બરાબર કરવાની આ રીત તદ્દન અનુચિત છે.
કોણ સાથે હશે? કોણ સામે હશે?
સંસદ ભવનની નવી ઈમારતઃ સમીકરણની સોગઠાબાજી.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
જનમેજયે ક્રોધ અનુભવ્યો ખરો, પરંતુ એણે સંયમ દાખવ્યો. પોતાના મહાપ્રતાપી પૂર્વજ ધર્મરાજ યુધિષ્ઠિરની માફક જનમેજય પણ શાંતિથી અને સમજદારીથી ધર્મનું પાલન કરવામાં માનનારો રાજા હતો.
આટલું તો આપણે કરવું જ પડશે!
આપણે નદી સાંકડી કરી છે અને રસ્તા પહોળા કર્યા છે, આપણે કુદરતી કરતાં કૃત્રિમ સગવડો વધુ ઈચ્છીએ છીએ. પૂર, ભૂસ્ખલન, આ બધું શાને કારણે થયું એ આપણે જાણીએ છીએ અને એના ઉપાયોથી પણ આપણે બેખબર નથી. સમસ્યા એ છે કે આપણી આંખ ઊઘડતી નથી.
અહીં ચાલે છે હજારો કાચબાના કૃત્રિમ ઉછેરનું ભગીરથ કાર્ય
સિંહ અને વાઘને બચાવવા માટે થઈ રહેલા પ્રયાસની ચર્ચા સતત ચાલે છે, પરંતુ લુપ્ત થતી જતી દરિયાઈ કાચબાની એક પ્રજાતિના ઉછેર માટે સૌરાષ્ટ્ર-ગુજરાતના દરિયાકિનારે મિશન રૂપે ઝાઝા શોરબકોર વિના કામ થઈ રહ્યું છે એની ભાગ્યે જ ક્યાંય નોંધ લેવાય છે. અત્યારે ચોમાસામાં કાચબાનાં ઈંડાં મૂકવાની મોસમ શરૂ થઈ છે. દર વર્ષે કાચબાનાં હજારો બચ્ચાંઓને કૃત્રિમ રીતે ઉછેરીને સમુદ્રમાં છોડવામાં આવી રહ્યાં છે.
ભૂસ્ખલન હજી કેટલાના જીવ લેશે?
ભરચોમાસે નબળા ડુંગરા સરકીને આખા ગામને દાટી દે એવી શક્યતા હોવા છતાં એ સંકેતની અવગણના થઈ એમાં મુંબઈ નજીકના ગામનો ખાતમો થઈ ગયો તો જૂનાગઢ અને નવસારીમાં હમણાં જાણે આભ ફાટ્યું. એક અઠવાડિયામાં મેઘરાજાએ કેવી વલે કરી મહારાષ્ટ્ર અને ગુજરાતની?
અંતકડીમાં નડી ઓળખ
ઘરના કરમચંદ જાસૂસની વાત માની લીધી હોત તો..
ચેલા ૮૫ના... ગુરુ ૪૫ના...
જેને કંઈ કરવું હોય એને સમયકાળનાં કે ઉંમરનાં બંધન નડતાં નથી. જેને કંઈ કરવું નથી એને આ પૃથ્વી પરનાં બધાં બંધન નડે છે એ ઉક્તિનું જ્વલંત ઉદાહરણ છે પાલનપુરના કર્મયોગી ડૉ. વિક્રમ મણિભાઈ મહેતા.
ટાઈગર મર ગયા, મગર આરોપી પકડ લિયા..
વાઘ મૂળ બંગાળનો, શિકાર મહારાષ્ટ્રમાં, આરોપી હરિયાણાના અને પકડાયા આસામથી. આવો વિચિત્ર ગુનો ઉકેલવામાં ગુજરાતના એક નિવૃત્ત પોલીસ અધિકારીની ભૂમિકા ચાવીરૂપ રહી. જઈએ, આ અપરાધકથાની ભીતરમાં.
ખંડણીના ખેલનો ખતરનાક અંત
ગુજરાતના ઝવેરીઓએ હવે રાહતનો શ્વાસ લીધો હશે, કારણ કે અનેક જ્વેલર્સ પાસેથી ખંડણી માગનારા કુખ્યાત અપરાધી વિશાલ ગોસ્વામીને અમદાવાદની કોર્ટે ૨૧ વર્ષની કેદની સજા ફટકારી છે.
કન્યાશિક્ષણની ઉજ્વળ શતાબ્દી
મૅનેજિંગ ટ્રસ્ટી મીના ખેતાણી: સંસ્થા તરફથી મળતી મદદને કારણે ઘણાં કુટુંબ એમની દિકરીઓને ભણાવતાં થયાં છે.
પિક્ચર ક્યાં સુધી બાકી જ રહેશે?
હોલીવૂડના લેખકોની ઐતિહાસિક હડતાળમાં કલાકારો પણ જોડાતાં ફિલ્મનાં શૂટિંગ ઉપરાંત નિર્માતા-આયોજકોની અનેક યોજના ઊંધી વળવાનો ભય ઊભો થયો છે.
લાલ ટમેટાંમાં લાલચોળ તેજી કેમ?
દાળ-શાક, સંભારથી લઈને પિઝા-પાસ્તામાં વપરાતાં ટમેટાંના ભાવે હમણાં ડબલ સેન્ચુરી ફટકારી. ગ્રાહકો ત્રાહિમામ્ થયા ત્યારે અમુક ખેડૂતો અને વેપારીઓને તડાકો પડ્યો. વિરોધ પક્ષોએ સરકારની ઝાટકણી કાઢી, પ્રદર્શનો કર્યાં તો સરકારે ભાવ નિયંત્રિત કરવા જેવાં-તેવાં પગલાં લીધાં. આદર્શ રીતે તો કોઈ પણ ખેતપેદાશના ભાવ માગ-પુરવઠાના આધારે નક્કી થવા જોઈએ. જો કે ભારતમાં ખાદ્ય પદાર્થોના ભાવ દલાલોની મેલી રમતથી પણ નક્કી થતા હોય છે, છતાં ટમેટાંની વર્તમાન કટોકટીનો બહુધા દોષ વીફરેલી કુદરત અને વિષાણુના ઉપદ્રવને જવો જોઈએ. ભારતમાં ટમેટાંની નવી પ્રજાતિ, નવી પ્રોડક્ટ્સ વિકસાવવાના પ્રયાસ ચાલે છે ત્યારે જાણીએ આ દક્ષિણ અમેરિકી ફળશાકનો કેવો છે પ્રભાવ?
સેવ રહી ગઈ, ટમેટાં ગાયબ..
ઉત્તર ભારતની જેમ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ટમેટાંના ભાવ ૨૦૦ રૂપિયે કિલો સુધી ગયા
મૌન સાધક જેવા પાષાણનો અલબેલો સંસાર
પથ્થર બોલતા નથી, બોલી શકતા નથી. જો કે એની અવ્યક્ત લાગણી છતી થયા વગર રહેતી નથી.. સમયની થપાટ ખાઈ ખાઈને કાળમીંઢ થયેલા પથ્થરોની લાગણી જુદા જુદા આકારે છલકાય છે ત્યારે જાણે એમાંથી કવિતા નીતરે છે. કચ્છના તલ ગામ નજીક કુદરતે પથ્થરમાં પોતાના હસ્તાક્ષરમાં લખેલી કવિતાની આ છે તસવીરો.
જશી બહેન જોગલ: શહીદ પુત્રની સ્મૃતિમાં પ્રગટાવ્યો અન્નક્ષેત્રનો દીપ
દુશ્મન સામે સામી છાતીએ લડીને કારગિલ યુદ્ધમોરચે ખપી ગયેલા માત્ર ૧૯ વર્ષના દીકરાના બલિદાનને કાયમ રાખવા જામનગરની આ મહિલાએ પોતાનાં આંસુ પી જઈ જરૂરતમંદ લોકોને મદદ કરવાનો ભેખ લીધો છે. ‘કારગિલ વિજય દિન’ નિમિત્તે મળીએ એ વીરમાતાને.
આ પ્રેમ નથી, એના નામે પીડા આપતી દગાબાજી છે!
ટ્રોમા બૉન્ડિંગઃ સંબંધની જાળમાં ફસાવી કોઈ તમારી નબળાઈનો લાભ તો નથી લેતું ને?
ઈક પ્યાર કા નગ્મા હૈ..
મુકેશજીની શતાબ્દીયાત્રા નિમિત્તે એમના પુત્ર નીતિન મુકેશ આવતા મહિને સાજિંદાના કાફલા સાથે અમેરિકા-કેનેડાની ટૂર પર રવાના થશે
જીએસટીના ઊંચા દર (ડર)થી બારેમાસ જુગારના બાર વાગશે?
ઑનલાઈન ગેમિંગ, કૅસિનો, હોર્સ રાઇડિંગ જેવી જુગારની રમત પરનો કર વધારવાના નિર્ણયની અસર સમજી લો.
દેશમાં સંશોધન ક્ષેત્રની થશે કાયાપલટ
‘નૅશનલ રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના સાથે હવે ઘરઆંગણે રિસર્ચ માટે સર્જાશે અનુકૂળ માહોલ.
શું તમે માતૃત્વની તૈયારી કરી રહ્યાં છો?
તંદુરસ્ત ગર્ભાવસ્થાની શરૂઆત માટે જરૂરી છે આટલી તકેદારી.
ડાળી તોડીને બનાવો નવો છોડ
બીજમાંથી છોડ તૈયાર કરવાનું શીખ્યા બાદ હવે કટિંગમાંથી નવો રોપ તૈયાર કરતાં શીખો.
ડિયર ફાધર, તમે મારા ફાધર નથી..
સસ્તામાં ટેસ્ટ કરવાનું મોંઘું પડ્યું.