ડિયર નૅચર,
હે કુદરત, તને પત્ર લખતાં હાથ ધ્રૂજે છે, કારણ કે તેં બનાવેલી દુનિયાની અમે જે પથારી ફેરવી છે એનો રેલો અમારી પથારી નીચે આવવા લાગ્યો છે, પણ અમારી કુંભકર્ણી ઊંઘ ઊડવાની નથી. કોઈક વાર કોઈક બળાપો કાઢે છે, હિંદી કવિ શિશિર મધુકરની જેમ..
नदियों के बहाव को रोका और उन पर बाँध बना डाले, जगह जगह बहती धाराएँ अब बन के रह गई हैं गंदे नाले, जब धाराएँ सुकड़ गई तो उन सब की धरती कब्जा ली, सीनों पर फ़िर भवन बन गए छोड़ा नहीं कुछ भी खाली, अच्छी वर्षा जब भी होती हैं पानी बाँधो से छोड़ा जाता है, वो ही तो फ़िर धारा के सीनों पर भवनों में घुस जाता हैं, इसे प्राकृतिक आपदा कहकर सब बाढ़ बाढ़ चिल्लाते हैं, मीडिया अफसर नेता मिलकर तब रोटियां खूब पकाते हैं.
આમ તો હિમાલય માટે અમે બહુ ગૌરવ લઈએ છીએ, પણ આ પર્વાધિરાજની ઓથે આવેલાં રાજ્યોમાં જે બની રહ્યું છે એ માટે અમારા સિવાય કોઈ જવાબદાર નથી. બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાની પરંપરા અહીં તોડવી પડે એમ છે. જોશીમઠથી માંડી કેદારનાથ સુધી તારી નજર સમક્ષ જે બન્યું છે એ નદીઓમાં આવેલાં પૂરથી પણ વધુ આંખોમાં આંસુ લાવનારી ઘટના છે. જો કે અમારાં આંસુ દૂધના ઉફાળા જેવાં છે. બાકી, આંકડા છે એ તો અમને શું, તનેય હલાવી મૂકે એવા છે. છેલ્લાં લગભગ પચ્ચીસ વર્ષમાં આ દેશનાં ૧૭ રાજ્ય અને ૪૭ જિલ્લામાં ભૂસ્ખલનની ૮૦,૦૦૦ ઘટના બની છે. દેશનો ૧૨ ટકા વિસ્તાર એવો છે જ્યાં ભારે વરસાદ કે પૂર કે ભૂકંપને કારણે ભૂસ્ખલન થાય છે અને વર્ષે અનેક લોકો મૃત્યુ પામે છે. એનું નુકસાન ૪૦૦ અબજ ડૉલર જેટલું થવા જાય છે. આ વર્ષના ચોમાસાની જ વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ૧૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે અને પાંચેક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.
નદીઓ આપણે ત્યાં બહુ છે, પણ એને ખોટી રીતે નાથવાના પ્રયાસ દર વર્ષે વિનાશક મહાપૂર નોતરે છે.
この記事は Chitralekha Gujarati の August 07, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の August 07, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.