એકતરફી પ્રેમનો અસ્વીકાર સામેના પાત્રનો અધિકાર
ABHIYAAN|July 30, 2022
‘એકતરફા પ્યારકી તાકત તુમ ક્યા જાનો, રમેશબાબુ?’ જેવા ઈમ્પ્રેસિવ ડાયલોગ બોલીને ફિલ્મ હિટ કરાવી શકાય, જીવન ન જીવી શકાય. તમારી પ્રેમાળ લાગણીઓ તમારા સમગ્ર જીવનને અસરકર્તા બનતી હોય છે, તે તમારે સમજી વિચારીને વહેંચવી જોઈએ. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ તમારી લાગણીઓને પરત આપવા બંધાયેલી નથી.
ડો. મિતાલી સમોવા
એકતરફી પ્રેમનો અસ્વીકાર સામેના પાત્રનો અધિકાર

એ વરસાદી સાંજે ૨૨ વર્ષની આહ્યા માથે પ્લાસ્ટિક કવર કરેલી ફાઇલ મૂકીને સ્કૂલ બિલ્ડિંગમાંથી બહાર આવી. બહાર તો ધોધમાર વરસાદ. દીવાલે દીવાલે ચાલીને એ બસસ્ટેન્ડે પહોંચી. કારકુનની સ્પર્ધાત્મક પરીક્ષા આપ્યા પછી હજુ પંદર કિ.મી. દૂર ઘરે પહોંચવાનું હતું. પરીક્ષા આપવા આવેલા તેના જેવા સેંકડો યુવાનો તેની બાજુમાં વરસાદ બંધ થાય એની રાહ જોઈને ઊભા હતા. કંટાળીને આઘા ગોઠણ સમાણા પાણીમાં ઘર બાજુ ચાલવા લાગી. થોડે દૂર આવી તો દૂર દૂર સુધી કોઈ દેખાયું નહીં. અચાનક કોઈ પાણીમાં ધુબાક કરતું પડ્યું હોય એવો અવાજ આવ્યો. પાછા ફરીને જોયું તો કોઈ યુવાન લપસી પડેલો. હસી પડેલી આહ્વાએ યુવાનને ઊભો કર્યો. ધોધમાર વરસાદમાં તેને એક કંપની મળી ગઈ. બેઉં જણાંને એક જ બાજુ જવાનું હતું. અમદાવાદના વરસાદમાં સલવાઈ ગયેલાં બે જણ આશરે પંદર કિ.મી. ચાલીને ચાર કલાકે ઘરે પહોંચ્યાં. નામ સૌમિલ જાણીને મોબાઇલ નંબરની આપ-લે થઈ. રોજ ચૅટિંગ શરૂ થયું. આહ્યા નખશિખ રૂપસુંદરી અને સૌમિલ સામાન્ય પરિવારનો સાવ સામાન્ય છોકરો, જેને માટે આહ્યા જેવી છોકરી સપનામાંય મળવી શક્ય નહોતી. ખરું કહો તો જીવનમાં ક્યારેય કોઈ છોકરી સાથે વાત ન કરી હોય તેવા સૌમિલ માટે તો આહ્વાનો ‘ગુડ મોર્નિંગ’ એવો રિપ્લાય પણ જૅકપૉટ સમાન હતો. આહ્યા સૌમિલને પોતાના બોયફ્રેન્ડની ફરિયાદ કરતી. મન હળવું કરતી. તેના માટે એ તેનો એવો જ અંગત મિત્ર હતો જેવી અન્ય બહેનપણીઓ.

This story is from the July 30, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 30, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024