સ્વાતંત્ર્યપ્રાપ્તિનો સમયગાળો: કાર્ટૂનિસ્ટોની નજરે
ABHIYAAN|August 06, 2022
અંગ્રેજી શાસનમાંથી મળેલી આઝાદી અને તેની સાથે સાથે અખંડ હિન્દુસ્તાનનું થયેલું વિભાજન. સમગ્ર દેશના ઇતિહાસ અને ભૂગોળને આ બંને ઘટનાઓએ બદલી નાખ્યા. આ સમયગાળાની આસપાસનાં કાર્ટૂનો દ્વારા કાર્ટૂનિસ્ટોએ આ ઘટનાઓને શી રીતે આલેખી એ જાણવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે.
સ્વાતંત્ર્યપ્રાપ્તિનો સમયગાળો: કાર્ટૂનિસ્ટોની નજરે

બીરેન કોઠારી

સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુઓ હોવાનું કહેવાતું આવ્યું છે. આપણા દેશને થયેલી સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાબતે પણ આ હકીકત સાચી પુરવાર થઈ. એક તરફ અંગ્રેજી શાસકોની વિદાય થઈ અને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ તેમની ગુલામીમાંથી મુક્ત બન્યો. સાથે જ અખંડ હિન્દુસ્તાનનું વિભાજન કરવામાં આવ્યું અને પાકિસ્તાન નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. ધર્મને આધારે કરવામાં આવેલા આ વિભાજનને પગલે દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આ રમખાણોમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિનો આનંદ ક્યાંય હવા થઈ ગયો હશે! સ્વાતંત્ર્યસંગ્રામની ગતિવિધિઓ જેમ પ્રસાર માધ્યમોમાં ઝીલાતી હતી એ જ રીતે પ્રસાર માધ્યમો, ખાસ કરીને અખબારો સાથે સંકળાયેલાં કાર્ટૂનોમાં પણ સમાંતરે પ્રતિબિંબિત થતી હતી. કાર્ટૂનકળા ભારત માટે હજી પ્રમાણમાં નવીસવી હતી, છતાં તેનું ખેડાણ ભરપૂર માત્રામાં થવા લાગ્યું હતું. ભારતીય ઉપરાંત વિદેશી કાર્ટૂનિસ્ટો માટે પણ આપણો સ્વાતંત્ર્યસંગ્રામ અને તેને લગતી ગતિવિધિઓ મહત્ત્વનો વિષય બની રહેલી.

૧૯૪૨માં ગાંધીજીએ ‘હિન્દ છોડો'ની હાકલ કરી, જેના પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા. ત્યારથી શરૂ કરીને છેક ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦એ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો ત્યાં સુધીનો સમયગાળો, એટલે કે ૧૯૪૦નો દાયકો જ અનેકવિધ ઘટનાઓથી સભર બની રહ્યો એમ કહી શકાય.

આ સમયગાળાની અસર વિવિધ ક્ષેત્રોમાં ઝીલાઈ હશે. અહીં આ દાયકાની બે બે મુખ્ય ઘટનાઓ - દેશની સ્વાતંત્ર્યપ્રાપ્તિ અને વિભાજનની આસપાસનો સમયગાળો કાર્ટૂનોમાં શી રીતે ઝીલાયો એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વિવિધ કાર્ટૂનિસ્ટોનો આ ઘટના અંગેનો દ્રષ્ટિકોણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પોતે દેશના જે બનાવોના સાક્ષી હોય, નાગરિક તરીકે એનાથી અસરગ્રસ્ત થવાના હોય, અંગત વિચારધારા પણ ધરાવતા હોય, છતાં નિયત સમયમાં, સાંપ્રત ઘટના પર વ્યંગ્યાત્મક ટિપ્પણી કાર્ટૂન દ્વારા કરવાનું કામ મુશ્કેલ કહી શકાય એમ હતું. આ અઘરું કાર્ય તેમણે શી રીતે પાર પાડ્યું એ થોડાં ચૂંટેલાં કાર્ટૂનો થકી જોઈએ. કાર્ટૂન માણતી વખતે તેમાં દર્શાવાયેલી ઘટનાનો સંદર્ભ જાણવો જરૂરી બની રહે છે. એટલા પૂરતી વિગતો દરેક કાર્ટૂનની સાથે ઉલ્લેખાયેલી છે. બાકીની તો દ્રશ્યકળા છે, જેને માણવા માટે દ્રષ્ટિને કેળવવાની જ જરૂર છે.

ભડકનારા હાથી પરની સવારી

This story is from the August 06, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 06, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024