વડોદરાએ જાળવેલી ગરબાની પરંપરાગત ઓળખ
ABHIYAAN|October 08, 2022
ગરબા તો આમ આખા ગુજરાતની ઓળખ છે, પણ શહેર હોવા છતાં વડોદરાએ તો એની પરંપરાગત ઓળખ જાળવી રાખી, એમાંય ગુજરાત બલ્કે વિશ્વભરના ગુજરાતીના પ્રિય ગરબા સાથે આ શહેરનો અતૂટ નાતો રહેલો છે.
સુશીલા મેકવાન
વડોદરાએ જાળવેલી ગરબાની પરંપરાગત ઓળખ

સસ્કૃિતિક આનંદ તથા ભક્તિનું સામૂહિક સર્વોત્તમ માધ્યમ એટલે ગરબો, જેને ગુજરાતનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. ગરબાની આગવી ઓળખ ગુજરાત થકી જ વિશ્વ સ્તરે ઊભરી છે. આધુનિક પેઢી કદાચ ગરબાને આનંદ અને મનોરંજન સાથે આદ્યશક્તિની આરાધનારૂપે જ ઓળખે, પરંતુ માનવીની પ્રકૃતિ આધારિત જીવન વ્યવસ્થા દરમિયાન ગરબો એક સનાતન પરંપરા રૂપે અનેક ગૂઢાર્થ સહિત પ્રચલિત બન્યો હતો.

ગરબો ગુજરાત ભરમાં ગવાય છે, પરંતુ વડોદરાએ ગરબાને વિશેષ ઓળખ આપી છે. વડોદરાના ગરબામાં વિવિધતા, વિશિષ્ટતા અને અનોખાપણું જોવા મળે છે. પૌરાણિક ઇતિહાસ મુજબ તો શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની ઉષાએ પાર્વતીજી પાસેથી લાસ્ય નૃત્ય શીખી દ્વારકાની સ્ત્રીઓને તે શીખવ્યું અને તે પછી ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત’ ગરબાની મેંદીની જેમ ગરબો ય ગુજરાત સુધી પહોંચ્યો.

વડોદરામાં દિવંગત સર સયાજીરાવના સમયથી ગરબા ગવાય છે. વડોદરા શહેર માટે પણ ભૂતકાળમાં ગરબો ગવાતો, ‘ધન્ય ધન્ય રે વડોદરા શહેર, રૂપે રંગીલું, છેલ છબીલું, અલબેલું..' વીજળી નહોતી તો ગર્ભદીપ અને ગગન ગોખના ચંદ્રદીપના અજવાળે ગરબા ગવાતાં. વર્ષાની વિદાય થાય ’ને શરદની સવારી આવે, તેમાં અશ્વિન માસની અજવાળી નવરાતોના દીર્ઘ આનંદ અને ઉલ્લાસમાં આબાલવૃદ્ધ સૌ તરબોળ બનતાં. શેરીઓમાં ગવાતાં ગરબા ધીમે ધીમે સોસાયટીઓમાં અને ત્યાર બાદ આયોજકો થકી મેદાનોમાં પહોંચ્યા જે છેવટે આજની ઝાકમઝોળ પામ્યા.

વડોદરામાં ગરબાની ઓળખ આપવામાં કલહંસ પટેલનું નામ મોખરે મૂકી શકાય. ફાઇન આર્ટ્સ અને નૂતન ભારત ક્લબમાં ગરબા શરૂ થયા બાદ રવિન નાયક તથા સ્વ.વિક્રમ પાટીલનો પણ વડોદરાના ગરબાના વિસ્તારમાં મુખ્ય ફાળો રહેલો છે. વિક્રમ પાટીલે રેસકોર્સ મેદાનમાં આશિત દેસાઈ સાથે ગરબા શરૂ કર્યા. રવિન નાયકના ગરબા સાંભળવાને તે વખતના લોકો એક લહાવો ગણતા જે આજે ૪૦ વર્ષ બાદ પણ એટલી જ ગિરમા ધરાવે છે. ‘અભિયાન’ સાથે વાત કરતાં વિન નાયક જણાવે છે કે, ‘હું ૪૦ વર્ષથી રેમપની રવિન નાયક ગ્રૂપ ચલાવું છું અને પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, અવિનાશ વ્યાસ વગેરે એ કંડારેલી કેડી પર ચાલુ છું. એમ કહી શકાય કે, હું પરંપરા જાળવવાનો પ્રયાસ કરું છું. ગરબા ઉપર મારાં સંશોધનો આજે પણ ચાલુ છે અને ગરબો એની શ્રેષ્ઠતા જાળવી રાખે એવો સદાય મારો પ્રયાસ રહેશે.’

This story is from the October 08, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 08, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024