ગાંધીજીને બાબુ બોસનો પત્ર
ABHIYAAN|October 08, 2022
બાપુ, આવો ડિફેક્ટિવ માલ વરસો વરસથી અમારા પાટનગરના રાજકીય ગોડાઉનમાં ઊધઈ ખાતો પડ્યો રહે છે. કરુણતા તો બાપુ, એ છે કે આવો ડિફેક્ટિવ માલ ક્રમશઃ વધતો જ જાય છે
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
ગાંધીજીને બાબુ બોસનો પત્ર

પૂજ્ય બાપુ,

નમસ્કાર,

આજે બીજી ઑક્ટોબર, તમારો બર્થ ડે. હેપી બર્થ ડે બાપુ! હું રાજકારણી નથી છતાં શુભેચ્છા પાઠવું છું કે ‘મેની મેની હેપી રિટન્સ ઑફ ધ ડે!’ સૌ પ્રથમ તો બાપુ, મારે તમારી કુશળતા પૂછવી જોઈએ, પણ તમારી કુશળતા પૂછવા જેટલો હું કુશળ નથી, એટલે કુશળતા નહીં પૂછવા બદલ ક્ષમા કરશો.

બાપુ, દર વર્ષે અમે ભારતવાસીઓ તમને વધુમાં વધુ બે વાર તો યાદ કરી જ લેતાં હોઈએ છીએ. એમાંય બીજી ઑક્ટોબર તો ખાસ! કારણ કે એ દિવસોમાં ખાદી ખરીદવામાં વળતર મળે છે! કેટલાક તો આ દિવસોમાં જ ‘ગાદી’ ખરીદવામાં (સામેના ધારાસભ્યને ખરીદવામાં) સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ જાહેર કરતાં હોય છે. બાપુ, તમને તો ક્યાંથી ખબર હોય, પણ તમારા ગયા પછી અમારા રાજકારણીઓએ રાજકારણને ‘ખરીદ-વેચાણ સંઘ’માં પરિવર્તિત કરી નાખ્યું છે અને ઑક્ટોબર મહિનામાં (આમ તો દર વર્ષે સપ્ટેમ્બરથી જ શરૂ થઈ જાય તેવું) ‘જેન્યુઇન સેલ’ જોવા મળે છે. જેમાં કેટલાક ઇફેક્ટિવ ધારાસભ્યો અન્ય પાર્ટીના હાથે ખરીદાઈ જાય છે, પણ અમુક ‘ડિફેક્ટિવ’ ધારાસભ્યોનું વેચાણ તો પચાસ ટકા ડિસ્કાઉન્ટના ભાવે પણ નથી થઈ શકતું!

બાપુ, આવો ડિફેક્ટિવ માલ વરસો વરસથી અમારા પાટનગરના રાજકીય ગોડાઉનમાં ઊધઈ ખાતો પડ્યો રહે છે. કરુણતા તો બાપુ, એ છે કે આવો ડિફેક્ટિવ માલ ક્રમશઃ વધતો જ જાય છે. ઊધઈથી માલને અસર નથી થતી, પણ આવા માલને લીધે ઊધઈ સાફ થવા માંડી છે! તમે તો બાપુ પેલા રડ્યા ખડ્યા ‘સત્ય’ને શોધવામાં, સત્યને સમજવામાં પૂરી જિંદગી ખર્ચી નાખી, પણ અત્યારે તમારે એ લાડકવાયું સત્ય અમને ક્યાંય અનુભવવા તો શું, જોવા ય નથી મળતું! અમારા નેતાઓએ ‘સત્ય’ને શોધવામાં, સત્યને સમજવામાં આખી જિંદગી ખર્ચી નાખી, પણ અત્યારે તમારું એ લાડકવાયું સત્ય અમને ક્યાંય અનુભવવા તો શું, જોવાય નથી મળતું! અમારા નેતાઓએ સત્યને મોઢે લાચારીનો ડૂચો મારી દીધો છે. તમે તો તમારી આખી જિંદગીની લેબોરેટરીમાં ‘સત્યના પ્રયોગો’ જ કર્યા, પણ તમારા વારસદારો (કૌટુંબિક વારસદારો નહીં, રાજકીય અને ખાદી વારસદારો)એ તો એ જ ‘સત્ય’ને ‘અસત્ય'નો યુનિફોર્મ પહેરાવી દીધો છે.

This story is from the October 08, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 08, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025