ચોમાસાની અનોખી ભેટઃ ખાડા અને ભૂવા!
ABHIYAAN|October 15, 2022
જે શહેરના ખાડા અને ભૂવા આટલા બેનમૂનપણે સ્વયંસર્જિત કે સ્વયંભૂ પ્રગટતા હોય એ શહેરના શાસકો અને વહીવટદારો પાસે કેવી કલાત્મક સૂઝ હશે?!
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
ચોમાસાની અનોખી ભેટઃ ખાડા અને ભૂવા!

ટૉમ્સ હૉડ નામના એક અંગ્રેજ કવિની કવિતા પંક્તિ યાદ આવે છે. એ લખે છે: ‘O God, than bread should be so dear, And flesh and blood so cheap.’ આ જ સંદર્ભે આપણા અધ્યાત્મ કવિ સુન્દરમની એક કવિતાની કડી છેઃ ‘રામજી, કાં રોટલા મોંઘા, ’ને લોહીમાંસ આટલાં સોંઘાં.’

આ વાત અમને અમદાવાદના ખાડાડિત અને ભૂવામઢઢ્યા રસ્તાના સંદર્ભે યાદ આવી ગઈ. અમે કવિ તો છીએ નહીં, છતાં કવિ ટૉમ્સ હૉડની ક્ષમા યાચના સાથે એટલું તો ભૂવા સંદર્ભે ચોક્કસ કહીએ કે - હે નગરસેવકજી, કાં ખાડા ’ને ભૂવા આટલા સોંઘા ’ને ફ્રેક્ચર આટલાં મોંઘાં?!

ચોમાસાની ખરી મજા વરસાદની નહીં, નાના-મોટા ખાડા અને ઊંડા-પહોળા ભૂવાની છે. ભૂવાનું સર્જન સ્વયંભૂ હોય છે. રસ્તા પર સર્જાતા ભૂવા બનતા નથી, જન્મે છે. એમનું અસ્તિત્વ તળાવ કે નદી જેવું કુદરતી છે. આ માટે જે-તે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે!

કેટલાક લોકો કોર્પોરેશનનો વાંક કાઢે છે. લોકોની આ ટેવ સારી ન કહેવાય. કોર્પોરેશનના વહીવટદારો બિચારા, થાય એટલા ભૂવાનું સર્જન થવા દે છે અને જે થઈ ચૂક્યા છે એ દરેકે દરેક ભૂવાને કંકુ-ચોખાથી વધાવી લે છે. વળી, દર ચોમાસે નવા-નવા અને ક્યારેક તો અવનવા ભૂવાનું સ્વયંભૂ સર્જન થાય એ માટે ‘મોન્સૂન ઍક્શન પ્લાન’ પણ બનાવે છે. શક્ય છે કે, કોઈક જગાએ આટલાં વર્ષોમાં એક પણ ભૂવો પડ્યો ન હોય તો એમાં કોર્પોરેશનનો વાંક કાઢવા બેસીએ એ પણ સારું નહીં. કેટલાંક કામો તો આપણાથી પણ ધ્યાન બહાર જતાં રહે છે એટલે શું આપણે આપણા માથા પર માછલાં ધોઈએ છીએ? આપણને કશો જ હક નથી કે ભૂવાની બાબતે આપણે મ્યુનિસિપાલિટીના સક્રિય અને બેનમૂન વહીવટીતંત્ર પર માછલાં ધોઈએ.. અને એમ કરવા જતાં, માછલાં જ આપણા પર બદનક્ષીનો કેસ ઠોકી દે, તો?

This story is from the October 15, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 15, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025