કૃત્રિમ બેટ બન્યા સુરખાબના સ્વર્ગ
ABHIYAAN|October 22, 2022
કચ્છના રણમાં જ્યાં પાણી ભરાય છે તે વિસ્તારમાં વનખાતાએ કૃત્રિમ બેટ બનાવ્યા છે. સારા વરસાદના પગલે નવા બેટ પર ગ્રેટર અને લેસર ફલેમિંગોએ પોતાની પસંદગી ઉતારી છે. અહીં તેઓએ ઈંડાં મૂક્યાં છે અને બચ્ચાં પણ બહાર આવ્યાં છે. ફ્લેમિંગો સિટી તરીકે વિખ્યાત હંજ બેટ પર તો સુરખાબોએ માળા બનાવ્યા જ છે, પણ પાણીનું સ્તર બદલાતાં માળા માટે અન્ય જગ્યાઓ પર બનાવેલા કૃત્રિમ બેટ પર પણ પસંદગી ઉતારી છે.
સુચિતા બૌઘાણી કનર
કૃત્રિમ બેટ બન્યા સુરખાબના સ્વર્ગ

અનેક નૈસર્ગિક આપદા વેઠતું કચ્છ કુદરતના અનેક વરદાન પણ પામ્યું છે. અહીંની પક્ષી સૃષ્ટિ આવા વરદાનો પૈકીની જ એક છે. આ વિસ્તારમાં જોવા મળતું પક્ષીઓનું વૈવિધ્ય ભાગ્યે જ ક્યાંય જોવા મળે. કચ્છમાં ૪૦૦થી વધુ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. તેમાંથી ઘણાં પક્ષીઓ સ્થળાંતર કરનારા પણ હોય છે. ગુજરાતના રાજ્ય પક્ષી તરીકેનું બહુમાન મેળવનારું સુરખાબ – ફ્લેમિંગો પણ કચ્છનું છે તેમ કહી શકાય, કારણ કે તે પ્રજનન માટે કચ્છના રણમાં આવેલા બેટ પર માળાઓ બનાવે છે. અહીં જ તેમનાં બચ્ચાં જન્મે છે. કચ્છનું મોટું રણ એ દક્ષિણ એશિયામાં સુરખાબની એકમાત્ર પ્રજનન ભૂમિ છે. ફ્લેમિંગો સિટીએ વિશ્વપ્રસિદ્ધિ મેળવી છે. આ પક્ષીઓને અહીં વધુ ને વધુ અનુકૂળ વાતાવરણ મળે અને તેઓ વધુ સંખ્યામાં પ્રજનન કરે તે હેતુથી કચ્છનું વનતંત્ર પણ સક્રિય છે. વનતંત્ર દ્વારા કૃત્રિમ, નાના બેટ બનાવાયા છે. જ્યાં આ વર્ષે ફ્લેમિંગોએ પ્રજનન કર્યું છે અને બચ્ચાં મોટાં પણ થયાં છે. માનવીએ આપેલી આ સહાયને સુરખાબોએ સહર્ષ સ્વીકારી હોવાનું લાગે છે.

જે વર્ષે સારો વરસાદ પડે અને કચ્છના રણમાં પાણીનો ભરાવો થાય તે વર્ષે સુરખાબ મોટી સંખ્યામાં પ્રજનન માટે રણમાં પહોંચી જાય છે. ગ્રેટર ફ્લેમિંગો હંજબેટ કે અંડા બેટ નામથી ઓળખાતા બેટ પર કાદવમાંથી માળા બનાવીને ફ્લેમિંગો સિટી રચે છે. મોટા રણમાં દરિયાનું પાણી ભરાય છે. તેમાં વરસાદના મીઠા પાણીનો ઉમેરો થાય છે. આમ ખારું અને મીઠું પાણી ભેગું થઈને પાણીમાં અમુક માત્રાની ખારાશ નિર્માણ થાય છે. આવી સ્થિતિમાં પાણીમાં પ્લેન્કટોન નામની જીવાત અને લીલનું ઉત્પાદન વધે છે. જે સુરખાબનો ભાવતો ખોરાક છે. સુરખાબ નગરીમાં જ્યારે આવી સ્થિતિ સર્જાય છે ત્યારે લાખોની સંખ્યામાં ફ્લેમિંગો ત્યાં પહોંચી જાય છે અને પ્રજનન દ્વારા વંશવેલો આગળ વધારે છે.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025