મારો જન્મ ૨૪ મે, ૧૯૮૬માં સુરતના વરાછા વિસ્તારમાં થયો હતો. કમલ પાર્કમાં અમે ચાર ભાઈઓ અને ત્રણ બહેનો મોટાં થયાં. પ્રાથમિક શિક્ષણ સંસ્કાર વિધાભવનમાં પૂરું કર્યું. જોકે મૂળ વતન અમારું ભાવનગર જિલ્લાનું ભાણવડ ગામ. બાળપણમાં હું ખૂબ તોફાની હતો. બારમા ધોરણમાં અમે બારડોલીના અસ્તાનમાં સ્થાયી થયા. ત્યાંની બીએબીએસ સ્કૂલમાં ૧૨મું ધોરણ પૂરું કરી માલીબા કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યાર બાદ લોનાવલા, પૂનાની સિંહગઢ કોલેજમાં એમબીએ અને એલએલબી કર્યું. ત્યાં કોલેજની સામે જ ‘બિગ બોસ'નો સેટ હતો. ત્યારે ‘બિગ બોસ' સિઝનનો લોકોમાં ભારે ક્રેઝ હતો. સેટ પર કામ કરતાં લોકોને હું કલાકો સુધી જોતો રહેતો. મને હંમેશાં થતું કે આ કામ કરવા જેવું છે, પરંતુ ત્યાં જવા માટે કેવો સંઘર્ષ કરવો પડે એનાથી હું વાકેફ હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પૂનામાં જ ઇન્ફોસિસમાં ૭૦ હજારના પગારની નોકરી મળી ગઈ. એક વર્ષ આઈટી સેક્ટરમાં મેં નોકરી કરી, પરંતુ કેમેય કરી કામમાં મન ન લાગ્યું. આથી એક દિવસ સવારે ઊઠીને નક્કી કરી લીધું કે હવે મારે નોકરી નથી કરવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. પિતાએ કહ્યું કે જો, તું આ નોકરીમાં ખુશ નથી રહી શકતો તો જેમાં ખુશ રહી શકે એવું કામ કર. મેં ‘બિગ બોસ’માં જ પ્રોડક્શન મેનેજર તરીકે ૧૭ હજાર પગારની નોકરી મેળવી લીધી. મારા મિત્રો મને કહેતા કે તું ગાંડો થઈ ગયો છે? ૭૦ હજારની નોકરી છોડીને હવે આ ૧૭ હજારની નોકરી કરશે? પરંતુ મને એ કામમાં મજા આવતી હતી. હાલ અમે લેક સિટી બાબેનમાં રહીએ છીએ.
‘બિગ બોસ'ની આઠ સિઝનમાં કામ કર્યું, ઝલક દીખલા જા, યે મોહબ્બતેં, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ધ કપિલ શર્મા શો, કૌન બનેગા કરોડપતિ વગેરે જાણીતા શોમાં પ્રોડક્શન મેનેજર તરીકે બાર વર્ષ કામ કર્યું. ૨૦૧૨થી એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો. જાની બ્રધર્સ નામની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી. ૨૦૧૫-૧૬માં ‘આવું જ રહેશે' નામની ગુજરાતી ફિલ્મ બનાવી. જેનું સ્ક્રિપ્ટ રાઇટિંગ અને ડિરેક્શન પણ મેં જ કર્યું. ફિલ્મના પ્રમોશન માટે એક મેલ અને ફીમેલ કેરેક્ટરને લઈને કોમેડી વીડિયો બનાવવાનો વિચાર આવ્યો.
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!