ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે આચાર્ય દેવવ્રતની નિયુક્તિની સામે વાંધા-વિરોધના ઝંડા બુલંદ કરનારાઓએ આત્મખોજ કરવાની જરૂર છે. માત્ર ખાદી ધારણ કરવી તેને જ ગાંધીવાદની એકમેવ ઓળખના માપદંડ સ્થાપિત કરનારાઓ એ ભૂલી જાય છે કે તેઓએ ગાંધીજીના અન્ય આદર્શો, મહાવ્રત અને સ્વચ્છતા તેમ જ રચનાત્મક પ્રવૃત્તિના તમામ વાઘાઓ ક્યારના ઉતારીને ફેંકી દીધા છે. ગાંધીવાદી કહેતાં ગાંધીયન સંસ્થાઓનો વહીવટ સંભાળનારાઓ તેમના સંસ્થાનની બહાર કોઈ ગાંધીવાદી હોઈ જ ન શકે એવું માનીને ચાલે છે. હકીકત એ છે કે સાચા ગાંધીવાદીઓ ભલે સાવ નજીવી સંખ્યા હોય તો પણ તે આવા સંસ્થાનની બહાર જોવા મળે છે અને તેમાંના એક આચાર્ય દેવવ્રત છે. નખશિખ પ્રામાણિક, સાદું શિસ્તબદ્ધ જીવન. પોતે સ્વીકારેલા આદર્શો પ્રત્યે સંનિષ્ઠ અને સમર્પિત. તેમણે આર્ય સમાજના સિદ્ધાંતો સ્વીકારી તેને અનુરૂપ પોતાના જીવનને ઢાળ્યું છે. જીવનમાં નૈતિકતાના આચરણની બાબતમાં તેઓ અન્ય કોઈ પણ કહેવાતા ગાંધીવાદી કરતાં સવાયા પુરવાર થાય તેમ છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે નિયુક્તિના વિવાદ દરમિયાન તેમણે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે, ગાંધીજી જો જીવિત હોત તો વિદ્યાપીઠના કુલપતિપદ માટે તેમણે મને આશીર્વાદ આપ્યા હોત. ગાંધીજી પ્રણિત સિદ્ધાંતોમાં અનન્ય આસ્થા હોય ત્યારે જ વ્યક્તિ આવું વિધાન કરી શકે. વિરોધના ઝંડા ઉઠાવનારાઓને વાંધો એ પણ રહ્યો કે આરએસએસના વ્યક્તિને ગાંધીવાદી સંસ્થામાં ઉચ્ચ પદ અપાયું છે. તેઓ ભૂલી જાય છે કે સ્વયં ગાંધીજીને આરએસએસ સામે કોઈ વાંધો ન હતો. તેઓ એકથી વધુ વખત સંઘ-શાખા, શિબિરમાં આવેલા. સંઘમાં અસંખ્ય પદાધિકારીઓ આજીવન ખાદીવ્રતધારી રહ્યા છે. ગાંધીજીના પટ્ટશિષ્ય સમાન અપ્પાજી જોશી સંઘ સ્થાપક ડૉ. હેડગેવારના નિકટના સહયોગી અને સંઘના અધિકારી હતા. ગાંધીવાદીઓના દંભની પરાકાષ્ઠા તો એ છે કે નક્સલવાદી હિંસાને વાજબી ઠરાવનારા મહાશ્વેતા દેવીને વિદ્યાપીઠના અતિથિગૃહમાં ઉતારો આપી મહેમાન બનાવાયા હતા. સંઘે આવી હિંસાનું ક્યારેય પ્રબોધન કર્યું નથી. ગૂજરાત વિદ્યાપીઠના આંતરિક રાજકારણની અસલિયત અહીં પ્રસ્તુત છે.
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!