બુધનો સ્વભાવ રજોગુણી છે, અમારો બાબુ બૉસ તો રજોગુણીને બીજોગુણી કહે છે. બસ, આને જ બુધનો પ્રતાપ કહેવાય. અમારો આ મિત્ર બુધપ્રધાન છે. બુદ્ધિપ્રધાનની હજુ સુધી મને ખબર નથી પડી. જોકે, એનેય ખબર તો નહીં જ હોય, નહીંતર અમારી મૈત્રી હજુ સુધી ટકી હોય ખરી? બુધપ્રધાન વ્યક્તિમાં વ્યાપારી સમજ કે ગણતરીવાળો સ્વભાવ વધારે જોવા મળે છે. પોતે હંમેશાં પ્રફુલ્લિત અને પ્રસન્ન રહે છે. અલબત્ત, બીજાના ભોગે. આવી વ્યક્તિ જે કંઈ કામ કરે છે તે બૌદ્ધિક કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ કરે છે એવા વહેમમાં રહેવાનું એને ગમતું હોય છે.
બુધનું નંગ એટલે કે રત્નનું નામ છે પાનું. આ જાતક પોતાની આંગળી પર વીંટીમાં પાનું પહેરે કે ન પહેરે પણ એની જીવનકિતાબનું એકેએક પાનું ખુલ્લું થઈ જતું હોય છે. એ ‘ગમે એટલું’ ઢાંકવાનો પ્રયત્ન કરે તો પણ ‘પાને પાને પર લિખા હૈ પઢનેવાલે કા નામ’ - એ રીતે એની જીવન કિતાબનાં દરેક પાનાંને એનો વાંચનાર મળી રહેતો હોય છે. બુધપ્રધાન જાતકનું પ્રિય ધાન્ય મગ છે. મગ ધાન્ય નહીં, પણ કઠોળ છે, મગ ખાનાર કઠોર બની શકે છે. નઠોર બની શકવાની ગૅરન્ટી મગ ન આપી શકે. આ જાતક ભલે ગમ ખાતાં ન શીખ્યો હોય, મગ ખાતાં શીખી જાય છે. જોકે મગ સાથે મગજને કોઈ જ સીધો કે આડો સંબંધ નથી હોતો, છતાં પણ મગની અસર મગજ પર પડતી જ હોય છે. કદાચ એ કારણે જ આ જાતક, નામ ગમે તે હોય, ‘મગન’ થઈને જ ફરતો હોય છે.
આ બધા ગ્રહમંડળમાં માત્ર બુધ જ એવો ગ્રહ છે જેને પશુ તરીકે હાથી પ્રિય છે. બુધપ્રધાન જાતકનો જીવનસાથી ભલેને કોઈ દૂબળો પાતળો હોય, હાથી એનું પ્રિય પ્રાણી છે. શક્ય છે કે આ જાતકના દાંત પણ ચાવવાના અને દેખાડવાના જુદા જુદા હોય, પણ તેથી કરીને એના દાંતની દાણચો રી થાય એવી કોઈ જ શક્યતા છે નહીં. હા, પોર્ટેબલ દાંત હોય તો ચોરી થવાની સંભાવના ખરી.
This story is from the November 19, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 19, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ