જ્યાં સિનેમા શ્વસે છે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ
ABHIYAAN|December 17, 2022
ગોવામાં નવેમ્બરની આખરમાં યોજાઈ ગયેલા ૫૩મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવના સમાપન સમારોહમાં જ્યુરીના વડા ઇઝરાયલના ફિલ્મ નિર્દેશક નદવ લેપિડની ‘ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ વિશેની ટિપ્પણી આખરી ક્ષણોમાં વિવાદનો વિષય બની રહ્યો. જોકે ઇઝરાયલના ભારત ખાતેના રાજદૂતે પરિસ્થિતિને સંભાળી લીધી હતી. ફિલ્મોત્સવનો રસપ્રદ અહેવાલ ‘અભિયાન'ના કટાર લેખકની કલમે..
પાર્થ દવે
જ્યાં સિનેમા શ્વસે છે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ

ગોવાના દરિયા કિનારે આ વર્ષે, ફરી ૨૦થી ૨૮ નવેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ રંગેચંગે ઊજવાયો. ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ તથા નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ૫૩મો ફિલ્મ સમારોહ હતો. કોવિડના ગોઝારા બે વર્ષ બાદ ગયા વર્ષે ફેસ્ટિવલ યોજાયેલો, પણ તે હાઇબ્રિડ હતો. આ વખતે પણ વર્ચ્યુઅલએક્સેસ હતું જ, તેમ છતાંય લાઇવ ઑડિયન્સ સૌથી વધુ પ્રમાણમાં આ વખતે ૫૩મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં હતું, પણ આ લખનારે પૂરેપૂરા, નવ દિવસ જાતજાતની ફિલ્મો, ભાતભાતની ફિલ્મોની વાતો તથા ફિલ્મીલોકો વચ્ચે પસાર કર્યા હતા. ૫૩મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં રમતગમત અને યુવા બાબતોના મંત્રી તથા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગઠાકુરે જણાવ્યું હતું કે, ‘એશિયાનાસૌથીમોટા ફિલ્મોત્સવ એવા ઇફિનું આ ૫૩મું વર્ષ છે. અહીં ફિલ્મમૅકર, નિર્માતા તથા દેશ-દુનિયાના કલાકારોને પોતાની કૃતિ રજૂ કરવાની તક મળે છે. અમે ભારતને વૈશ્વિક કન્ટેન્ટ હબ બનાવવા માગીએ છીએ. આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યા છીએ ત્યારે અમારી ભારતને ફિલ્મમૅકર્સ, પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન માટે એક મોટું માર્કેટ બનાવવાની યોજના છે.’

ભારતીય ફિલ્મોનો ગુલદસ્તો!

આ વખતે ઇન્ડિયન પૅનોરમા સેક્શનમાં ૨૫ ફિલ્મો હતી. જેમાં કન્નડ ભાષાની ‘હિંદનેલેંતુ’ નામક ફિલ્મ ઓપનિંગ ફિલ્મ તરીકે હતી. પૃથ્વી કોનાનુર દિગ્દર્શિત આ ફિલ્મમાં બારમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીની વાર્તા છે. બંને શનિવારના દિવસે, ક્લાસ પૂરા કર્યા બાદ અંતરંગ ક્ષણોને કૅમેરામાં શૂટ કરે છે. સોમવારે તેમને પ્રિન્સિપાલ દ્વારા બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે, તમારો વીડિયો ઇન્ટરનેટ ઉપર ફેલાઈ ચૂક્યો છે. તેમનો પરિવાર જી જાય છે. સ્કૂલમાંથી તેમના પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. બાદમાં તેમની જાતિને લઈને પણ પ્રશ્નો સામે આવે છે. શ્રીયન ભોંસલે અને નીરજ મેથ્યુ અભિનીત, યુવાનોના સંવેદનશીલ મુદ્દા પર વાત કરતી ‘હદિનેëતુ’ ફિલ્મ અગાઉ બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ ચૂકી છે.

This story is from the December 17, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 17, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025