ધરતી પર વિચરણ કરનાર મનુષ્યના મનમાં હંમેશાં આકાશ માટેનું કુતૂહલ રહ્યું છે. આ કુતૂહલ માનવજાતની ઉત્પત્તિના સમયે જ જન્મ્યું હશે. સઘળી પ્રાચીન સભ્યતાઓના અવશેષોમાં તેના પુરાવા મળે છે. પૃથ્વીથી સૌથી નજીકનો ઉપગ્રહ ચંદ્ર સૌને પ્રિય છે. કવિઓ, સાહિત્યકારો, સંગીતકારો, ગીતકારો, ચિત્રકારોથી માંડીને વિજ્ઞાનીઓ સુધીનો એ લાડીલો છે. કોઈ તેમાં ઈશ્વરીય અમી ઝરતું અનુભવે છે, તો કોઈ વિરહી તેમાં પોતાના પ્રિયજનની છબિ શોધે છે. પ્રાચીન સમયમાં રહસ્યમય લાગતા ચંદ્ર વિશેના મહત્ત્વનાં તથ્યોથી આજે આપણે સૌ માહિતગાર છીએ છતાં આજે પણ ચંદ્ર સાથે જોડાયેલી લાગણીઓ કલ્પનાના સુખ પ્રદેશમાં ખેંચી જાય છે. આજે આપણે જાણીએ છીએ કે ચંદ્ર પર હવા નથી, પાણી નથી, સપાટી પર પગ ટકાવી રાખનાર ગુરુત્વાકર્ષણ પણ પૂરતા પ્રમાણમાં નથી. તો પણ કોઈ પ્રેમી હૃદય જ્યારે ચાંદ પર લઈ જવાના કે ચાંદને ધરતી પર ઉતારી લાવવાના વાયદા કરે છે ત્યારે ભૌગોલિક સત્યો વિસરી જવાનું મન થાય છે.
જોકે હવે ચાંદ પર જવાના વાયદા સાવ અશક્ય નથી. અવકાશ યાત્રા કર્યા વિના ધરતી પર રહીને ચંદ્ર પર પગ મૂકવાનો અનુભવ મેળવી શકાય એમ છે. અમદાવાદથી આશરે ૨૦૦૦ કિ.મી. દૂર લેહ-કારગિલ હાઈવે પર અને સમુદ્ર સપાટીથી ૧૧,૫૨૦ ફીટની ઊંચાઈ પર લદ્દાખમાં આવેલું ‘લામાયુરુ’ પૃથ્વી પરની ચંદ્રભૂમિ છે.
પૃથ્વી પરની ચંદ્રભૂમિ એટલે લદ્દાખમાં આવેલું ‘લામાયુરુ’
This story is from the April 15, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 15, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ