ભૂતકાળમાંથી બોધ લઈને વાઘનો વર્તમાન સુધાર્યો, પણ ભાવિનું શું?
ABHIYAAN|April 15, 2023
૧૯મી સદીની શરૂઆતમાં ભારતમાં વાઘની વસતિ ૪૦ હજાર હતી, પણ સતત ચાલી રહેલી શિકારી પ્રવૃત્તિને કારણે ૨૦મી સદીના ૭૦ના દાયકામાં માત્ર આ વસતિ ૧૮૦૦ સુધીના આંકડે આવી ત્યારે તેના નામશેષ થવાના ભણકારા લાગવા માંડેલા. ઊંઘતી ઝડપાયેલી તત્કાલીન સરકારે છેવટે પ્રોજેક્ટ ટાઇગર નામની વાઘ બચાવ ઝુંબેશ હાથ ધરી. પાંચ દાયકામાં એનાં સારાં ફળ મળ્યાં. આમ છતાં વર્તમાન પરિસ્થિતિ જોતાં વાઘનું ભાવિ કેવું હશે એ વિશે હજી નિષ્ણાતો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
ઇમરાન દલ
ભૂતકાળમાંથી બોધ લઈને વાઘનો વર્તમાન સુધાર્યો, પણ ભાવિનું શું?

૭૦ ના દાયકામાં વાઘની વસત ૧૮૦૦ સુધી ગગડી થઈ ત્યારે વિશ્વવ્યાપી ચિંતા પણ સપાટી પર આવી હતી. ૧૯૬૯માં દિલ્હીમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની સામાન્ય સભામાં આઈએફએસ અધિકારી કે.એસ. સાંખલાએ મૂલ્યાંકન રજૂ કર્યું, ત્યારે સૌથી આંખ ઊઘડી અને વાઘની હત્યા પર રોક લગાવીને એના રક્ષણ માટે હાકલ કરવામાં આવી.

તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ વાઘને લુપ્ત થતા બચાવવા માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું અને ભારતે પાંચ વર્ષ માટે વાઘના શિકાર પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને વિશ્વાસ ન બેઠો. ડબલ્યુડબલ્યુએફ (Wrold Wide Fund)એ મોટા પાયે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશનું આયોજન કર્યું. નેધરલેન્ડના પ્રિન્સ બર્નહાર્ડ અને અન્યોએ એને ટેકો આપ્યો. ઇન્દિરા ગાંધીએ જાણીતા સંરક્ષણવાદી અને સાંસદ કરણ સિંહની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની સ્થાપના કરી. ૭ સપ્ટેમ્બર, ૧૯૭૨ના રોજનો તેનો અહેવાલ ભારતના વાઘ સંરક્ષણ કાર્યક્રમ –‘પ્રોજેક્ટ ટાઇગર’ માટે બ્લુ પ્રિન્ટ હતો. તેને વિધિવત્ રીતે ૧ એપ્રિલ, ૧૯૭૩ના રોજ જીમ કોર્બેટ નેશનલ પાર્કમાંથી લૉન્ચ કરવામાં આવ્યો. સૌપ્રથમ માત્ર છ વર્ષ (એપ્રિલ ૧૯૭૩થી માર્ચ ૧૯૭૯) માટેની પ્રવૃત્તિ તરીકે તેનો પાયો નખાયો. ભારતમાં વાઘની વસતિ જાળવીને ભાવિ પેઢીઓના લાભ અને શિક્ષણ માટે આપણા રાષ્ટ્રીય વારસાના ભાગરૂપે આવા વિસ્તારોને હંમેશાં માટે સાચવવા એ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ હતો.

રૂ. ૨૨ લાખના વિદેશી હૂંડિયામણ સહિત રૂ.ચાર કરોડનો પ્રોજેક્ટ ટાઇગર વાઘ માટેના નવ સંરક્ષણ વિસ્તારોથી થયો. જેમાં કુલ ૯૧૧૫ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા માનસ (આસામ), પલામૌ (ઝારખંડ), સિમલીપાલ (ઓડિશા), કોર્બેટ (ઉત્તરાખંડ), રણથંભોર (રાજસ્થાન), કાન્હા (મધ્યપ્રદેશ), મેલઘાટ (મહારાષ્ટ્ર), બાંદીપુર (કર્ણાટક) અને સુંદરવન (પશ્ચિમ બંગાળ)નો સમાવેશ થાય છે.

વાઘ માટેના આ અભયારણ્યો આજે વધીને ૫૩ થયાં છે અને ૭૫ હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લે છે, જે આસામ રાજ્ય જેવડો વિસ્તાર થાય. AITE (ઑલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશન૨૦૧૮) મુજબ વાઘની વસતિ ૨૯૬૭ થઈ છે, જેઓ જુદાં-જુદાં રાજ્યોના ૧૮ વિસ્તારોમાં ફેલાયેલા છે. ૫૦ વર્ષો વીત્યા બાદ આજે ભંડોળ લગભગ રૂ. ૫૦૦ કરોડ સુધી પહોંચ્યું છે.

This story is from the April 15, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 15, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025