બી ટ્રાવેલ કિંગ - ડુ બેકપેકિંગ
ABHIYAAN|April 29, 2023
ઇટાલીમાં ખ્રિસ્તના ૩૪૦૦થી ૩૧૦૦ વર્ષ પહેલાંનું એક રકસેક શોધાયું હતું, જે તામ્રયુગના એક આઇસમેને પ્રાણીના રૂંછાદાર ચામડા વડે બનાવેલું હતું. જોકે ઘણા તેને થેલો ગણવા તૈયાર નથી
ગૌરાંગ અમ
બી ટ્રાવેલ કિંગ - ડુ બેકપેકિંગ

રખડપટ્ટી કરો રઝળપાટ કરો, પણ પ્રવાસ કરો

ઘર ’ને કુટુંબની યાદ થેલામાં ભરી સુવાસ બનો

બૅક-પૅક અર્થાત્ એવી ઘેલી કે થેલો જેના પટ્ટા ખભા પર લગાડી વ્યક્તિ તેને પીઠ પર ભરવીને ઊંચકી શકે. શબ્દ નાઉન તરીકે અંગ્રેજીમાં ૧૯૦૪માં 'ને ક્રિયાપદ તરીકે ૧૯૧૬માં સ્થાન પામ્યો. બૅકપૅકિંગ એટલે બૅકપૅકમાં જરૂરિયાતની વસ્તુઓ લઈ વ્યાયામ કે મોજ ખાતર લાંબે સુધી ફરવા જવું કે પગપાળું પર્યટન કરવું. વિશ્વભરના કરોડો યુવાનોમાં બૅકપૅકિંગ પ્રિય રહ્યું છે. ભારતમાં મૂળે ૨કસેક શબ્દ ચલણમાં હતો. જેના મૂળ જર્મન ભાષામાં છે. ભારતની જેમ સમગ્ર સંસારમાં બૅક પર ઊંચકાતી બૅગની આમ ઇન્સાનમાં ઓળખાણ લશ્કરી જવાનોએ આપી હતી. વિદ્યાર્થીઓ એ પછી વાપરતાં થયા. હવે તો ગામડામાં સાઇકલ પર જતી વીરાંગનાની પીઠ પર લેપટોપ બૅગ નજરે ચઢે છે ’ને નાના-મોટા નગરમાં પિઝા હોય કે પાવડા, ડિલિવરી અર્થે બૅકષૅક વપરાય છે. આજે બે આંકડાથી માંડીને માગો એ ફિગર્સમાં સરળતાથી બૅકપક વેચાય છે, પણ એક જમાનો હતો જ્યારે બૅકપૅકિંગની ખરી ’ને પાકી વ્યાખ્યા હજુ જન્મી રહી હતી.

સૌને એમ હશે કે પ્રવાસ અંગે હંમેશાં લોકોનો અભિગમ હકારાત્મક હશે, પણ વેસ્ટની વાસ્તવિકતા એ છે કે સત્તરમી સદી સુધીમાં પ્રવાસ અંગે ત્યાંના લોકો ઘણું નકારાત્મક રહેતાં. ભારત જેવા દેશ જેની પોતાની આગવી સંસ્કૃતિ હતી તેમાં પત્રિજ્યા 'ને યાત્રા જેવી ક્રિયાને સન્માન અપાતું હતું. ત્યાં એ બધું કોમન સોસાયટી બહારનું ગણાતું. કામ માટેના 'ને કોઈ પ્રકારની સત્તા ધરાવનારાના પ્રવાસ એટલે કે ટૂરનો મામલો જુદો પડતો. ખેર, આપણે તો વિદેશી શાસકો નીચે અસામાન્ય જીવન જીવતાં હતા, પણ જ્યાં પોતાનું શાસન હતું એ પશ્ચિમમાં યુદ્ધ ’ને જવાબદારીથી દૂર ભાગનારો વિચિત્ર માણસ પ્રવાસ કરે એવું મનાતું હતું. આપણને પશ્ચિમના જે પ્રવાસી સાહસિકોની ગાથા જણાવવામાં આવે છે તે હસ્તીઓને નોર્મલ સોશિયલ હ્યુમન ગણવામાં આવતાં નહોતાં, સિવાય કે ચર્ચ કે સરકારે તેમને મોકલ્યા હોય. સત્તરમી સદીમાં અમુક અંશે પ્રવાસને શિક્ષણ ’ને આનંદનો ભાગ ગણવાનું પશ્ચિમમાં શરૂ થયું. ધનિકો ’ને સત્તાધીશોએ પ્રવાસનો શોખ પાળવા માંડ્યો, ખાસ કરીને બીજા દેશમાં પ્રવાસ કરવાનો.

This story is from the April 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 mins  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025