લંડનની યુનિવર્સિટી ઑફ યૉર્કમાં ઊંઘ, ભાષા અને ચેતના વિશેની લેબમાં મનોવિજ્ઞાની પ્રોફેસર ગેરેથ ગેસકેલે કહ્યું છે કે, ઊંઘમાં અવાજની ખૂબ વધારે પ્રમાણમાં હલચલ રહે છે. પરિણામે સપનાં પણ અનેક ભાષામાં આવે છે અને સારી ઊંઘથી ભાષા સમૃદ્ધ બને છે. આનો અર્થ એ થયો કે ભાષાને સમૃદ્ધ બનાવવા માટે પણ સમજુ માણસે ઊંઘ પ્રત્યે સંપૂર્ણ વફાદારી રાખવી જોઈએ.
બસ, આવા સમચાર જાણ્યા પછી અને એમાંથી પ્રેરણા લીધા પછી બાબુ બૉસે મને પૂછ્યું: ‘તમને સારામાં સારી, જેને શુદ્ધ ૨૪ કૅરેટની કહેવાય એવી ઊંઘ ક્યાં આવે? ભોંયતળિયા પર કરેલી પથારીમાં કે પલંગમાં?’ ત્યારે સ્વાભાવિક રીતે જ મારાથી કહેવાઈ ગયું: ‘ઑફિસમાં.’ એ તો સારું છે કે હું ભારતમાં – એમાંય અમદાવાદમાં જન્મ્યો છું એટલે ઊંઘવા માટેની આટલી સરળતા મળી શકી છે. જે દિવસે હું રજા પર હોઉં ત્યારે બે જણની ઊંધો બગડે છે. એક તો ઘેર રહેવાથી મારી ઊંઘ બગડે છે અને મારી ‘ઘેર’ હાજરીથી મારા બૉસની ઊંઘ બગડે છે. હું ઑફિસના બૉસની વાત કરું છું!
હું મારા ખુદના ઘરમાં સૂઈ ન શકતો હોઉં એટલી - એના કરતાંય તગડી સાઉન્ડ-સ્લીપ મારી ઑફિસમાં ખેંચી કાઢું છું. વાતાવરણ જ એટલું સુંવાળું હોય છે ને કે મારા જેવા યોગાત્માને ક્ષણમાં જસમાધિ લાગી જાય છે. આમ તો જોકે આજના કળિયુગમાં આટલી આસાનીથી ઊંઘ આવી જાય, એ પણ ઈશ્વરના આશીર્વાદ વગર શક્ય નથી.
બીજાઓ માને કે ન માને, હું તો માનું જ છું કે શાંતિ જ જોઈતી હોય તો ઘરમાં રહેવા કરતાં ઑફિસમાં રહેવું વધારે સારું છે. બૉસને લાગે કે માણસ સિન્સિયર છે. ઘરનાને લાગે કે બાપડો કેટલી મહેનત કરે છે, રજાના દિવસે પણ આરામ નહીં અને આ બધાંની જાણ બહાર આપણે શાંતિથી ઑફિસમાં કલાક બે કલાક ઊંઘી જતા હોઈએ. ઊંઘ પણ સામાન્ય નહીં, વિથ સ્વીટ ડ્રીમ! ઘરમાં આટલી સુવિધા નથી હોતી, ભલે ને સસરાનું ઘર કેમ ન હોય? ત્યાં પણ ઘોંઘાટ તો થવાનો જ ને! માણસમાત્ર ઘોંઘાટને પાત્ર! ખુદના ઘરમાં પત્ની તો ઠીક મારા ભઈ, બાળકોય મોટા નેતા થઈને ફરતા હોય - આપણા એટલે કે મારા કહ્યામાં રહે નહીં, ગમે તેટલા મોટા (એ બધાંને મન તો ખોટા) અવાજે ધમકાવતો હોઉં, પણ મારું સાંભળે જ કોણ? ખરેખર, બધું અહીંનું અહીં જ ભોગવવું પડતું હોય છે. નાનપણમાં હું પણ મારા પિતાનું કહ્યું નહોતો માનતો. કર્મ કોઈને છોડતું નથી, શું થાય?
This story is from the April 29, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 29, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય