માઇગ્રેશન યાને સ્થળાંતર આજે એક વૈશ્વિક સમસ્યા છે. ૨૦૧૯ના એક અભ્યાસ પ્રમાણે વિશ્વની જનસંખ્યાના સાડા ત્રણ ટકા લોકો માઇગ્રેટ થયેલા છે અને એ બેવતનોના જથ્થામાંથી આશરે ૬૬ ટકા તો મજૂરો છે. એશિયા, આફ્રિકા અને ગલ્ફ કન્ટ્રીઝના સેંકડો મનેખોએ સમયાંતરે વતન છોડી દેશાંતર જવું પડ્યું હોવાનાં મુખ્ય કારણો સાંપ્રત સામાજિક કે રાજકીય વાતાવરણથી પ્રભાવિત હોવા છતાં, એના મૂળ તો સાપ જેમ ચાલી ગયેલા યુરોપિયન આતતાયીઓના પાછળ રહી ગયેલા લિસોટાઓમાં જ શોધવા રહ્યા. ૨૦૨૧નું સાહિત્યનું નોબેલ પુરસ્કાર જીતનાર અબ્દુલરઝાક ગુરનાહ વતન ત્યાગીને પારકી ભૂમિને કર્મભૂમિ બનાવનાર અંગ્રેજીના પ્રોફેસર છે, જેમણે આત્મકથાનાત્મક તત્ત્વ ધરાવતાં રેફ્યુજીઓ પર કેન્દ્રિત અને યુરોપિયન સંસ્થાનવાદના કાળા પડછાયામાં જીવતા પ્રદેશના માણસોની વાત માંડી આ કાર્ય કર્યું છે. નિરાશ્રિતોના સાહિત્યની શ્રેણીમાં મૂકાતી ૨૦૦૧ની એમની ‘બાય ધ સી’ નવલકથા પોતાનું ઘર છોડીને દૂરના એક બિંદુ પર એકઠાં થતાં બે પાત્રોનો અતીત વાગોળે છે. વર્તમાન અને અતીતમાં આવજા કરતાં અને પોતાનું કથન કહેતાં બંને પાત્રોનું મનોજગત ખૂબ સારી રીતે પ્રગટ્યું છે.
‘બાય ધ સી’ની કથાનો ઉઘાડ સાલેહ ઓમાર નામક એક વૃદ્ધત્વના કિનારે પહોંચેલા, મૂળ ઝાંઝીબારના માણસથી થાય છે. તે રાજ્યાશ્રય મેળવવાના આશયથી યુનાઇટેડ કિંગ્ડમમાં આવી ચડ્યો છે. તેની પાસે હવે તેનું નામ પણ નથી. ખોટા પાસપૉર્ટ પર તેની ઓળખ છે, ‘રજબ શાબન મુહમદ’. અંગ્રેજી જાણતો હોવા છતાં એ આ વાત તે છુપાવે છે, કારણ કે એને ગેરકાયદેસર ખોટા પાસપોર્ટ પર પલાયન થવામાં મદદ કરનાર માણસે જ એવી સલાહ આપેલી. ઇમિગ્રેશન વિભાગે હવે ‘રજબ મુહમદ’ માટે કોઈ દુભાષિયો શોધવો પડે એમ છે. તેઓ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલ, મૂળ ઝાંઝીબારના જ એક કવિ-પ્રોફેસર લતિફ મુહમદનો સંપર્ક કરે છે. લતિફને જ્યારે આ નિરાશ્રિતનું નામ ‘રજબ મુહમદ’ હોવાનું કહેવામાં આવે છે ત્યારે એને આંચકો લાગે છે, કેમ કે લતિફના પિતાજીનું નામ પણ એ જ હતું.
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ