એટેન્શન ઇકોનોમી : ધ્યાન ખેંચવાનો ધંધો
ABHIYAAN|June 03, 2023
જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે બાબત પર ધ્યાન આપીએ ત્યારે એટલી વાર પૂરતું આપણું અસ્તિત્વ જે-તે વસ્તુમય બની જાય છે. એની સાથે કોઈ સ્ટ્રોન્ગ લાગણી જોડાઈ જાય છે
સ્પર્શ હાર્દિક
એટેન્શન ઇકોનોમી : ધ્યાન ખેંચવાનો ધંધો

આધ્યાત્મિક સંદર્ભમાં વાત કરીએ તો ધ્યાન અત્યંત અગત્યની ક્રિયા કે સ્થિતિ છે એવું આપણને જ્ઞાન છે. સાંસારિક જીવનમાં દરેક ઉંમરે ધ્યાન રાખવું, ધ્યાન આપવું કે ધ્યાન ખેંચવું સમાજમાં સર્વાઇવલ માટે જરૂરી બની રહે છે. બાળકના પ્રારંભિક વિકાસ દરમિયાન તેની ઇન્દ્રિયો બરાબર વર્ક કરે છે કે નહીં, એ ચકાસવા માટે અવાજો, રંગો અને ચિત્રો વડે એનું ધ્યાન ખેંચવામાં આવતું હોય છે. બાળક પણ નાની ઉંમરેથી સમજતું થઈ જાય છે કે મોટેરાઓનું ધ્યાન ખેંચવા માટે જાતભાતની ક્રિયાઓ કરવી પડશે. અમીર કે ગરીબ, માણસ ચાહે જે પણ પ્રકારનો હોય, ધ્યાન એની એક અજોડ મૂડી છે અને સૌને સપ્રમાણ મળી છે. સાચી જગ્યાએ લાગે તો ધ્યાન તેને સંસારમાંથી તારી પણ શકે અને ખોટી જગ્યાએ લાગે તો ડૂબાડી પણ શકે. સામાન્ય મનુષ્યના ધ્યાન જેવી વસ્તુને પણ મૉડર્ન મૂડીવાદ મોનેટાઇઝ કરી શક્યું છે, અર્થાત્ માણસના ધ્યાનની રોકડી કરવામાં એણે ફતેહ મેળવી છે. એક રીતે સારી વાત પણ છે કે સામાન્યમાં સામાન્ય માણસના ઍટેન્શનની પણ હવે એ દુર્લભ વસ્તુ હોય એમ કદર થાય છે!

મેડિટેશન માટે પણ આપણે સામાન્ય રીતે ધ્યાન શબ્દ વાપરીએ છીએ અને ઍટેન્શન માટે પણ. આપણે બંને વચ્ચેનો ભેદ જાણીએ જ છીએ. ‘ઍટેન્શન’ અર્થ સાથે મેળ ખાતો ધ્યાનનો સમાનાર્થી એકાગ્રતા લઈ શકાય. અંગ્રેજીમાં ‘પૅ ઍટેન્શન’ એમ કહેવાય છે. પ્રેમ વહેંચી શકાય અને એમ કરવાથી ઓછો ન થાય, પણ ઍટેન્શન વૅ કરવાનું એટલે કે ચૂકવવાનું છે અને જ્યારે કોઈને કશું ચૂકવવું પડે ત્યારે માણસ પાસેથી એ ઓછું થાય. ઍટેન્શન જથ્થા કે સંખ્યામાં ગણી ના શકાય એટલે જે ઓછું થાય છે એ સમય છે એમ સમજવું પડે. એ સાથે, જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે બાબત પર ધ્યાન આપીએ કે ચિત્તને એકાગ્ર કરીએ ત્યારે એટલી વાર પૂરતું આપણું અસ્તિત્વ જે-તે વસ્તુમય બની જાય છે. એની સાથે કોઈ સ્ટ્રોન્ગ લાગણી જોડાઈ જાય છે.

માનસશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી હર્બર્ટ સીમન

This story is from the June 03, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the June 03, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025