પંઢરપુર તીર્થક્ષેત્ર સમગ્ર મહારાષ્ટ્રનું મહત્ત્વનું તીર્થસ્થાન છે. અહીં ઈંટ પર ઊભા રહેલા વિઠ્ઠ રખુમાઈની મૂર્તિ ભક્તોને મોહિત કરે છે. ભીમા નદીના કિનારે વસેલા આ મંદિરમાં લાખો લોકોની ભીડ રહે છે. ચંદ્રકોર આકારની આ નદીને ચંદ્રભાગા પણ કહેવામાં આવે છે. નદીમાં સ્નાન કરનારા શિક્ષિત-અશિક્ષિત ભાવિક લાંબી કતારમાં શ્રદ્ધાપૂર્વક કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા માઉલીનાં દર્શનની આશ લગાવીને કલાકો સુધી ઊભા રહે છે. પાંડુરંગને સહુ માઉલી કહીને બોલાવે છે. માઉલીનો અર્થ મા થાય છે. તેના દરેક ભક્તને માઉલીનાં દર્શનની આશ રહે છે. સમગ્ર જગતમાં ભક્તિનો મહાસાગર પંઢરપુરમાં જોવા મળે છે, જ્યાં અખંડ ભક્તિમાં તલ્લીન માઉલીનો ભક્ત કેટલાય માઈલો ચાલીને અષાઢ મહિનામાં પંઢરપુરની વારી (યાત્રાસંઘ) કરે છે. વર્ષમાં થનારી ચાર મુખ્ય વારીમાં અષાઢી વારીનું વિશેષ મહત્ત્વ છે.
અષાઢ સુદ એકાદશીના રોજ સંતોની પાલખી પોતાપોતાના ગામથી પંઢરપુર માટે પ્રસ્થાન કરે છે. તો કારતક સુદ એકાદશીના રોજ બધી પાલખી પંઢરપુરથી પોતપોતાના ગામ પાછી જાય છે. ચૈત્ર અને માગશર મહિનામાં પણ વારી થાય છે, પણ અષાઢી વારી ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. પાંડુરંગને વિષ્ણુનો અવતાર સમજનારા યાત્રાળુ માને છે કે, વિષ્ણુદેવ ચાતુર્માસમાં યોગનિદ્રામાં ચાલ્યા જાય છે. તેથી તેઓ અષાઢ મહિનામાં તેમને ગળે મળીને કારતક માસમાં ફરીથી આલિંગન આપવા આવે છે. આ ચાર મહિનાની વચ્ચે ચાતુર્માસમાં પણ તેઓ માઉલીનાં ભજન-કીર્તન, ઉપવાસ, જ્ઞાનેશ્વરી પઠન જેવા ઘણા ધાર્મિક ગ્રંથોનું પોતાના ઘરમાં અથવા સમૂહમાં વાંચન કરીને ઈશ્વરની ભક્તિમાં તલ્લીન રહે છે. ભક્તિના અનેક માર્ગ છે, પણ યાત્રાળુ મંજીરા-મૃદંગના ગજરમાં પ્રવચન-કીર્તન કરતાં કરતાં ઈશ્વર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. તેથી વારીમાં જુદી-જુદી જગ્યાએ ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે.
This story is from the June 24, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 24, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!