અમદાવાદ અને ટાઉન પ્લાનિંગ
ABHIYAAN|July 01, 2023
૧૪૫૧માં બંધાયેલ કાંકરિયા તળાવનું, ટાઉન પ્લાનિંગ સુધારણાના ભાગ રૂપે ૧૮૭૩માં રિપેરિંગ કરવામાં આવ્યું. ૩૪ સાઇડ અને આજુબાજુના બગીચા સાથે ૭૨ એકરમાં ફેલાયેલું હતું બોમ્બે ટાઉન પ્લાનિંગ ઍક્ટ ૧૯૧૫ હેઠળ બોમ્બેના કન્સલ્ટિંગ સર્વેયર મિ. એ.ઈ. મિરાંતે અમદાવાદનો પ્રથમ કોમ્પ્રિહેન્સી પ્લાન ૧૯૧૬માં બનાવેલો
ડો. વત્સલ પટેલ
અમદાવાદ અને ટાઉન પ્લાનિંગ

અમદાવાદ ભારતનું ભૌગોલિક દૃષ્ટિએ આઠમું મોટું શહેર છે, પણ વસતિ પ્રમાણે પાંચમા ક્રમે છે. ૧૮૬૬ ચો.કિ.મીનો વિસ્તાર ધરાવતું આ શહે૨ સમુદ્રથી ૫૩ મીટરની ઊંચાઈએ આવેલું છે. અહેમદશાહ બાદશાહે આ શહેરનો પાયો ૨૬મી ફેબ્રુઆરી, ૧૪૧૧ને ગુરુવારે બપોરે ૧.૨૦ વાગ્યે સાબરમતીના કિનારે નાખ્યો અને શહેરનું નામ અહેમદાબાદ રાખ્યું. જે સમયાંતરે અપભ્રંશ થઈ અમદાવાદ તરીકે પ્રખ્યાત થયું. અમદાવાદની નગર રચના એટલે કે, ટાઉન પ્લાનિંગ તેના લૉકેશનને સમજીને કરવામાં આવેલી, તેની મોટી મોટી પોળો ઉત્તરથી દક્ષિણ દિશા તરફની અને નાની ગલીઓ પણ એ જ રીતે તે જમાનાની જરૂરિયાત અને સંસાધનોને ધ્યાનમાં રાખીને આશરે આઠ ફૂટ પહોળી બનાવેલી. મકાનનાં છાપરાં રસ્તા તરફ પ્રોજેક્ટ કરેલા જેથી ભરઉનાળામાં પણ શહેરને ઠંડું રાખતા અને બપોરના સમયે પણ અવરજવર થઈ શકતી. ઈ.સ. ૧૪૮૭માં અહેમદશાહના પૌત્ર મોહંમદ બેગડાએ અમદાવાદની ફરતે કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજો હતા.

અમદાવાદની સાબરમતીમાં બારેમાસ વહેતું પાણી, આજુબાજુના વિસ્તારમાં થતો કપાસનો પાક અને આબોહવા અમદાવાદીઓ માટે કાપડ ઉદ્યોગની ઉત્તમ તક હતી. તે ઉપરાંત મોગલ સમયમાં જરઝવેરાતનો ધંધો અમદાવાદના ઝવેરીઓ દુનિયાભરમાં ખૂબ બખૂબી કરતા. આમ અમદાવાદી પ્રજા પૈસેટકે સુખી, પણ શહેરની સમૃદ્ધિમાં શહેરીજનોનું સ્વાસ્થ્ય મોટો ભાગ ભજવે. શહેરીજનોનું આરોગ્ય એ ટાઉન પ્લાનિંગની જનેતા છે. અમદાવાદમાં વારંવાર થતાં પ્લેગ (ઈ.સ. ૧૮૯૭, ૧૯૦૭, ૧૯૧૬, ૧૯૧૮), દર વર્ષે થતો કોલેરા, ટાઈફોઈડ, મેલેરિયા જેવા રોગો સામે લડવા શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય સુવિધા જેવી કે નળ, ગટર, રસ્તા સુધારવાનું કામ શહેરના વહીવટદારોએ હાથમાં લેવું પડે તેથી શહેરનો વહીવટ કરતી સંસ્થા ‘સુધરાઈ’ કહેવાતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મૂળમાં ‘ટાઉન વૉલ કમિટી’ છે. ટાઉન વૉલ કમિટીમાંથી મ્યુનિસિપલ કમિશન (૨૩.૧૨.૧૮૫૬) ત્યાર બાદ મ્યુનિસિપાલિટી (૧૮૭૪), મ્યુનિસિપલ બરો (૧૯૨૫) અને અંતે મ્યુનિસિપલ કોર્પોરેશન (જુલાઈ, ૧૯૫૦) બીપીએમસી ઍક્ટ ૧૯૪૭ હેઠળ સ્થાપિત થયું.

This story is from the July 01, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 01, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
ABHIYAAN

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર

આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
ABHIYAAN

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?

મહિલા દિન વિશેષ

time-read
4 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

time-read
4 mins  |
Abhiyaan Magazine 08/02/2025
આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
ABHIYAAN

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય

જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સંદર્ભ
ABHIYAAN

સંદર્ભ

કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ABHIYAAN

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ

ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
ABHIYAAN

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ

કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025