સક્સેસ મંત્ર
“ગ્રાહકની જરૂરિયાત સમજી તે મુજબ સારી ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ વાજબી ભાવે પૂરી પાડવી, વેચાણ પછીની સારી સર્વિસ પૂરી પાડવી તથા સંશોધન અને વિકાસ પ્રવૃત્તિ દ્વારા હંમેશાં સારી પ્રોડક્ટ અને સર્વિસ માટે પ્રયત્નશીલ રહેવું."
શરૂઆત
તમે તમારો ધ્યેય નક્કી કરીને ચાલો તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા જરૂર મળે છે. આ વિચારો સાથે પોતાની કરિયરની સફર શરૂ કરનારા અને સફળતાની સિદ્ધિઓ સર કરનારા ખેડૂતપુત્ર અને આઈસમૅક રૅફ્રિજરેશન લિમિટેડ કંપનીના ચૅરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડી રહ્યા છે.
એગ્રીકલ્ચરની શાખામાં ડિપ્લોમા કરનારા ચંદ્રકાંતભાઈ પટેલે ૯૦ના દશકમાં ૫-૭ કર્મચારીઓ સાથે રૅફ્રિજરેશન ક્ષેત્રે કામ કરવાના ઇરાદાથી ૩૫૦ ચો.ફૂટ જગ્યામાં નાના પાયે પ્રારંભ કર્યો હતો. સપનું મોટું અને બજેટ નાનું, પાંચ લાખથી ઓછી રકમથી તેમણે કંપનીની શરૂઆત કરી. તેમણે સમયની સાથે ૧૯૯૩માં આઈસમૅક રૅફ્રિજરેશન નામે વ્યવસાય શરૂ કર્યો. જેમાંથી ઔદ્યોગિક અને વાણિજ્યિક રૅફ્રિજરેશન સાધનોનું ઉત્પાદન શરૂ કર્યું. ચંદ્રકાંતભાઈ સાથે તેમના બે ભાઈઓ રાજેન્દ્રભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ પણ જોડાયા હતા. આઈસમૅકની સાથે-સાથે તેમને પૅનલ મેન્યુફેક્ચરિંગ માટે કોલ્પાન પોલિ પૅનલ ઇન્ડસ્ટ્રીઝના અને અન્ય પ્રોડક્ટ માટે હાઈમૅક એન્જિનિયરિંગ માટે યુનિટ પણ શરૂ કર્યું.
વર્ષ ૨૦૦૯માં આ ત્રણેય યુનિટ ભેગા કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી. આઈસમૅક રૅફ્રિજરેશન લિમિટેડની ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા અને કાર્યદક્ષતાને લીધે કંપની દરેક મુકામ પર આગળ વધતી રહી. કંપનીએ ૨૦૧૭માં SME (NSE Emerge) સેગમેન્ટમાં રૂ.૨૩.૭૧ કરોડનો પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યો. જે ૨૬૧ ગણો છલકાયો હતો અને રૂ. ૬૧૦૦ કરોડનું ભરણું ભરાયું હતું. જ્યારે ઑક્ટોબર ૨૦૨૦માં આખરે એ દિવસ આવી ગયો જ્યારે કંપની SME સેગમેન્ટમાંથી સીધી NSEના મુખ્ય પ્લૅટફૉર્મ ઉપર લિસ્ટ થઈ ગઈ. હાલ કંપની દેશનાં તમામ રાજ્યોમાં પોતાનાં ઉત્પાદન અને સર્વિસીસ પૂરા પાડે છે. આઈસમૅકનું છેલ્લા નાણાકીય વર્ષનું ટર્નઓવર રૂ. ૩૦૨.૬૯ કરોડ થયેલ છે.
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ