આજકાલ બધે લગભગ બધું જ ખાવાનું મળતું થયું
પહેલાં ગુજરાતમાં અમદાવાદમાં જ ખાસ મળતું હતું
અમદાવાદ ઘણાં માટે રહેવાનું સ્થળ છે, ઘણાં માટે કામ કરવાનું સ્થળ છે. અમદાવાદમાં એગ્ઝિસ્ટ કરવું કે અમદાવાદમાં સર્વાઇવ કરવું એ બહુધા સરળ તેમ જ સામાન્ય ઘટના છે. ખરા યા મૂળ અમદાવાદી માટે અમદાવાદ જીવવાની જગ્યા છે. અમદાવાદમાં અમદાવાદી રીતે જીવંત રહેવું એ કળા છે કે કારીગરી છે એ ચર્ચા જવા દો, સમજવું હોય તો એ સમજો કે શ્વાસને ભીના કરતાં ધુમાડા, માનવીઓને ભેટવા સદા ઉત્તેજિત રેતી ’ને અદશ્ય વરાળથી વધુ તીક્ષ્ણ ગરમીમાં જીવતું અમદાવાદ પોતાના અમદાવાદીને જીવતા રહેવા ખવડાવે છે ’ને ખાતા રહેવા માટે જીવાડે છે. જીવવા જીવવામાં ફરક છે તેમ ખાવા ખાવામાં ફરક છે એ જાણકારી જૂની થઈ. અમદાવાદ કહે છે કે, અહીં એક ભૂખ ’ને બીજી કે બાવીસમી ભૂખ વચ્ચે ટિલ અંતર પડી શકે છે. ખુદના ફૂડ-મૅનેજમૅન્ટ માટે જેટલા ડાયેટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ ને ઓળખીતા જન મળો એટલી નવી ટિપ્સ મળે. જેટલા અમદાવાદીને મળો એટલી સ્વાદ માટેની નવી ટિપ મળે. એમાં જૂના અમદાવાદની વાત અનેરી.
૨૦૨૩ ચાલે છે. આજના અમદાવાદમાં મેં બધી જ વેરાયટી ખાધી છે કે બધાં જ ફૂડ આઉટલેટ પર મેં ખાધું છે એવું કહેનારાને અનુભવીઓ લાયર માને એમાં કોઈ નવાઈ નથી. ના, અત્રે આપણે અમદાવાદમાં આજે ક્યાં શું મસ્ત ખાવાનું મળે છે એ ખજાનો ખોલવાનું સાહસ નથી કરતાં. ગુજરાત બદલાઈ ગયું છે એ ઉક્તિ નિયમિત અંતરાલે તાજી કરવી પડે એવી સ્થિતિ છે ત્યારે આજની યંગ જનરેશન વા જનરેશન હજી જન્મી ના હતી ત્યારે અમદાવાદ શું પીરસતું હતું તેની ઊડતી જાણકારી લેવા જેવી છે. આઝાદીની લડાઈ હોય કે ભારતપા-કિસ્તાનની ક્રિકેટ મેચ હોય, અમદાવાદ ગુજરાતનું માત્ર સેન્ટર નથી રહ્યું, પરંતુ એપીસેન્ટર પણ રહ્યું છે. તેમ છતાં અમદાવાદે ક્યારેય એવું કહેવાની જરૂર નથી પડી કે હું ગુજરાતનું દિલ્હી છું અથવા હું મિની-મુંબઈ છું. કેમ કે અમદાવાદ અમદાવાદ જ રહ્યું છે. અમદાવાદમાં એટિટ્યૂડ ’ને અ લા કાર્તા પોતાની રીતે ચાલ્યા હતા ’ને પ્રેમથી જેને જોડાઈ જવું હોય તેને પોતાની સાથે જોડતા હતા.
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે