કોઝીરેવા મિરર: ભવિષ્ય દર્શન કે ભ્રમ?
ABHIYAAN|July 29, 2023
કોઝીરેવા મિરર નામે જાણીતું નિકોલાઈનું એ મશીન એટલે ઍલ્યુમિનિયમ, કાચ કે દર્પણ જેમ વર્તી શકનાર અન્ય કોઈ પરાવર્તક પદાર્થનો ભૂંગળા જેમ વાળેલું એક મોટું નળાકાર. આ નળાકાર પણ પાછું ફિબોનાચી શ્રેણીને અનુસરે એ રીતે બનેલું હોવું જરૂરી
સ્પર્શ હાર્દિક
કોઝીરેવા મિરર: ભવિષ્ય દર્શન કે ભ્રમ?

આયનો, દર્પણ, અરીસો, આરસો, ચાટલું, ખાપ જેવાં વિવિધ નામ આપણે જેને આપ્યાં છે એના વગર એક દિવસ પણ કાઢવો પોતાના દેખાવ પ્રત્યે સજાગ રહેનારા મૉડર્ન મનુષ્યને ફાવે નહીં. એન્શન્ટ હ્યુમન માટે પ્રતિબિંબ સર્જતી જળની સપાટી અરીસો બની હતી. પછી ચળકતી ધાતુઓ અને અંતે કાચને આપણે અપનાવ્યા. સેન્સરથી સજ્જ સ્માર્ટ મિ૨૨ પણ ઝડપથી આપણા જીવનમાં પગપેસારો કરશે ખરા, પરંતુ આયનો ખરેખર શું દેખાડે છે એવો સવાલ આયનામાં જ આપણી જાતને જોતાં-જોતાં કદી થાય તો વિચારોની રેલગાડી ક્યાંય સુધી દોડી જાય. પ્રકાશવિજ્ઞાન ઉવાચે છે કે આયનામાં જે દેખાય છે એ આભાસી છે, રિયલ નથી, પણ એ આભાસી દશ્યનું મૂળ રિયલમાં છે. આયનામાં જે દેખાય છે એ વર્તમાન છે કે ભૂતકાળ એવો સવાલ વિજ્ઞાન-દર્શનશાસ્ત્રની ગહન ચર્ચાનો વિષય બની શકે અને ભવિષ્યનું શું? શું આયનો ભાવિને ભાખી શકે ખરો? આયનાથી ભવિષ્યમાં ઝાંખવાની વાત ફૉચ્યૂન ટેલર યાને નજૂમીઓ ક્રિસ્ટલ બૉલમાં જોઈને ભવિષ્ય જોવાનો દાવો કરે એવી ભેદી, શંકાસ્પદ કે ટાઢા પોરનાં ગપ્પાં જેવી લાગી શકે. કિન્તુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ મુદ્દાને સમજ્યા વગર સીધું કોઈ તારણ કાઢી લેવાની ઉતાવળ પણ કરવા જેવી નથી.

૧૯૦૮-૧૯૮૩ દરમિયાન જીવી ગયેલા રશિયન સંશોધક અને ખગોળશાસ્ત્રી નિકોલાઈ કોઝીરેવાનું નામ અજાણ્યું છે અને એના કાર્ય વિશે ખાસ કશે વાંચવા નહીં મળે. તેના નામે પ્રચલિત એક સિદ્ધિ, તેણે ૧૯૫૮માં ચંદ્ર પર જ્વાળામુખી જેવી ગતિવિધિનું અવલોકન કર્યાની છે, પરંતુ એ પહેલાં સોવિયેત યુનિયનના કાળમાં, સ્ટાલિનના સમયના રાજકીય વાતાવરણમાં ખાસ્સી હેરાનગતિ પામેલો નિકોલાઈ ૧૯૩૬-૪૬ દરમિયાન કેદમાં રહ્યો હતો. આ દાયકાના ગાળામાં વિજ્ઞાનવિશ્વમાં થઈ ચૂકેલી નોંધપાત્ર ઘટનાઓ અને શોધોથી તે અજાણ્યો રહી જવા પામ્યો. પરિણામે એની વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દી ખાસ ઝળકી શકી નહીં. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેમ નિકોલાઈ કોઝીરેવાને પણ સમય નામક કોયડો ઘણો આકર્ષતો હતો. અને આઇન્સ્ટાઇન જેમ કોઝીરેવાના મનમાં પણ ટાઇમ-સ્પેસને લગતા અતરંગી ખયાલો દોડતા હતા.

This story is from the July 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024