પૂર્વનું પેરિસ, પોંડીચેરી
ABHIYAAN|July 29, 2023
અહીં કોઝી હોમ સ્ટે, વિલા કે એપાર્ટમેન્ટ અવેલેબલ છે. આ વાઇટ ટાઉનમાં ખુશનુમા વોક, ટ્રેડિશનલ વિન્ટેજ સાઇકલની રાઇડ અને ફ્રેન્ચ ઘરોની સ્થાપત્ય શૈલી કોઈ જુદા જ જગતમાં લઈ જાય છે
પૂર્વનું પેરિસ, પોંડીચેરી

૨૮૦ વર્ષ સુધી ફ્રેન્ચ શાસન નીચે રહેલું પોંડીચેરી ભારતના પોંડીચેરી કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની છે. પૂર્વ દિશામાં બંગાળની ખાડીને સ્પર્શતો આ પ્રદેશ ભારતના દક્ષિણ-પૂર્વીય સમુદ્ર કિનારે આવેલો છે. ઉત્તરે ચેન્નઈ અને દક્ષિણે ચિદમ્બરમ્ જેવા તામિલ પ્રદેશો વચ્ચે રહેલો આ મુલક પૂર્વના પેરિસ તરીકે પણ જાણીતો છે, કારણ કે આજની તારીખે ફ્રેન્ચ સંસ્કૃતિની પ્રતિકૃતિ જેવી ફ્રેન્ચ કોલોની અહીં શ્વાસ લે છે.

પ્રથમ સદીમાં રોમન વ્યાપારમાં વ્યસ્ત એવું આ પૉર્ટ ટાઉન એક કાળમાં ‘વેદપુરી’ તરીકે પણ ઓળખાતું હતું, કારણ કે આ નગર વેદોના જાણકાર વિદ્વાનોનું સ્થાનક પણ હતું.

‘પોંડી’ એટલે ‘ધ સિટી ઑફ ડૉન' ગણાતું પોંડીચેરી ચોથી સદીમાં કાંચીપુરમના પલ્લવનો પ્રદેશ હતો. દસમીથી તેરમી સદી સુધી તાંજુવરમનો ચૌલા વંશ અહીં આવ્યો. તેરમી સદીમાં ચૌલા વંશને ખદેડીને અહીં મદુરાઈનો પાંડ્ય વંશ સત્તા પર આવ્યો. ૧૪મી સદીમાં વિજયનગર શાસને સમગ્ર દક્ષિણ ભારતને પોતાની સત્તા નીચે લીધું અને ૧૪મી સદીથી છેક સત્તરમી સદીના ત્રીજા દાયકાનાં અંતિમ વર્ષો સુધી અહીં વિજયનગર વંશનું શાસન ચાલ્યું.

સત્તરમી સદીના અંતિમ દાયકાઓમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોંડીચેરીમાં વેપારી કેન્દ્ર સ્થાપ્યું અને પરિણામ સ્વરૂપ તે ભારતની મુખ્ય ફ્રેન્ચ વસાહત બની. અંગ્રેજો અને ડચ પ્રજાના વિરોધ વચ્ચે અહીં જ્વેલરી, મૂલ્યવાન સ્ટોન અને ટૅક્સટાઇલનું પણ ટ્રેડિંગ થયું.

સત્તરમી સદીના છેલ્લા દાયકામાં ડચ ગવર્નરે સત્તર મોટાં વહાણો અને ૧૬૦૦ માણસોના કાફલા સાથે બે સપ્તાહ સુધી પોંડીચેરી પર બૉમ્બાર્ડિંગ કર્યું. તે સમયે પોંડીચેરીના પ્રથમ ફ્રેન્ચ ગવર્નર જનરલ ફ્રેન્કોઇસ માર્ટીને શરણાગતિ સ્વીકારી, પરંતુ ફરી પોંડીચેરીનો આ પ્રદેશ ફ્રેન્ચ કોલોનીને હૅન્ડઓવર કરવામાં આવ્યો. ફ્રેન્ચ કોલોનીને પરત મળેલા આ પ્રદેશ પર બ્રિટિશરોએ પણ અધિકાર જમાવેલો, પરંતુ પેરિસ સંધિ મુજબ ફરી ફ્રેન્ચ કોલોનીને પોંડીચેરી પાછું મળ્યું. વસાહતી આધિપત્યનાં આવાં હસ્તાંતરણો છેક ૧૯૬૨ સુધી ચાલ્યાં અને દરિયાના સ્તરનો ઉઠાવ ધરાવતું પોંડીચેરી અસંખ્ય સમુદ્રી પ્રવેશદ્વારો સાથે ટકી રહ્યું.

This story is from the July 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025