હિન્દુ ધર્મ, ધર્મથી વિશેષ જીવન જીવવાની શૈલી છે, હિન્દુસ્તાનમાં વસતાં લોકોની જીવન શૈલી. તેથી જ અહીં વસતાં લોકોના રોજિંદા જીવનમાં ધાર્મિકતા અને તેને સંબંધિત રીતરિવાજો સહજ રીતે વણાઈ ગયાં છે. આ રીતે જ મંદિરો આપણાં વ્યક્તિગત જીવન અને સમાજનું અભિન્ન અંગ છે. આજના આધુનિક સમયમાં લોકો આધ્યાત્મિક સુખ-શાંતિ મેળવવા માટે મંદિરે જાય છે, પરંતુ પુરાતનકાળમાં આ મંદિરો અન્ય ઘણાં સામાજિક કાર્યો અને લોકકલ્યાણની પ્રવૃત્તિનું કેન્દ્ર હતાં. આ પૌરાણિક મંદિરો વિશે ઊંડો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે આ મંદિરો મનોરંજનથી માંડીને ચિકિત્સાનું કેન્દ્ર હતાં. આ મંદિરોની ભૂમિકા નાણાકીય વ્યવસ્થાથી માંડીને લોકહિતનાં કાર્યો સુધીની રહેતી.
તામિલનાડુના ત્રિચિનાપલ્લીમાં આવેલું ‘રંગનાથાસ્વામી’ મંદિર આ ઉપરોક્ત કથનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. તે ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં સૌથી વધુ પ્રસિદ્ધ હિન્દુ મંદિર છે. આ મંદિરને ‘ભૂ-લોક વૈકુંઠ’ માનવામાં આવે છે. ‘શ્રીરંગમ મંદિર’, ‘ તિરુવરંગમ તિરુપતિ’, ‘પેરિકોઇલ’ જેવાં નામથી પણ પ્રસિદ્ધ આ મંદિરનું પરિસર ૧૫૬ એકરમાં વિસ્તરેલું છે. તેના ક્ષેત્રમાં આખું શહેર વસેલું છે. શ્રીરંગમ મંદિરના પરિસરની વિશાળતા ઇટાલીના વેટિકન સિટી કરતાં પણ વધારે છે. મંત્રમુગ્ધ કરી મૂકે તેવા શિલ્પ-સ્થાપત્યથી તેની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરેલી છે.
અત્યંત ભવ્ય એવા રંગનાથસ્વામી મંદિરનો પ્રથમ ઉલ્લેખ ઈ.સ. ૧૦૦થી ઈ.સ. ૨૫૦ દરમિયાન સંગમયુગના તમિલ સાહિત્ય અને ‘શિલપ્પાદિકારમ’માં મળે છે. તામિલનાડુના સંત કવિઓની પરંપરા અનુસાર આ મંદિર ભગવાન વિષ્ણુના આઠ સ્વયંભૂ ક્ષેત્રોમાં પ્રથમ છે. અન્ય સાત – શ્રીમુષ્ણમ, વેંકટાદ્રી, શાલિગ્રામ, નૈમિષારણ્ય, પુષ્કર, તોતાદ્રી અને બદ્રી ભારતના વિવિધ પ્રાંતોમાં સ્થિત તીર્થો છે. અહીં ભગવાન વિષ્ણુ ‘શ્રીરંગનાથસ્વામી’ સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિરની ભૌગોલિક સ્થિતિ એક દ્વીપ સમાન છે. કાવેરી અને કોસ્લિદમ નદીના તટ પર આ વિશાળ મંદિર વસેલું છે.
This story is from the July 29, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 29, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ