દરરોજ સવારે લોકો ઊંઘમાંથી બહાર આવે છે અથવા જાગે છે. કે પછી લોકો જ્યારે ઊંઘનો ત્યાગ કરે છે ત્યારે સવાર પડે છે. કહે છે કે જાગ્યા ત્યારથી સવાર. આદિમાનવને ક્યારેક નિદ્રામાંથી જાગે ’ને આંખ ખૂલે એવું થતું કે એ હાલ જન્મ્યો. ક્યારેક તેને એવું થતું કે એ બીજી વાર જન્મ્યો. ખુદ અનુભવથી ઘડાયા પછી કે કોઈ બીજાના અનુભવ જોઈ યા સાંભળી ગુફાનો માણસ સવારે ઊઠી આશ્ચર્યમાં પડતો કે એ હજુ જીવંત છે. અનેક બ્રહ્માંડ છે તેવું જાણતા વૈજ્ઞાનિકને ડીપ સ્લીપ પછી આંખ ખોલે તો આઘાત નહીં લાગતો હોય કે હજુ હું અહીં પૃથ્વી પર જ છું? આપણે રોજ પથારી છોડીને કેટલીય ક્રિયા ભૂતકાળમાં કરેલી એ જ ફરી કરવાની. બપોર પડે ’ને પછી સાંજ ’ને અંતે રાત, એટલે પાછું ઘોરવા પડવાનું. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું બોલ બોલ કરવા સાથે વિચારીએ કે શું જે નવા દિવસે કે નવી રાતે પણ ઓવરઑલ બદલાતું નથી તેનું નામ જીવન છે? લાખો વર્ષ સુધી લાખો મનુષ્યોએ લગભગ એકબીજા જેવું જ જીવન જીવી નાખ્યું. જેમ જેમ ઇન્સાન સિવિલાઇઝ્ડ થતો ગયો તેમ તેમ સીન બદલાતો ગયો. કે પછી સીનમાં ચેન્જ લાવવાની પ્રક્રિયાના પરિણામ રૂપે માનવી સામાજિક થતો ગયો. દશ્યનું અંગ્રેજી સીન, આમ સ્પેલિંગ બદલો તો સીન અર્થાત્ જે પાસ્ટમાં જોયું હતું તે ’ને તેમ બદલો તો પાપ. માનવી રાજકીય, સાંસ્કૃતિક ’ને આર્થિક થયો. તાર્કિક ’ને વૈજ્ઞાનિક થયો. છતાં જીવન એટલે શું? જીવનનું રહસ્ય શું છે? જીવવું કોને કહેવાય? આવા સવાલો મૃત્યુ ના પામ્યા.
This story is from the August 05, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 05, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ